Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શાકભાજી લઈને ઘરે આવેલી પરિણીતાએ બેડરૂમમાં શું જોયું ?

અમદાવાદ (Ahmedabad)માં પતિ પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. બાપુનગર (Bapunagar)માં રહેતી યુવતીના પતિને પાડોશી યુવતી સાથે પ્રેમસંબંધ (love Affair) બંધાતા તેણે દારૂ પી ને પત્નીને માર મારવાનું શરુ કર્યું હતું. પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ (Police) મથકે પહોંચ્યો છે.મહિલાના બીજા લગ્ન થયા હતાબાપુનગર વિસ્તારમાં રહેતી 43 વર્ષીય સંજના (નામ બદલ્યું છે) ના બીજા લગ્ન 2017માં વસ્ત્રાપુરના હેતàª
02:35 PM Nov 04, 2022 IST | Vipul Pandya
અમદાવાદ (Ahmedabad)માં પતિ પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. બાપુનગર (Bapunagar)માં રહેતી યુવતીના પતિને પાડોશી યુવતી સાથે પ્રેમસંબંધ (love Affair) બંધાતા તેણે દારૂ પી ને પત્નીને માર મારવાનું શરુ કર્યું હતું. પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ (Police) મથકે પહોંચ્યો છે.
મહિલાના બીજા લગ્ન થયા હતા
બાપુનગર વિસ્તારમાં રહેતી 43 વર્ષીય સંજના (નામ બદલ્યું છે) ના બીજા લગ્ન 2017માં વસ્ત્રાપુરના હેતલ પંચાલ નામના યુવક સાથે આર્ય સમાજમાં થયા હતા. લગ્ન બાદ સંજના સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના 6 માસ સુધી પતિ અને સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. સંજના તેના પ્રથમ પતિ સાથેના લગ્ન જીવનમાં જન્મેલા 22 વર્ષીય દિકરાને લઈને પીયરમાં ગઈ હતી. 4 દિવસ રોકાયા બાદ તે સાસરીમાં પરત ફરતા પતિના વર્તનમાં ફેરફાર જોવા મળ્યો હતો. પતિ સંજના સાથે સરખી રીતે વાત કરતો  ન હતો. પાડોશમાં રહેતી દેવાંશી નામની યુવતી અવારનવાર પરિણાતાના ઘરે આવતી અને પતિને જમવાનુ બનાવી આપતી હતી. જેથી સંજનાએ સાસુને આ મામલે વાત કરતા સાસુએ સંજનાનો પતિ દેવાંશીને બહેન માને છે તેવુ જણાવ્યુ હતુ..
ઘરમાં બેડરૂમમાં પતિ અને પાડોશી યુવતી જોઈ
એક દિવસ સંજના સાસુ સાથે શાકભાજી લેવા બહાર ગઈ હતી અને જ્યાંથી પરત આવતા ઘરમાં તેના બેડરૂમમાં પતિ હેતલ અને દેવાંશી એક સાથે બેઠેલા જોવા મળતા તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ મામલે તેણે પતિને વાત કરતા પતિએ ઝધડો કરી દારૂ પીને તેની સાથે મારઝૂડ કરી હતી. જે બાદ વારંવાર સંજનાનો પતિ તેની સાથે ઝધડો કરવાના કારણો શોધીને  તેને શારિરીક માનસિક ત્રાસ આપતો હતો. તેણે  આ બાબતે સાસુને વાત કરતા તેણે પણ દિકરાનો પક્ષ લીધો હતો.  સસરાએ પણ  આખી જીંદગી દારૂ પીધો છે અને દિકરો પણ દારૂ પીશે, તને પોસાય તો રહેવાનું નહીતર જતુ રહેવાનુ તેમ જણાવી ગંદી ગાળો આપતા હતા.

