ખરીદીમાં વ્યસ્ત મહિલાઓના બાળકો ઉપાડી યુવકે ચાલતી પકડી, બજારમાં ખરીદી કરતા સમયે સાચવજો નહીંતર થશે આવું
દિવાળીના( Diwali) પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તેવામા અમદાવાદના બજારોમાં ભીડ જામવાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે પોલીસ દ્વારા પ્રયાસ કરાય છે કે બજારમાં ભીડનો લાભ લઈને ચોર ટોળકી કોઈ પણ ખરીદદારના સામાનની ચોરી ન કરી શકે. તેવામાં કારંજ પોલીસે આ વખતે પોતે નકલી ચોર બનીને લોકોના સામાનની ચોરી કરી લોકોને ખરીદી સમયે પોતાના મોબાઈલ ફોન, પાકિટ અને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવા અપીલ કરી છà«
દિવાળીના( Diwali) પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તેવામા અમદાવાદના બજારોમાં ભીડ જામવાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે પોલીસ દ્વારા પ્રયાસ કરાય છે કે બજારમાં ભીડનો લાભ લઈને ચોર ટોળકી કોઈ પણ ખરીદદારના સામાનની ચોરી ન કરી શકે. તેવામાં કારંજ પોલીસે આ વખતે પોતે નકલી ચોર બનીને લોકોના સામાનની ચોરી કરી લોકોને ખરીદી સમયે પોતાના મોબાઈલ ફોન, પાકિટ અને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવા અપીલ કરી છે.
અમદાવાદનાં લાલદરવાજાથી લઈને કાલુપુર સુધીના બજારમાં ખરીદી માટે ન માત્ર અમદાવાદ પરંતુ આસપાસનાં જિલ્લાઓમાંથી પણ લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. હાલ અમદાવાદનાં બજારમાં ખરીદી માટે ભીડ જામતી જોવા મળી રહી છે. કોરોનાના કારણે બે વર્ષ તહેવારો સારી રીતે ન ઉજવી શકતા લોકો આ વર્ષે હર્ષોલ્લાસ સાથે તહેવારની મજા માણતા નજરે પડી રહ્યા છે. તેવામાં તહેવારોના રંગમાં કોઈ પણ પ્રકારે ભંગ ન થાય તે માટે ખરીદી માટે નિકળતા લોકોને સાવચેત રાખવા પોલીસે ઢાલગરવાડ અને ભદ્ર વિસ્તારમાં પોતે નકલી ચોર બની લોકોના સામાનની ચોરી કરી હતી..ત્યારે લોકો પોતે પણ બેદરકાર હોવાનું સ્પષ્ટ થયુ હતુ.
કારંજ વિસ્તારમાં પોલીસે અલગ અલગ લારી દુકાનો બહાર મોબાઈલ ચોર, પાકિટ ચોરથી સાવધાન રહેવા માટે લોકોને અપીલ કરતા પોસ્ટર લગાવ્યા છે. પરંતુ ખરીદી માટે આવતી મહિલાઓ ખરીદીમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેઓને પોતાના સામાન તો ઠીક પરંતુ બાળકોનું પણ ધ્યાન રહેતુ નથી. પોલીસે જ્યારે લાઈવ ડેમો કર્યું ત્યારે માત્ર 30 મીનીટના સમયગાળામાં 3 બાળકો ઉઠાવી લીધા હતા અને માતાપિતાને બાળક ગુમ થઈ ગયુ હોવાની જાણ જ થઈ ન હતી. અને જ્યારે ખબર પડી ત્યારે બાળક દૂર પહોંચી ચુક્યુ હતુ.
કારંજ પોલીસની મહિલા અને પુરુષની ટીમ દ્વારા લાલદરવાજા, ઢાલગરવાડ વિસ્તારમાં સિવીલ ડ્રેસમાં નિકળી ચોરીનો ડેમો આપ્યો હતો. ખરીદી દરમિયાન મોબાઈલ, પાકીટની ચોરી અટકાવવા પોલીસનો ખાસ પ્રયાસ જોવા મળ્યો છે. ખરીદી માટે આવતી મહિલાઓને ખાસ તકેદારી રાખવા માટે પણ સૂચન કરાયુ હતું. તેવામાં આગામી સમયમાં લાઉડ સ્પીકર લગાડી ચોર ટોળકીથી સાવધાન રહેવાની પણ જાહેરાત કરવાની કામગીરી હાથ ધરાશે.
લાલદરવાજામા દિવાળીનાં એક સપ્તાહ પહેલા દરરોજ થતી ભીડનો લાભ લઈને દરરોજ 4-5 મોબાઈલ અથવા પાકિટ ચોરીના બનાવો સામે આવે છે તેવામાં તહેવાર પહેલા કોઈ પણ વ્યક્તિનીં કિંમતી વસ્તુ ચોરાય તો તહેવારની મજા બગડી જતી હોય છે જેથી પોલીસ પણ લોકોને અપીલ કરે છે કે ખરીદી માટે આવ્યો ત્યારે શક્ય હોય ત્યાં સુધી કિંમતી વસ્તુઓ અને બાળકો ઘરે રાખીને આવે. ત્યારે આ બાબતે લોકોની સજાગતીની પણ એટલી જ જરૂર છે.
Advertisement