VS Hospital Scam : કોંગ્રેસનાં કોર્પોરેટરનાં આરોપો બાદ સુપરિન્ટેન્ડેન્ટની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
- અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનિક ટ્રાયલ મુદ્દે વિવાદ (VS Hospital Scam)
- VS હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટે પોતાનાં પરનાં આરોપ ફગાવ્યાં
- હું નિર્દોષ છું, ક્લિનિકલ ટ્રાયલમાં મારી કોઇ સંડોવણી નથી : ડૉ. પારુલ શાહ
- કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રી કેસરીએ લગાવ્યો સૌથી મોટો આક્ષેપ
- સુપરિન્ટેન્ડેન્ટ અને પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટની સંડોવણી હોવાનો દાવો
- 8 ડોક્ટર સસ્પેન્ડ કરાયા છે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
VS Hospital Scam : અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનિક ટ્રાયલ (Clinical Trials on Patients) વિવાદ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. VS હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટે પોતાની સામે થયેલા આરોપોને ફગાવ્યા છે. ડૉ. પારુલ શાહે કહ્યું કે, હું નિર્દોષ છું, ક્લિનિકલ ટ્રાયલમાં મારી કોઇ સંડોવણી નથી. મને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. જ્યારે, આ પહેલા કોંગ્રેસનાં (Congress) કોર્પોરેટરે VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણનાં મોત અને 500 થી વધુ દર્દીઓ પર ટ્રાયલ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો અને સુપરિન્ટેન્ડેન્ટ અને પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટની સંડોવણી હોવા સહિત અને ગંભીર આરોપ કર્યા હતા.
મને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે : ડૉ.પારુલ શાહ
અમદાવાદની (Ahmedabad) જૂની અને જાણીતી વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચનાં નામે મસમોટા કૌભાંડનો (VS Hospital Scam) પર્દાફાશ થયો છે, જેમાં સુપરિન્ટેન્ડેન્ટ અને પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટની સંડોવણી હોવાનો દાવો કરાયો છે. ત્યારે આ મામલે VS હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટની પ્રતિક્રિયા સામે આવી છે. સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.પારુલ શાહે (Dr. Parul Shah) પોતાની સામે થયેલા તમામ આરોપોને ફગાવ્યા છે. તેમણે કહ્યું કે, હું નિર્દોષ છું, ક્લિનિકલ ટ્રાયલમાં મારી કોઇ સંડોવણી નથી. અગાઉથી પ્રક્રિયા ચાલતી હોવાનું કહીને મારી સહી કરાવી હતી. રૂપિયા એકાઉન્ટમાં આવી ગયા હોવાથી મારે સહી કરવી પડી હતી. તેમણે કહ્યું કે, ડિસેમ્બર 2024 થી આ કેસમાં તપાસ ચાલી રહી છે. મને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો - VS Hospital : AMC ની સ્પષ્ટતા, NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા
VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ મામલે કોંગ્રેસ કોર્પોરેટરનાં ગંભીર આરોપ
જણાવી દઈએ કે આ મામલે અગાઉ કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રી કેસરીએ (Rajshree Kesari) VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ લોકોનાં મોત થયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે 500 થી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials on Patients) થયા હોવાનો આરોપ પણ કર્યો હતો. ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલે MoU કર્યા હોવાનો પણ કોર્પોરેટરે દાવો કર્યો હતો. સાથે જ MoU માં VS હોસ્પિટલનાં ડીન પારૂલ શાહની (Parul Shah) સહી હોવાનો, NHL કોલેજનાં ડીને દેવાંગ રાણાને (Devang Rana) ક્લિનિકલ રિસર્ચ માટે નિમણૂક કર્યા હોવાનો અને આ કૌભાંડમાં સુપરિન્ટેન્ડેન્ટ અને પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટની સંડોવણી હોવાનો દાવો પણ કર્યો હતો. મેયર અને મ્યુનિ. કમિશનરની જાણ બહાર જ ક્લિનિકલ ટ્રાયલ કરાયું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ કોર્પોરેટરે એથિકલ કમિટીનાં સભ્યો સામે પણ તપાસ થાય તેવી માગ કરી છે.
આ પણ વાંચો - Ahmedabad: ખનન માફિયા બેફામ, સાબરમતી નદીમાં બનાવ્યો Illegal Bridge
ફાર્માકોલોજિસ્ટ એક્સપર્ટને પણ સસ્પેન્ડ કરાયા છે : આરોગ્યમંત્રી
જણાવી દઈએ કે, વી.એસ હોસ્પિટલમાં ક્લિનિક રિસર્ચ ટ્રાયલનાં નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ થતા અને વિવાદ વકરતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) પણ ગઈકાલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, આ મામલો સામે આવતા જવાબદાર 8 ડોક્ટર્સને સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ફાર્માકોલોજિસ્ટ એક્સપર્ટને પણ સસ્પેન્ડ કરાયા છે. એક જ ટેસ્ટનાં લાખો રૂપિયા ડોક્ટર અને રિસર્ચર પરિવાર વચ્ચે વેચાયા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા છે તેની હવે તપાસ થશે. ડિટેઇલ તપાસ ચાલુ છે, રિપોર્ટ બાદ વધુ પગલાં લેવાશે. હાલ સસ્પેન્શન સુધીની પ્રાથમિક કાર્યવાહી કરાઈ છે.
આ પણ વાંચો - Sanand : ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાનાં 108 કુંડીનાં મહાયજ્ઞનું આયોજન, વાંચો વિગત