Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વઉમિયાધામ જાસપુરમાં સમસ્ત પાટીદાર સમાજના 4000 યુવા શક્તિનું મહામિલન યોજાયું

વિશ્વઉમિયાધામ યુવા સંગઠન આયોજિત યુવા સ્નેહમિલનમાં રાજ્યભરના યુવાનો ઉમટ્યા, સતત 23 દિવસ ચાલેલી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું રંગેચંગે થયું સમાપન સાથે સાથે  સમસ્ત પાટીદાર સમાજ યુવા સ્નેહમિલનમાં વધુ 6 કરોડના દાનની જાહેરાત કરવામાં આવી.4000થી વધારે યુવાનો ઉપસ્થિત રહ્યાવિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ અને સામાજિક શસક્તિકરણના કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ જાસપુર અàª
06:13 PM Feb 12, 2023 IST | Vipul Pandya
વિશ્વઉમિયાધામ યુવા સંગઠન આયોજિત યુવા સ્નેહમિલનમાં રાજ્યભરના યુવાનો ઉમટ્યા, સતત 23 દિવસ ચાલેલી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું રંગેચંગે થયું સમાપન સાથે સાથે  સમસ્ત પાટીદાર સમાજ યુવા સ્નેહમિલનમાં વધુ 6 કરોડના દાનની જાહેરાત કરવામાં આવી.
4000થી વધારે યુવાનો ઉપસ્થિત રહ્યા
વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ અને સામાજિક શસક્તિકરણના કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે યુવા મહાસંમેલનનું આયોજન કરાયું હતું. સમસ્ત પાટીદાર સમાજના યુવા મહાસંમેલનમાં રવિવારે રાજ્યભરના 4000થી વધારે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવા શક્તિના આધ્યાત્મિક અને સામાજિક જોડાણના ઉદ્દેશ્યથી આયોજિત મહાસંમેલનમાં સ્વામિનારાયણ ગુરૂકુળ ઝુંડાલના શાસ્ત્રી સ્વામીશ્રી પુરૂષોતમ ચરણદાસજી અને વિશ્વઉમિયાધામના પ્રણેતા આર.પી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું સમાપન
આ યુવા મહાસંમેલન સાથે જ વિશ્વઉમિયાધામ પરિષરમાં સતત 23 દિવસથી ચાલી રહેલા રમત મહાકુંભ એટલે વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું સમાપન કરાયું હતું. સદર રમત મહાકુંભમાં ક્રિકેટની 128 ટીમ અને વોલીબોલની 200 જેટલી ટીમ અને તે ઉપરાંત અન્ય રમતોની ટીમના 5000 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો.
યુવા મહાસંમેલન
વિશ્વ ઉમિયાધામ - ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા છે. જેના ઉપક્રમે અમદાવાદ મુકામે જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય ગતિપૂર્વક ચાલી રહેલ છે, ત્યારે યુવાવર્ગમાં પણ આધ્યાત્મિક ચેતના ઉજાગર થાય અને તેના થકી યુવા વર્ગ સમાજોત્કર્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય બને તેવા ઉમદા આશયથી સંસ્થાના પ્રણેતા અને પ્રમુખશ્રી આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સંગઠન દ્વારા આ સમસ્ત પાટીદાર સમાજ યુવા મહાસંમેલનનું આયોજન કરાયું હતું.
       
આ મહાસંમેલન પાટીદાર યુવા શક્તિનું મહામિલન છેઃ  આર.પી. પટેલ
આ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે આ સમસ્ત પાટીદાર યુવા મહાસંમેલન પાટીદાર સમાજની યુવા શક્તિનું મહામિલન છે. આજ યુવાનો વિશ્વઉમિયાધામની આધ્યાત્મિક અને સામાજિક જોડાણનું કેન્દ્ર બનશે. વિગતે વાત કરતાં તેમણે કહ્યું વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં રમેલા બેસ્ટ 11 ખેલાડીઓને સંસ્થા નેશનલ ગેમ્સ માટે ટ્રેનિંગ આપશે.
5000 ખેલાડીઓ રમત મહાકુંભમાં ભાગ લઈ સમાજની નવી શક્તિનું નિર્માણ કર્યું
આ પ્રસંગે વાત કરતા વિશ્વઉમિયાધામ યુવાસંગઠનના ઉપપ્રમુખ  હિંમાશુભાઈ પટેલે જણાવ્યું કે આ વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગએ કોઈ માત્ર ક્રિકેટ કે વોલીબોલની મેચ નથી. આ ગુજરાતના સમસ્ત પાટીદાર સમાજના યુવાનોની શક્તિનું મિલન છે. જે આવનાર સમયમાં સમાજ અને રાષ્ટ્ર માટે આધારસ્તંભ બનશે.
આ પણ વાંચો - PM મોદીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વેના પહેલા ફેઝનું કર્યું ઉદ્ધાટન, જાણો એક્સપ્રેસ-વેની ખાસિયતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadGujaratFirstJaspurPatelCommunityPatidarSamajVishwaUmiadham
Next Article