Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

18 વર્ષની યુવતી પર યુવકે દુષ્કર્મ ગુજારતા રહી ગયો ગર્ભ, અચાનક ડિલિવરી થતા ફૂટ્યો ભાંડો

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જોકે યુવતી પર દુષ્કર્મ થોડાક મહિના પહેલા ગુજારવામાં આવ્યો હોવાથી તેને ગર્ભ રહી ગયો હતો અને અચાનક જ પેટમાં દુખાવો થતાં યુવતીને ડિલિવરી થતા પરિવારને આ બાબતની જાણ થઈ હતી.રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મહિલાએ આ ઘટના સંદર્ભે ફરિ
18 વર્ષની યુવતી પર યુવકે દુષ્કર્મ ગુજારતા રહી ગયો ગર્ભ  અચાનક ડિલિવરી થતા ફૂટ્યો ભાંડો
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જોકે યુવતી પર દુષ્કર્મ થોડાક મહિના પહેલા ગુજારવામાં આવ્યો હોવાથી તેને ગર્ભ રહી ગયો હતો અને અચાનક જ પેટમાં દુખાવો થતાં યુવતીને ડિલિવરી થતા પરિવારને આ બાબતની જાણ થઈ હતી.
રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મહિલાએ આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલા પરિવાર સાથે કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 18 વર્ષની દીકરી સાથે યુવકે કુકર્મ કરતા દીકરીને ગર્ભ રહી ગયો હતો. ૨૯મી ઓગસ્ટના રોજ ફરિયાદી મહિલા બાળકોને ઘરે મૂકીને મજૂરી કામે બાકરોલ ખાતે ગયા હતા, ત્યારે સાંજના સમયે પાડોશમાં રહેતા વ્યક્તિએ ફોન કરીને તેઓની દીકરીને પેટમાં દુખે છે, તેવું જણાવતા તેઓ ઘરે આવ્યા હતા જોકે રાતના સમયે દીકરીએ પેટમાં વધુ દુખાવો થતો હોવાનું જણાવતા મહિલાની પાડોશમાં રહેતી મહિલાએ યુવતીને બાથરૂમ કરાવવા લઈ ગયા હતા.
થોડીવાર પછી ફરિયાદીની પાડોશમાં રહેતી મહિલાએ બૂમ પાડતા મહિલા તેઓની પાસે ગયા હતા અને જોતા તેઓની 18 વર્ષની દીકરીએ એક ભૃણ બાળકને જન્મ આપ્યો હતો અને તે ત્યાં હતી જે મામલે તેઓએ દીકરીને પૂછતા તેઓ દીકરીએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના વર્ણવી હતી.
યુવતીએ માતાને હકીકત જણાવી હતી કે આજથી પાંચ મહિના પહેલા તે માતા સાથે કડિયાનાકે ગઈ હતી, ત્યારે કિરણ માવી નામના દાહોદના યુવકનો સંપર્ક થયો હતો અને જે બાદ તેઓ ફોનથી એકબીજા સાથે વાતચીત કરતા હતા. થોડાક દિવસો પછી કિરણ માવી યુવતીના ઘર પાસે આવ્યો હતો અને યુવતીને નજીકના આવેલા મેદાનમાં જાડી જાખરામાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા જે બાદ આ બાબતે માતા-પિતાને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તે પ્રકારની ધમકીઓ આપી હતી, જેના કારણે યુવતી ડરી જતા તેણે માતા પિતાને આ ઘટના અંગે જાણ કરી ન હતી.
યુવતીને ડિલિવરી થતા તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલે યુવતીની માતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં કિરણ માવી નામના દાહોદના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આ મામલે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.