Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટૂર્નામેન્ટમાં કોનો રહ્યો દબદબો, કયા ખેલાડીને મળ્યો કયો એવોર્ડ, જાણો સંપૂર્ણ યાદી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝન રવિવારે પૂર્ણ થઇ ગઇ છે. ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ (GT) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) સામે 7 વિકેટથી જીત નોંધાવીને તેમનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું. ગુજરાત ટાઈટન્સે તેમની પ્રથમ સિઝનમાં જ ટૂર્નામેન્ટ પૂર્વેની તમામ આગાહીઓને ફગાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીતીને ચૌંકાવી દીધા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝન à
11:14 AM May 30, 2022 IST | Vipul Pandya
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝન રવિવારે પૂર્ણ થઇ ગઇ છે. ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ (GT) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) સામે 7 વિકેટથી જીત નોંધાવીને તેમનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું. ગુજરાત ટાઈટન્સે તેમની પ્રથમ સિઝનમાં જ ટૂર્નામેન્ટ પૂર્વેની તમામ આગાહીઓને ફગાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીતીને ચૌંકાવી દીધા હતા. 
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝન હવે પૂરી થઈ ગઈ છે અને ગુજરાત ટાઈટન્સે તેમની પ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીતવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. વળી, ભૂતપૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ, જે 2008 પછી પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ તેઓ તેમના બીજા ટાઇટલથી દૂર જ રહી ગયા હતા. આ સિઝનમાં ઘણા યુવા અને કેટલાક અનુભવી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે ઘણાની કારકિર્દીને આ સિઝનમાં નવી ઉર્જા મળી હતી. IPL 2022 માં, જ્યાં ઓરેન્જ કેપ રાજસ્થાન રોયલ્સના ઇંગ્લિશ ક્રિકેટર જોસ બટલરે 863 રન બનાવીને પોતાના નામે કરી હતી. આ સાથે જ પર્પલ કેપ પણ રાજસ્થાન રોયલ્સના નામે રહી. ટીમનો સ્પિનનો જાદુગર યુઝવેન્દ્ર ચહલ 27 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. આ સિવાય પણ ઘણા એવા એવોર્ડ હતા જે અલગ-અલગ ખેલાડીઓએ કબજે કર્યા હતા. હવે આ સિઝનમાં કયા ખેલાડીએ એવોર્ડ જીત્યો તે જોવા માટે એક પછી એક નજર કરીએ.
કોને કયો એવોર્ડ મળ્યો?
ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ - હાર્દિક પંડ્યા
ઈમર્જિંગ પ્લેયર - ઉમરાન મલિક
સિઝનમાં સૌથી વધુ સિક્સર - જોસ બટલર
સિઝનનો સુપર સ્ટ્રાઈકર - દિનેશ કાર્તિક (ટાટા પંચ કાર)
ડ્રીમ 11 ગેમ ચેન્જર ઓફ ધ સિઝન - જોસ બટલર
પાવર પ્લેયર ઓફ ધ સીઝન - જોસ બટલર
સિઝનનો સૌથી ઝડપી બોલ - લોકી ફર્ગ્યુસન (157.3 KM/HR)
સિઝનમાં સૌથી વધુ ચોક્કા - જોસ બટલર
પર્પલ કેપ - યુઝવેન્દ્ર ચહલ
ઓરેન્જ કેપ - જોસ બટલર
સિઝનનો પરફેક્ટ કેચ - એવિન લેવિસ
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન - જોસ બટલર
સંજુ સેમસન- રાજસ્થાનના કેપ્ટનને રનર અપ ટ્રોફી મળી અને તેની સાથે ટીમને ઈનામ તરીકે 12.5 કરોડની રકમ મળી. 
જોસ બટલરને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ મળ્યો (₹10 લાખ)
બેસ્ટ કેચ - એવિન લુઈસ (LSG) (કોલકાતા નાઈટ રાઈડર્સની મેચમાં સારો કેચ પકડનાર લુઈસે લીગ સ્ટેજમાં જ આ ટીમની સફર રોકી દીધી) તેના આ કેચને કેટ ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. આ માટે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું.
પર્પલ કેપ- યુઝવેન્દ્ર ચહલ (RR) આ લેગ-સ્પિનરે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 27 વિકેટ લીધી હતી. તેને પર્પલ કેપના ખિતાબ સાથે 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું.
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન – ઉમરાન મલિક (SRH) – ₹ 10 લાખ
સિઝનમાં સૌથી વધુ સિક્સર - જોસ બટલર - ₹ 10 લાખ
સુપર સ્ટ્રાઈક ઓફ ધ સિઝન - દિનેશ કાર્તિક - ટાટા પંચ કાર
ગેમચેન્જર ઓફ ધ સિઝન - જોસ બટલર - ₹ 10 લાખ
ફેરપ્લે એવોર્ડ - ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ
પાવર પ્લેયર ઓફ સિઝન - જોસ બટલર - ₹ 10 લાખ
સિઝનનો સૌથી ઝડપી બોલ - લોકી ફર્ગ્યુસન (GT - 157.3 km/h) - ₹ 10 લાખ
સિઝનમાં સૌથી વધુ ચોક્કા - જોસ બટલર - ₹ 10 લાખ
ઓરેન્જ કેપ - જોસ બટલર - ₹ 10 લાખ.
આ પણ વાંચો - ગુજરાત ટાઈટન્સની ટીમ આજે અમદાવાદમાં આ રૂટ પર કરશે રોડ શો
Tags :
AhmedabadawardCricketGTvsRRGujaratGujaratFirstGujaratTitansIPLIPL15IPL2022IPLfinalPlayerRajasthanRoyalsSports
Next Article