Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે ટ્રમ્પ કરશે આત્મ સમર્પણ, 35 હજાર પોલીસકર્મીઓ તૈનાત

અમેરિકા (America)માં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે રાષ્ટ્રપતિ (President) રહી ચૂકેલા વ્યક્તિ સામે ફોજદારી કેસમાં આરોપો ઘડવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આજે ન્યુયોર્કના મેનહટનમાં કોર્ટમાં હાજર થશે. તેમની ઉપર ફોજદારી કેસ ચાલી રહ્યો છે. 2016ના ચૂંટણી...
આજે ટ્રમ્પ કરશે આત્મ સમર્પણ  35 હજાર પોલીસકર્મીઓ તૈનાત
અમેરિકા (America)માં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે રાષ્ટ્રપતિ (President) રહી ચૂકેલા વ્યક્તિ સામે ફોજદારી કેસમાં આરોપો ઘડવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આજે ન્યુયોર્કના મેનહટનમાં કોર્ટમાં હાજર થશે. તેમની ઉપર ફોજદારી કેસ ચાલી રહ્યો છે. 2016ના ચૂંટણી પ્રચાર દરમિયાન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને $13 મિલિયનની ચૂકવણીના સંબંધમાં આજે તેમના પર આરોપ મૂકવામાં આવનાર છે. આ કેસમાં તેમના પર ધરપકડની તલવાર પણ લટકી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ આત્મસમર્પણ કરશે અને પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમની સામે બે ડઝનથી વધુ ગંભીર આરોપો છે.
35,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
આ મામલાએ અમેરિકામાં હલચલ મચાવી દીધી છે અને ન્યૂયોર્કમાં ટ્રમ્પના સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે ટ્રમ્પ ટાવરથી મેનહટનની કોર્ટ સુધી 35,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિ હાજર થવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેસમાં ગ્રાન્ડ જ્યુરીએ સંમતિ આપી છે કે તેમની સામેના આરોપોને ઔપચારિક સ્વરૂપ આપવું જોઈએ. ભારતીય સમય અનુસાર લગભગ 11:15 વાગ્યે ટ્રમ્પને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમને કોર્ટમાં જણાવવામાં આવશે કે તેમની સામે કયા આરોપો ઘડવામાં આવ્યા છે.
અમેરિકાના ઈતિહાસમાં પ્રથમવાર પૂર્વ રાષ્ટ્રપતિ સામે ઔપચારિક રીતે કાર્યવાહી
અમેરિકાના લાંબા લોકતાંત્રિક ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ સામે ઔપચારિક રીતે કાર્યવાહી કરવામાં આવી હોય. આ રીતે, ટ્રમ્પની રાજકીય કારકિર્દી પર આ એક મોટો ડાઘ છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પ મેનહટન ક્રિમિનલ કોર્ટમાં સરેન્ડર કરશે, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવશે અને ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે અને પછી કોર્ટમાં હાજર થશે. તે કસ્ટડીમાં માત્ર થોડો સમય પસાર કરશે. ટ્રમ્પ સમર્થકો તરફના દેખાવોની આશંકા પણ વહીવટીતંત્રને પરેશાન કરી રહી છે. જેના કારણે મોટા પાયે ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Advertisement

.