17 વર્ષનું થયું યુટ્યુબ, ડેટિંગ સાઇટના રુપમાં કરી હતી શરુઆત
સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના વર્તમાન સમયમાં યુટ્યુબ એ લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. મેટ્રો સિટીમાં રહેતા લોકોથી માંડીને ખેતરમાં પાણી વાળતા ગામડાના ખેડૂત સુધી કોઇ પણ યુટ્યુબથી અજાણ નથી. સ્માર્ટફોનના આ સમયમાં યુટ્યુબ એ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી પ્રખ્યાત, લોકપ્રિય અને અગ્રણી વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. તેવામાં રાત દિવસ યુટ્યુબનો ઉપયોગ કરતા આપણા બધામાંથી બહà
Advertisement
સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના વર્તમાન સમયમાં યુટ્યુબ એ લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. મેટ્રો સિટીમાં રહેતા લોકોથી માંડીને ખેતરમાં પાણી વાળતા ગામડાના ખેડૂત સુધી કોઇ પણ યુટ્યુબથી અજાણ નથી. સ્માર્ટફોનના આ સમયમાં યુટ્યુબ એ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી પ્રખ્યાત, લોકપ્રિય અને અગ્રણી વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. તેવામાં રાત દિવસ યુટ્યુબનો ઉપયોગ કરતા આપણા બધામાંથી બહુ ઓછા લોકો હશે કે જેમને એ વાતનો ખ્યાલ હશે કે આજે યુટ્યુબનો જન્મ દિવસ છે. આજે યુટ્યુબને 17 વર્ષ પુરા થયા છે.
યુટ્યુબની શરુઆત 14 ફેબ્રુઆરી 2005ના રોજ થઇ હતી. સ્ટીવ ચેન, ચાડ હર્લે અને જાવેદ કરીમ નમાના ત્રણ અમેરિકી યુવાનોએ એક ડેટિંગ સાઇટના રુપમાં યુટ્યુબની શરુઆત કરી હતી. જે આજે દુનિયામાં સૌથી વધારે વિઝિટ કરાતી સાઇટમાં ગૂગલ બાદ બીજા નંબર પર આવે છે. આ વીડિયો પ્લેટફોર્મને ગૂગલે 2006ના વર્ષમાં જ 1.65 અબજ અમેરિકી ડોલરમાં ખરીદી લીધું. ટાઈમ મેગેઝીને વર્ષ 2005માં યુટ્યુબને 'પર્સન ઓફ ધ યર' તરીકે પસંદ કર્યું અને તેને કવર પેજ પર સ્થાન આપ્યું હતું.
જ્યારે યુટ્યુબની શરુઆત કરવામાં આવી ત્યારે તેમના સ્થાપકોને પણ એ વાતનો અંદાજો નહોતો કે યુટ્યુબને આટલી બધી પ્રસિદ્ધિ મળશે. ખાસ વાત તો એ છે કે યુટ્યુબની શરુઆતની પ્રેરણા એક ઓનલાઇન ડેટિંગ પ્લેટફોર્મ પરથી લેવામાં આવી હતી. તેની શરુઆત પણ ડેટિંગ પ્લેટફોર્મના વિચાર સાથે જ કરવામાં આવી હતી. ઘણા લોકો યુટ્યુબ દ્વારા સેલિબ્રિટી બન્યા છે, જેમાં તેમણે બ્લોગિંગ, ગેમિંગ અને કોમેડી દ્વારા પોતાના નામના મેળવી છે. આજે યુટ્યુબ પાસે લગભગ દરેક વિષય પર લાખો સબ્સ્ક્રાઇબર્સ સાથેની સેંકડો ચેનલો છે, જેમાં વર્ષ 2020ની સૌથી વધુ કમાણી કરનારી ચેનલ વાસ્તવમાં Ryan's World તરીકે ઓળખાતી બાળકોના રમકડાની ચેનલ છે.