Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફેસબૂક ફ્રેન્ડ યુવકનું પરિણીતા સાથે દુષ્કર્મ, બીભત્સ ફોટા વડે બ્લેકમેઇલ કરી, યુવકના મિત્રએ પણ બીભત્સ માગ કરી

અમદાવાદ શહેરમાં એક મહિલાને ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે. મહિલાએ જે યુવક સાથે મિત્રતા કરી તેણે જ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. માત્ર આટલું જ નહીં પરંતુ તે યુવકે મહિલાને બ્લેકમેઇલ પણ કરી હતી. વાત આટલેથી ના અટકતા યુવકના મિત્રએ પણ મહિલાને તેના ફોટા વડે બ્લેકમેઇલ કરી બીભત્સ માંગણી કરવાનું શરૂ કર્યું હતું. જે મામલે મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં બંને ય
04:40 PM May 08, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં એક મહિલાને ફેસબુક પર મિત્રતા કરવી ભારે પડી છે. મહિલાએ જે યુવક સાથે મિત્રતા કરી તેણે જ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. માત્ર આટલું જ નહીં પરંતુ તે યુવકે મહિલાને બ્લેકમેઇલ પણ કરી હતી. વાત આટલેથી ના અટકતા યુવકના મિત્રએ પણ મહિલાને તેના ફોટા વડે બ્લેકમેઇલ કરી બીભત્સ માંગણી કરવાનું શરૂ કર્યું હતું. જે મામલે મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં બંને યુવક વિરુધમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના વાડજ વિસ્તારમાં રહેતી માહિલાને ત્રણ વર્ષ અગાઉ તેની જ સોસાયટીના પાર્થ પંચાલ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ પાર્થ મહિલાનો પીછો કરતો હતો અને તેને મળવાનું કહેતો હતો. જો કે મહિલા ત્યારે મળવાનું ટાળતી હતી. જેથી પાર્થે મહિલા સાથેનો પોતાનો ફોટો હતો તેના વડે બ્લેકમેઇલ કરવાનું શરુ કર્યુ. બ્લેકમેઇલ કરીને પાર્થ મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવતો હતો. ગેસ્ટ હાઉસમાં તેણે મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેના પણ ફોટા લઈ લીધા. જે ફોટોની મદદથી ફરી બ્લેકમેઇલ કરીને ગાંધીનગરના ગેસ્ટ હાઉસમાં પણ દુષ્કર્મ કર્યું હતું. યુવકે બ્લેકમેઇલ કરીને અનેક વખત દુષ્કર્મ કર્યું હતું. બાદમાં મહિલાના બીભત્સ ફોટાની માગણી પણ કરી હતી. પાર્થ પોતાની પત્નીના બીભત્સ ફોટા મોકલીને તે પ્રકારના ફોટા મોકલવાની માગણી કરી હતી જે મહિલાએ બદનામીના ડરે મોકલ્યા પણ હતા.
પાર્થના અન્ય મિત્ર કિશન ચૌહાણે પણ મહિલાને તેના બીભત્સ ફોટા બતાવ્યા હતા અને મહિલા પાસે બીભત્સ માગણી કરી હતી. આમ પાર્થ બાદ કિશન પણ મહિલાને ત્રાસ આપીને બીભત્સ માગણી કરી રહ્યો હતો. પાર્થ અને કિશનથી કંટાળીને મહિલાએ આ મામલે પોતાના પતિને જાણ કરી હતી. ત્યારે પતિએ હિંમત આપતા મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તથા છેડતી સહિતની કલમો લગાવી બંને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
Tags :
AhmedabadblackmailingfacebookfriendrapedGujaratFirstRapeઅમદાવાદગુજરાતનાસમાચારગુજરાતસમાચારદુષ્કર્મફેસબૂકફ્રેન્ડ
Next Article