ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કરાચીમાં મફત રાશન વિતરણમાં ભાગદોડ થતાં 11 લોકોના મોત

પાકિસ્તાન (Pakistan)ના કરાચી (Karachi)માં શુક્રવારે સાંજે મફત રાશનના વિતરણ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અનુમાન છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. મૃતકોમાં આઠ મહિલાઓ અને ત્રણ...
12:49 PM Apr 08, 2023 IST | Vipul Pandya
પાકિસ્તાન (Pakistan)ના કરાચી (Karachi)માં શુક્રવારે સાંજે મફત રાશનના વિતરણ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અનુમાન છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
મૃતકોમાં આઠ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ
આ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાચીના નોરિસ ચૌરંઘીની ડાઈંગ ફેક્ટરીની છે, જ્યાં રમઝાન દરમિયાન ગરીબોને મફત રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં ડઝનેક લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. સ્થળ પર અરાજકતાનો માહોલ છવાઇ ગયો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં આઠ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પાકિસ્તાની પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે.
રાશન વિતરણ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે રાશન વિતરણ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ, ત્યારપછી ભાગદોડ મચી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં તમામ મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાં 3 યુવતીઓનો પણ સમાવેશ થાય છે.
7 લોકોની ધરપકડ
પોલીસે કહ્યું કે ફેક્ટરી મેનેજમેન્ટે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને મફત રાશનની જોગવાઈ વિશે જાણ કરી ન હતી. રાશન અને જકાતના વિતરણ અંગે કોઈ માહિતી આપી ન હતી. ફેક્ટરીના મેનેજર સહિત 7 લોકો ને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પાકિસ્તાન આર્થિક ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન હાલના સમયમાં આર્થિક ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે. લોકો પ્રાથમિક જરૂરિયાતો માટે તલપાપડ છે. આ પહેલા પણ પાકિસ્તાનથી લોટ અને ચોખા માટે નાસભાગના સમાચાર આવ્યા છે. કરાચીમાં મફત રાશન વિતરણ દરમિયાન થયેલી નાસભાગના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો----પોર્ન સ્ટારને પૈસા આપવાના મામલે ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં, પ્રથમ વખત પૂર્વ રાષ્ટ્રપતિ પર થશે કેસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article