નણંદ, નણંદોઈ મેણાટોણા મારી કરતા અપમાન
સંજનાના નણંદ અવારનવાર ઘરે આવીને મેણા ટોણા મારતા અને કહેતા કે તારા રૂપરંગમાં કોઈ ઠેકાણાં તો છે નહી અને મારો ભાઈ તો હીરો છે. તેની અગાઉની બે પત્નીઓ તો હીરોઈન જેવી હતી. મારા ભાઈએ તારા સાથે કેમ લગ્ન કર્યા એ સમજાતુ નથી. તેમજ સંજનાના નણંદોઈ સાળા માટે તો હું બીજી દેખાવડી છોકરી જોઈ રહ્યો છું. તારી સાથે તો છુટુ કરાવી દેવાનુ છે તેવુ કહીને અપમાનીત કરતા હતા.  સંજનાનો પતિ હેતલ મોદીકેર કંપનીમાં બિઝનેસ કરતો હોવાથી જ્યારે પણ મીટીંગમાં હોય ત્યારે સંજના પાસે 25 માણસનું જમવાનું બનાવડાવતો અને કહેતો કે તને કામ કરવા માટે જ લાવ્યા છે.

એનીવર્સરીને પતિ મનહુસ દિવસ કહેતો
પાડોશી યુવતી દેવાંશી ઘરમાં આવે ત્યારે તેની હાજરીમાં પતિ સંજનાને કહેતો કે મારી બુધ્ધી ભ્રષ્ટ થઈ ગઈ કે મેં તારી સાથે લગ્ન કર્યા. મારી પથારી બહાર જ કરજે, હું તારી સાથે બેડરૂમમાં સુવાનો નથી. સંજનાએ પતિ હેતલને પ્રથમ એનીવર્સરી યાદ કરાવતા તેણે તે મનહુસ દિવસ છે એમ કહી અપમાનીત કરી હતી..અંતે સંજનાએ દેવાંશીને પોતાનુ ઘર કેમ ભાંગે છે તેમ પુછતા તેણે જણાવ્યુ હતુ કે તું તો આજકાલની આવેલી છે, મારે તારા પતિ સાથે પહેલાથી સંબંધ છે.

ફોનમાં પતિના પાડોશી યુવતી સાથે મળ્યા ગંદા મેસેજ
બે વર્ષ પહેલા સંજનાના હાથમાં પતિ હેતલનો ફોન આવતા તેણે ફોનમાં જોતા પતિના દેવાંશી સાથેના ગંદા વ્હોટ્સએપ મેસેજ મળ્યા હતા. જે બાબતે પતિને વાત કરતા તેણે આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સંજનાના પતિ ESI માં ક્લાસ 1 ઓફિસર હોવાથી નિવૃત થતા સંજનાના પતિએ તેમની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે પૈસા સંજના ન લાવતા પતિએ તેને ઘરમાંથી કાઢી મુકી હતી..

પાડોશી સાથે સંબંધ હોવાની જાણ થતા પતિએ કાઢી મુકી
21/03/2021 ના રોજ સંજનાના પિતાનું અવસાન થતા પરિવારના સભ્યોએ પતિને સમજાવતા તેણે સંજનાને સારી રીતે રાખવાનું તેમજ દેવાંશી સાથે સંબંધ નહી રાખે તેવી બાહેંધરી આપી હતી. જેથી સંજના સાસરીમાં ગઈ હતી. ત્યાર બાદ 10/05/2022 ના રોજ પતિ હેતલના દેવાંશી સાથે સંબંધ ચાલુ જ હોવાની જાણ થતા સાસુ સસરાને જાણ કરતા તેઓએ દિકરાનું ઉપરાણું લઈને ગંદી ગાળો આપી હતી અને પતિ હેતલે માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી. સંજનાએ અંતે આ મામલે મહિલા પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ-સસરા, નણંદ-નણંદોઈ અને પાડોશી યુવતી સહિત 7 લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો--ચૂંટણી પહેલા રાજકોટ AAPમાં મોટા ભંગાણની શક્યતા, બે મોટા નેતા થયા નિષ્ક્રિય
Tags :
AhmedabadGujaratFirstloveAffairpolice
Next Article