Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાંચો, યોગીના મરદમુછાળા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વિશે, જેની ચર્ચા દેશભરમાં છે

તમે આજકાલ ટીવી અને સોશિયલ મીડિયામાં અનોખી મુછોવાળા એક IPS અધિકારીને અવાર નવાર જોયા હશે અને સાંભળ્યા હશે.  આ IPS નું નામ છે પ્રશાંત કુમાર(IPS Prashant Kumar)...IPS પ્રશાંત કુમાર અત્યારે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના એડીજી લો એન્ડ ઓર્ડર છે. પ્રશાંત...
વાંચો  યોગીના મરદમુછાળા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વિશે  જેની ચર્ચા દેશભરમાં છે
તમે આજકાલ ટીવી અને સોશિયલ મીડિયામાં અનોખી મુછોવાળા એક IPS અધિકારીને અવાર નવાર જોયા હશે અને સાંભળ્યા હશે.  આ IPS નું નામ છે પ્રશાંત કુમાર(IPS Prashant Kumar)...IPS પ્રશાંત કુમાર અત્યારે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના એડીજી લો એન્ડ ઓર્ડર છે. પ્રશાંત કુમારની ધાક એટલી છે કે અતિક એહમદ સહિતના ક્રિમિનલ્સ એટલા ડરી ગયા છે કે તેમને એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો છે.  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાઇટ હેન્ડ ગણાતા યુપી પોલીસના આ સિંઘમ અધિકારીની ગણના સુપર કોપ ઓફ ઇન્ડિયા તરીકે થાય છે. આવો જાણીએ આ અહેવાલમાં કે પ્રશાંત કુમાર કોણ છે...
એડીજી પ્રશાંત કુમાર 1990ની બેચના IPS ઓફિસર છે. મુળ તેઓ બિહારના સિવાનના રહેવાસી છે અને તેમણે પોતાની કેરિયર તામિલનાડુ કેડરથી શરુ કરી હતી પણ ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશ કેડરમાં આવી ગયા હતા. તેમણે યુપીની 1994ની બેચના IPS ઓફિસર ડિંપલ વર્મા સાથે લગ્ન કર્યા છે અને ત્યારબાદ તેઓ યુપી કેડરમાં જોડાઇ ગયા હતા અને ત્યારથી લઇ અત્યાર સુધી તેઓ ઉત્તર પ્રદેશ પોલીસના મહત્વના પદ પર રહી ચુક્યા છે.
IPS પ્રશાંત કુમારને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાઇટ હેન્ડ અને સૌથી ભરોસાપાત્ર પોલીસ અધિકારી તરીકે ગણવામાં આવે છે. 2022 પછી તો આખી યુપી પોલીસના પોલીસ કમિશનરો તેમને જ રિપોર્ટ કરે છે.
પશ્ચિમ યુપીને માફિયા અને ગેંગસ્ટરોથી મુક્ત કરાવવાની જવાબદારી તેમને 2017માં સોંપવામાં આવી હતી. 2017માં જ્યારે રાજ્યમાં યોગી આદિત્યનાથની સરકાર બની ત્યારે યોગીએ તેમને પશ્ચિમ ઉત્તર પ્રદેશને અપરાધમુક્ત કરવાની જવાબદારી સોંપી હતી. તેમને મેરઠ જોનના એડીજી તરીકે નિમણૂક કરવામા આવી હતી. પ્રશાંત કુમારની આગેવાનીમાં રાજ્યમાં એન્ડાઉન્ટર્સની વણજાર લાગી ગઇ હતી. એક પછી એક માફિયા અને ગેંગસ્ટર પકડાતા રહ્યા હતા અથવા જો એન્કાઉન્ટરમાં ઠાર થઇ ગયા હતા. તે વખતે રાજ્યમાં સંજીવ જીવા, મુકીમ કાલા સુંદર ભાટી અનિલ દુજાના જેવા ગેંગસ્ટર એક્ટિવ હતા પણ પ્રશાંત કુમારના એડીજી બન્યા બાદ આ તમામ ગેંગસ્ટરોને ખતમ કરી નાંખ્યા હતા.
યુપી પોલીસના આ જાંબાજ ઓફિસરની કાબેલિયત જોઇને 2020માં તેમને યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર બનાવાયા હતા. પ્રશાંત કુમારને આખા રાજ્યની કાયદો વ્યવસ્થા સંભાળવાની ચેલેન્જ સોંપવામાં આવી હતી. તેમના નિશાના પર હવે અતિક એહમદ અને મુખ્તાર અંસારી જેવા મોટા ગેંગસ્ટર હતા. આ સિંઘમ ઓફિસરે આ બંને માફિયાની ક્રાઇમ કુંડળી તૈયાર કરી. ત્યારબાદ માફિયાઓની ગેરકાયદેસરની સંપત્તિ ધ્વસ્ત કરી અને તેમના શાર્પ શૂટર્સના એન્કાઉન્ટર તેમણે શરુ કર્યા હતા અને અત્યાર સુધી તેઓ તેમની આ કડક કાર્યવાહી બખૂબી નિભાવી રહ્યા છે.
પોતાના ખાસ અંદાજની મુછો ધરાવતા એડીજી પ્રશાંત કુમારે એમબીએ કરેલું છે અને એમએસસી અને એમ.ફિલની ડિગ્રી પણ હાંસલ કરેલી છે. પ્રશાંત કુમારને તેમની બહાદુરી માટે ત્રણ વાર રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચન્દ્રક આપવામાં આવ્યા છે.
Advertisement
Advertisement

.