ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોનાના કેસમાં થયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 1,054 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 1,054 નવા કેસ નોંધાયા છે.  કોરોનાના નવા કેસોમાં આજે ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, શનિવારે એક દિવસમાં 1,150 નવા કેસ નોંધાયા હતા. દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 185.70 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 29 લોકોના મોત થયા છે. ભારતમાં હાલમાં 11,132 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ હાલમાં 98.76% છે.છેલ્àª
04:44 AM Apr 10, 2022 IST | Vipul Pandya
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 1,054 નવા કેસ નોંધાયા છે.  કોરોનાના નવા કેસોમાં આજે ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, શનિવારે એક દિવસમાં 1,150 નવા કેસ નોંધાયા હતા. દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 185.70 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 29 લોકોના મોત થયા છે. ભારતમાં હાલમાં 11,132 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ હાલમાં 98.76% છે.
છેલ્લા 24 કલાકમાં 1,258 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,25,02,454 થઈ ગઈ છે. દૈનિક પોઝીટીવીટી રેટ 0.25% છે. સાપ્તાહિક પોઝીટીવીટી રેટ 0.23% છે. અત્યાર સુધીમાં 79.38 કરોડ કોરોના ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,18,345 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કોરોનાના નવા વેરિઅન્ટ XEના ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે 18 વર્ષની વયના લોકોનેબૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. આ ડોઝ આજે રવિવારથી શરૂ થશે. આ માટે રાજ્યોની સાથે કેન્દ્ર સરકારે પણ તૈયારીઓ કરી લીધી છે. ત્રીજો ડોઝ મેળવવા માટે 18 થી 59 વર્ષની વયજૂથના લોકોને કોઈપણ પ્રકારની નોંધણીની જરૂર રહેશે નહીં. કારણ કે, લાભાર્થી પહેલાથી જ કો-વિન એપ પર નોંધાયેલ હશે. આ સિવાય ત્રીજા ડોઝ તરીકે માત્ર એ જ રસીનો ઉપયોગ કરવામાં આવશે, જે પ્રથમ અને બીજા ડોઝ તરીકે આપવામાં આવશે. 
Tags :
CoronacovidCovidUpdateGujaratFirst
Next Article