Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 1,569 કેસ, Recovery Rate 98.75%

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં મંગળવારે એક જ દિવસમાં 1,569 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 28.7% ઓછા છે. આ સાથે દેશનો કુલ કેસ લોડ 4,31,25,370 પર પહોંચી ગયો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે, જેનાથી મૃત્યુની કુલ સંખ્યા 5,24,260 થઈ ગઈ છે. ભારતમાં કોવિડ-19નો સક્રિય કેસલોડ 16,400 છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 917નà«
04:21 AM May 17, 2022 IST | Vipul Pandya
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં મંગળવારે એક જ દિવસમાં 1,569 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 28.7% ઓછા છે. આ સાથે દેશનો કુલ કેસ લોડ 4,31,25,370 પર પહોંચી ગયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે, જેનાથી મૃત્યુની કુલ સંખ્યા 5,24,260 થઈ ગઈ છે. ભારતમાં કોવિડ-19નો સક્રિય કેસલોડ 16,400 છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 917નો ઘટાડો થયો છે. સૌથી વધુ COVID-19 કેસ નોંધાયેલા ટોચના પાંચ રાજ્યોમાં 377 કેસ સાથે દિલ્હી પ્રથમ છે, ત્યારબાદ 321 કેસ સાથે કેરળ, 218 કેસ સાથે હરિયાણા, 138 કેસ સાથે ઉત્તર પ્રદેશ અને 129 કેસ સાથે મહારાષ્ટ્ર છે. 

આ પાંચ રાજ્યોમાંથી આશરે 75.4% નવા COVID-19 કેસ નોંધાયા છે, જેમાં એકલા દિલ્હીમાં નવા કેસોમાં 24.03% હિસ્સો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2,467 કોવિડ-19 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,25,84,710 થઈ ગઈ છે. ભારતનો રીકવરી રેટ હવે 98.75% છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 10,78,005 કોવિડ-19 ડોઝ આપવામાં આવ્યા છે, જેનાથી ડોઝની કુલ સંખ્યા 1,91,48,94,858 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2,97,242 કોવિડ-19 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
Tags :
CoronaVirusCovid19DeathGujaratFirstNewcasesTotalCaseLoadvaccine
Next Article