રાજ્યમાં કોરોનાના નવા 163 કેસ નોંધાયા, અમદાવાદમાં 30 કેસ
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 163 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 156 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1343 એક્ટિવ કેસ છે. જેમાંથી 02 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,59,959 દર્દીઓ મ્
04:14 PM Sep 11, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 163 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 156 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1343 એક્ટિવ કેસ છે. જેમાંથી 02 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,59,959 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,018 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આજે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 56, (Surat)અમદાવાદમાં 30, સુરતમાં 12, બનાસકાંઠામાં 08, મહેસાણામાં 07, વડોદરામાં 07, સાબરકાંઠામાં 06, ગાંધીનગરમાં 04, નવસારીમાં 04, વડોદરા જિલ્લામાં 04, ભરૂચમાં 03, રાજકોટ જિલ્લામાં 03, રાજકોટમાં 03, વલસાડમાં 03, કચ્છમાં 02, પોરબંદરમાં 02, ભાવનગરમાં 01, બોટાદમાં 01, છોટા ઉદેપુરમાં 01, અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.
Next Article