ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,858 લોકો થયા કોરોનાથી સંક્રમિત, 11 લોકોના થયા મૃત્યુ
ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના નવા કેસોમાં થોડો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2858 નવા કેસ નોંધાયા છે. આ પહેલા શુક્રવારે 2841 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 11 લોકોના મોત થયા છે. ગઈકાલ સુધી દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 18,604 હતી. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે સક્રિય કેસોમાં 508 નો ઘટાડો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 4,31,19,112 કેસ નોંધાયા છે,
ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના નવા કેસોમાં થોડો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2858 નવા કેસ નોંધાયા છે. આ પહેલા શુક્રવારે 2841 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 11 લોકોના મોત થયા છે.
Advertisement
ગઈકાલ સુધી દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 18,604 હતી. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે સક્રિય કેસોમાં 508 નો ઘટાડો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 4,31,19,112 કેસ નોંધાયા છે, જ્યારે 5,24,201 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,76,815 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે. દૈનિક પોઝીટીવીટી રેટ 0.59% છે. સક્રિય કેસ કુલ સંક્ર્મણના 0.04 ટકા છે.
દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વેક્સિનના 1,91,15,90,37 થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ વેક્સીનના 15,04,734 ડોઝ આપવામાં આવ્યા છે.
Advertisement