દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,841 લોકો થયા કોરોનાથી સંક્રમિત, 9 દર્દીઓએ ગુમાવ્યો જીવ
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 2,841 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં આ 0.49 ટકા વધુ કેસ છે. દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4,31,16,254 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 09 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5, 24,190 લોકોના મોત થયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાય લય દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ હાલમાં દેશભરમાં à
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 2,841 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં આ 0.49 ટકા વધુ કેસ છે. દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4,31,16,254 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 09 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5, 24,190 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાય લય દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ હાલમાં દેશભરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 19 હજારથી ઓછી થઇ ગઈ છે. હાલમાં દેશભરમાં 18,604 એક્ટિવ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ કુલ સંક્ર્મણના 0.04 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 3,295 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4, 25,73,460 લોકોએ આ મહામારીને માત આપી છે.
દેશમાં દૈનિક પોઝીટીવીટી રેટ હવે ઘટીને 0.58 ટકા પર આવી ગયો છે. સાપ્તાહિક પોઝીટીવીટી રેટ પણ વધીને 0.69 ટકા થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 84.29 કરોડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 4,86,628 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 190.99 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.
Advertisement