Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં રિલાયન્સના પેટ્રોલ પંપ પર પેટ્રોલનું વેચાણ કેમ કરાયું બંધ?

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. જોકે, આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, ગુજરાતમાં આવેલા રિલાયન્સના લગભગ 160 જેટલા પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું વેચાણ બંધી કરી દેવામાં આવ્યું છે. જેની પાછળનું કારણ ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી કોઇ વધારો ન થયો હોય પરંàª
રાજ્યમાં રિલાયન્સના પેટ્રોલ પંપ પર પેટ્રોલનું વેચાણ કેમ કરાયું બંધ
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. જોકે, આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, ગુજરાતમાં આવેલા રિલાયન્સના લગભગ 160 જેટલા પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું વેચાણ બંધી કરી દેવામાં આવ્યું છે. જેની પાછળનું કારણ ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 
ભલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી કોઇ વધારો ન થયો હોય પરંતુ જે ભાવ હાલમાં પેટ્રોલ અને ડીઝલનો છે તે પણ ઓછો નથી. લગભગ દેશના મોટાભાગના રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયા લિટર મળી રહ્યું છે. વળી કહેવાય છે કે, આ વધારો ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થવાના કારણે છે. જેની અસર હવે રાજ્યના રિલાયન્સના પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. અહીં લગભગ 160 જેટલા પેટ્રોલ પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, રવિવારે અમદાવાદ શહેરમાં રિલાયન્સના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવવા ગયેલા લોકોને તેમના વાહનોમાં પેટ્રોલ ભરી આપવામાં આવતું નહોતું. અને જ્યા પુરી આપવામાં આવતું હતુ ત્યા ટૂ-વ્હીલરમાં એક લિટર તો ફોર વ્હીલરમાં 500 રૂપિયાનું પેટ્રોલ પૂરી આપવામાં આવતું હતું. સુત્રોની માનીએ તો આ વધતા ભાવોની આડઅસર છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં રિલાયન્સના પેટ્રોલ પંપ પર જે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ વધારાની અસર જોવા મળી રહી છે, તે આવનારા સમયમાં અન્ય પેટ્રોલ પંપને પણ થઇ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં લગભગ 4 હજાર સરકારી કંપનીના પેટ્રોલ પંપ છે, જેને હાલમાં કોઇ ખાસ અસર થઇ રહી હોય તેવું લાગી રહ્યું નથી. મહત્વનું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયા બાદ સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી રહી છે. તો બીજી તરફ ઘણા લોકો એવા પણ છે કે જેમણે ઈલેક્ટ્રિક વાહનો તરફ જવું પસંદ કર્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.