Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

100મી જન્મજંયતિઃ સિનેમાઘરોમાં રિલિઝ થશે દેવ આનંદની ચાર ક્લાસિક ફિલ્મો, 30 શહેરોમાં થશે પ્રદર્શન

હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા દેવ આનંદનો 100મો જન્મદિવસ 26મી સપ્ટેમ્બરે ઉજવવા માટે વિવિધ શહેરોમાં અલગ-અલગ સંસ્થાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને આ ઉજવણી માટે દેવ આનંદની કેટલીક દુર્લભ ફિલ્મો થિયેટરોમાં પ્રદર્શિત કરવાની યોજના બનાવી છે. આ ફિલ્મો...
100મી જન્મજંયતિઃ સિનેમાઘરોમાં રિલિઝ થશે દેવ આનંદની ચાર ક્લાસિક ફિલ્મો  30 શહેરોમાં થશે પ્રદર્શન

હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા દેવ આનંદનો 100મો જન્મદિવસ 26મી સપ્ટેમ્બરે ઉજવવા માટે વિવિધ શહેરોમાં અલગ-અલગ સંસ્થાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને આ ઉજવણી માટે દેવ આનંદની કેટલીક દુર્લભ ફિલ્મો થિયેટરોમાં પ્રદર્શિત કરવાની યોજના બનાવી છે. આ ફિલ્મો દેશના 30 શહેરોના 55 થિયેટરોમાં બતાવવામાં આવશે.

Advertisement

26 સપ્ટેમ્બર 1923ના રોજ જન્મેલા દેવ આનંદના 100મા જન્મદિવસ નિમિત્તે, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દેવ આનંદના ચાહકો માટે બ્લોકબસ્ટર ફેસ્ટિવલ 'દેવ આનંદ @100 ફોરએવર યંગ'નું આયોજન કરી રહ્યું છે. PVR  પણ 23મી અને 24મી સપ્ટેમ્બરે યોજાનાર આ ફેસ્ટિવલમાં ભાગીદાર છે. માહિતી અનુસાર, ફાઉન્ડેશને દેવ આનંદની ચાર ફિલ્મો 'સીઆઈડી' (1956), 'ગાઈડ' (1965), 'જ્વેલ થીફ' (1967) અને 'જોની મેરા નામ' (1970)ની નવી ડિજિટાઈઝ્ડ પ્રિન્ટ પૂના ખાતે આવેલા ફિલ્મ મ્યુઝિયમમાંથી મેળવી છે.

ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને અગાઉ હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને હિન્દી સિનેમાના ઉભરતા સિતારાઓમાંના એક દિલીપ કુમારના માનમાં એક ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. જેમાં અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મો બતાવવામાં આવી હતી.

Advertisement

ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના સ્થાપક શિવેન્દ્ર સિંહ ડુંગરપુર કહે છે કે આ ઉપલ્બધિના જશ્નને મનાવવા માટે સિનેમાઘરોમાં તેમની ફિલ્મોના ફેસ્ટીવલને સેલિબ્રેટ કરવાથી વધારે સારુ બીજુ કંઇ ન હોઇ શકે.

ભારતીય સિનેમાના સદાબહાર અભિનેતા દેવ આનંદની ફિલ્મોના ઉત્સવ અંતર્ગત 'દેવ આનંદ @ 100 ફોરએવર યંગ' મુંબઈના પીવીઆર થિયેટર ઉપરાંત દિલ્હી, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદથી લઈને અમદાવાદ, સુરત, બરોડા, રાયપુર, કાનપુર, કોલ્હાપુર, પ્રયાગરાજ અને ઈન્દોર જેવા 30 શહેરોમાં આ ફિલ્મો સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.

Advertisement

Tags :
Advertisement

.