VS Hospital : AMC ની સ્પષ્ટતા, NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા
- અમદાવાદની VS Hospital માં મોટા કૌભાંડનો પર્દાફાશ!
- વીએસ હોસ્પિટલનાં કૌભાંડ મામલે અમદાવાદ મનપાની સ્પષ્ટતા
- 'કમિશનરને ફરિયાદ મળી હતી, એક કમિટીની રચના કરવામાં આવી'
- કૌભાંડ મુદ્દે NHL મેડિકલ કોલેજનાં ડીન ચેરી શાહ અને પ્રો. સુપ્રિયા મલ્હોત્રાનું નિવેદન
Ahmedabad : વીએસ હોસ્પિટલમાં (VS Hospital) ક્લિનિકલ રિસર્ચનાં નામે મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. હોસ્પિટલનાં પૂર્વ ડીન ડૉ. મનિષ પટેલે (Dr. Manish Patel) નિયમોની ઐસીતૈસી કરીને દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કર્યા હોવાનો આરોપ થયો છે. મંજૂરી વિના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કરીને કરોડો રૂપિયા રળ્યા હોવાનો પણ આક્ષેપ છે. આ કૌભાંડ મામલે અમદાવાદ મનપાની (AMC) સ્પષ્ટતા અને NHL મેડિકલ કોલેજની ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા સામે આવી છે.
આ પણ વાંચો - Illegal Mining in Sabarmati : Gujarat First નાં અહેવાલનાં પડઘા પાટનગર સુધી પડ્યા, દોડતા થયાં અધિકારીઓ!
મંજૂરી વિના દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કર્યા હોવાનો પૂર્વ ડીન પર આરોપ
અમદાવાદની વીએસ હોસ્પિટલનાં (VS Hospital) પૂર્વ ડીન ડૉ. મનિષ પટેલે મંજૂરી વિના નિયમોને નેવે મૂકીને દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરીને કરોડો રૂપિયા રળ્યા હોવાનો આરોપ થયો છે. આ મામલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) એ સ્પષ્ટતા કરી છે. વીએસ હોસ્પિટલનાં DYMC ભરત પરમારે નિવેદન આપતા કહ્યું કે, આ મામલે કમિશનરને ફરિયાદ મળી હતી. જે બાદ તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. એથિકલ કમિટીની (Ethical Committee) રચના કરવામાં આવ્યા બાદ તપાસ કરાઈ હતી. પ્રથમ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. તપાસમાં જે લોકોની ભૂમિકા હતી એ તમામને સસ્પેન્ડ કરાયા છે. તેમણે કહ્યું કે, સમગ્ર કૌભાંડમાં હજું પણ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો - 108 Emergency Service: માર્ચ 2025 સુધી અટેન્ડ કર્યા 1.75 કરોડ ઈમરજન્સી કોલ્સ, અણમોલ જીવ બચાવવા અડીખમ
NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રો. ની પ્રતિક્રિયા
બીજી તરફ આ કૌભાંડ મુદ્દે NHL મેડિકલ કોલેજનાં ફાર્મોકોલોજી વિભાગનાં હેડ અને પ્રો. સુપ્રિયા મલ્હોત્રાની (Prof. Supriya Malhotra) પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ તબીબોને આ માટે અપીલ કરે છે. અપીલ બાદ એથિકલ કમિટીને જણાવવામાં આવે છે. એથિકલ કમિટી જાણ કરે છે તે બાદ દર્દી પર એક્સપેરિમેન્ટ કરાય છે. એક્સપેરિમેન્ટ માટે દર્દીની સહમતી લેવામાં આવતી હોય છે. જ્યારે, કોલેજનાં ડીન ચેરી શાહે (Cheri Shah) જણાવ્યું કે, તપાસમાં 57 થી 58 કંપનીઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કરી હોવાની માહિતી સામે આવી છે. દરેક ડોક્ટરો પાસેથી માહિતી પણ મગાવવામાં આવી છે કે કેટલા ટ્રાયલ થયા છે ? VS હોસ્પિટલમાં (VS Hospital) એથિકલ કમિટી હતી જ નહીં. એથિક્સ કમિટીમાં રિપોર્ટ આવ્યો છે કે ડોક્ટરોએ કરેલા ક્લિનિકલ ટ્રાયલમાં સરકારી વસ્તુઓની ઉપયોગ કરાયો છે. અલગ-અલગ વેક્સિન, સ્કિન વગેરેની દવાઓનાં ટ્રાયલ કરવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે, તપાસ હજું અધૂરી છે. વધુ તપાસ કરવામાં આવશે અને તે બાદ આ 9 લોકો સામે કાર્યવાહી પણ થઇ શકે છે.
આ પણ વાંચો - VADODARA : માધવ કાઠીયાવાડી રેસ્ટોરેન્ટમાંથી 5 બાળ શ્રમિકો મુક્ત કરાવાયા