Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં આજે કોરોનાના 143 કેસ નોંધાયા, ઘણા લાંબા સમય બાદ એક મોત

દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલા કોરોના કેસના કારણે સરકારની ચિતામાં વધારો થયો છે. આ તમામ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં પણ દૈનિક નોંધાતા કોરોના કેસનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે, જે ચિંતાની વાત છે. લગભગ ત્રણ મહિના બાદ રાજ્યમાં દૈનિક નોંધાતા કોરોના કેસનો આંક 100ને પાર ગયો છે.  છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાà
રાજ્યમાં આજે કોરોનાના 143 કેસ નોંધાયા  ઘણા લાંબા સમય બાદ એક મોત
દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલા કોરોના કેસના કારણે સરકારની ચિતામાં વધારો થયો છે. આ તમામ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં પણ દૈનિક નોંધાતા કોરોના કેસનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે, જે ચિંતાની વાત છે. લગભગ ત્રણ મહિના બાદ રાજ્યમાં દૈનિક નોંધાતા કોરોના કેસનો આંક 100ને પાર ગયો છે.  છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં કોરોનાવાયરસના નવા 143 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 143 કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 143 કોરોના કેસ નોંધાયા છે. જેની સાથે જ અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 608 થઇ છે. આ સિવાય ગત 24 કલાકની અંદર 51 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. જેની સાથે જ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થનીરા કુલ દર્દીઓનો આંકડો 12,14,405 પર પહોંચ્યો છે. વર્તમાન સમયે રાજ્યનો રિકવરી રેટ 99.06 ટકા છે. તો મંગળવાર સાંજ સુધીમાં કુલ 59,719 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
કોરોનાના કારણે એક મૃત્યુ
ચિંતાજનક વાત એ છે કે ઘણા લાંબા સમય બાદ હવે ફરીથી રાજ્યમાં કોરોનાના કારણે મોત થયું છે. આજે ગાંધીનગરની અંદર કોરોનાના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં આ પહેલા 7 મે અને 3 માર્ચના રોજ કોરોનાથી મૃત્યુ નોંધાયું હતું. 
અમદાવાદમાં સૌથી વધારે કેસ
આજે પણ રાજ્યમાં સૌથી વધારે કોરોના કેસ અમદાવાદ શહેરમાં નોંધાય છે. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં કોરોનાના 83 કેસ નોંધાયા છે. તો વડોદરા શહેરમાં 14 અને ગાંધીનગરમાં પણ 10 કેસ નોધાયા છે. ત્યારબાદ સુરતમાં 9 અને રાજકોટ શહેરમાં 8 કેસ નોંધાયા છે. 
મહારાષ્ટ્રમાં કોરોના
મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ બની ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3081 નવા કેસ નોંધાયા છે. તો 1323 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 13 હજાર 329 છે. એકલા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1956 નવા કેસ નોંધાયા છે. માત્ર મુંબઈમાં જ એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા 9191 છે.
Advertisement
Tags :
Advertisement

.