ગઢડા તાલુકાના લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડામાં બિનવારસી રેતી સહિતનો 1 લાખનો મુદ્દામાલ
અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ
ગઢડા તાલુકાના લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડામાં રેતીના બિનવારસી જથ્થા સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીના પટમાં થી બોટાદ ખાણખનીજ વિભાગ દ્વારા સાંજના સમયે દરોડા પાડતા ખનીજ ચોરો નાસી ગયા હતા જ્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવેલી સાદી રેતીનો જથ્થો પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઢડા તાલુકાના લાખણકા ગામે ખાણખનીજ વિભાગના દરોડા દરમ્યાન લાખણકા ગામે આવેલી ઘેલો નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનિજ નું ખોદકામ કરી લાખણકા ગામના ગૌચરમા આશરે 300 મેટ્રીક ટન સાદી રેતી ખનીજ તથા 01 રેતી ચાળવાનો ચારણો બિન વારસી હાલતમા મળી કુલ રૂપિયા એક લાખ નો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે ખનીજ વિભાગ ના દરોડા દરમ્યાન ખનીજ ચોરો નાસી ગયા હતા જ્યારે ખનીજ વિભાગ નાઅધિકારી દ્વારા આ સાદી રેતી ખનીજને સલામત જગ્યા પર ખસેડી આરોપીની તપાસ માહિતી મેળવવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનુ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, બોટાદના બી.એમ. જાલોંધરાએ જણાવ્યુ હતુ.