ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

VS Clinical Trial Scam : કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરી મ્યુનિ. કમિશનરને કૌભાંડનાં આપશે પુરાવા!

હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ ક્યારથી શરૂ થયા ડોક્ટર દેવાંગ રાણાના એકાઉન્ટમાં અને VS હોસ્પિટલ ટ્રસ્ટનાં એકાઉન્ટમાં કેટલાક રૂપિયા જમા થયા સહિતનાં પુરાવા આપશે.
04:33 PM Apr 22, 2025 IST | Vipul Sen
હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ ક્યારથી શરૂ થયા ડોક્ટર દેવાંગ રાણાના એકાઉન્ટમાં અને VS હોસ્પિટલ ટ્રસ્ટનાં એકાઉન્ટમાં કેટલાક રૂપિયા જમા થયા સહિતનાં પુરાવા આપશે.
featuredImage featuredImage
VS_Gujarat_first
  1. અમદાવાદ VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલો (VS Clinical Trial Scam)
  2. સમગ્ર મામલે કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરી મ્યુન્સિપલ કમિશનરને મળશે
  3. કમિશનર બંછાનીધી પાનીને મળી રાજશ્રી કેસરી આપશે પુરાવા
  4. ડો. દેવાંગ રાણાએ સસ્પેન્શન અંગે AMC MET ને લેખિતમાં કરી જાણ
  5. મેં કોઇપણ પ્રકારની ગેરરીતિ આચરી નથી: ડોક્ટર દેવાંગ રાણા

અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ (VS Clinical Trial Scam) મામલે કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીએ અગાઉ ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસ કોર્પોરેટર (Congress Corporator) આ મામલાને લઈ મ્યુન્સિપલ કમિશનરને મળશે અને પુરાવા આપશે. હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ ક્યારથી શરૂ થયા ડોક્ટર દેવાંગ રાણાના એકાઉન્ટમાં અને VS હોસ્પિટલ ટ્રસ્ટનાં એકાઉન્ટમાં કેટલાક રૂપિયા જમા થયા સહિતનાં પુરાવા આપશે. બીજી તરફ ડો. દેવાંગ રાણાએ સસ્પેન્શન અંગે AMC MET ને લેખિતમાં જાણ કરી છે અને પોતે નિર્દોષ હોવાની વાત કહી છે.

આ પણ વાંચો  -VS Hospital Scam : કોંગ્રેસનાં કોર્પોરેટરનાં આરોપો બાદ સુપરિન્ટેન્ડેન્ટની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

સમગ્ર મામલે કોંગ્રેસ કોર્પોરેટર મ્યુન્સિપલ કમિશનરને મળશે

અમદાવાદની વર્ષો જૂની વીએસ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલમાં થતાં હ્યુમન ક્લિનિકલ ટ્રાયલમાં મસમોટા કૌભાંડનો (VS Clinical Trial Scam) પર્દાફાશ થયો છે. કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીએ (Rajshree Kesari) હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ લોકોના મોત થયા હોવાનો અને 500 થી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials on Patients) થયા હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે, હોસ્પિટલ તંત્ર દ્વારા આરોપોને ફગાવાયા છે અને તપાસ ચાલુ છે તેવું રટણ કર્યું છે. ત્યારે હવે, કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરી આ મામલે પુરાવા રજૂ કરવા માટે મ્યુન્સિપલ કમિશનર બંછાનીધી પાનીને મળશે.

આ સવાલોનાં જવાબ માટે રજૂ કરશે પુરાવા

માહિતી અનુસાર, રાજશ્રી કેસરી (Rajshree Kesari) મ્યુન્સિપલ કમિશનરને મળી હોસ્પિટલમાં ટ્રાયલ ક્યારથી શરૂ થયા તેને લઇ પુરાવા આપશે. સાથે જ ડોકટર દેવાંગ રાણાના એકાઉન્ટમાં અને VS હોસ્પિટલ ટ્રસ્ટનાં (VS Hospital Trust) એકાઉન્ટમાં કેટલા નાણા જમા થયા? તેના પુરાવા આપશે. ઉપરાંત, ક્લિનિકલ ટ્રાયલમાં નાણાની SOP નું પાલન થયું છે કે નહીં? ક્લિનિકલ ટ્રાયલ બાદ કોના મૃત્યુ થયા સહિતનાં તમામ પુરાવાઓ રજૂ કરશે.

આ પણ વાંચો  -VS Hospital Scam : આખરે શું છે 'ક્લિનિકલ ટ્રાયલ' ? જેને લઈને વકર્યો છે વિવાદ! વાંચો અહેવાલ

દેવાંગ રાણાએ સસ્પેન્શન અંગે AMC MET ને લેખિતમાં રજૂઆત કરી

જણાવી દઈએ કે, આ મામલે ડોક્ટર દેવાંગ રાણાએ (Dr. Devang Rana) સસ્પેન્શન અંગે AMC MET ને લેખિતમાં જાણ કરી છે અને પોતે નિર્દોષ હોવાની વાત કહી છે. તેમણે લેખિતમાં રજૂઆત કરતા લખ્યું કે, મેં કોઇપણ પ્રકારની ગેરરીતિ આચરી નથી. કોઇપણ પ્રકારની ગંભીર બેદરકારી નથી કરી. મ્યુનિસિપલ કમિશનર અને NHL મેડિકલ કોલેજના ડીનનાં આદેશથી મને વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ હેડ બનાવ્યો હતો. VS હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટની મંજૂરીથી કામગીરી કરી હતી. એગ્રિમેન્ટ મુજબ જ ક્લિનિકલ ટ્રાયલ થયા છે કે નહીં... તે મારે જોવાનું હતું. નાણાકીય વ્યવહારોની કામગીરી કે જવાબદારી મારી નથી. AMC એ મારી પાસેથી કોઇ પૂરાવા પણ માગ્યા નથી. તમામ પૂરાવા 17 માર્ચ અને 18 માર્ચે સુપરિન્ટેન્ડેન્ટને આપ્યા હતા.

તમામ ટ્રાયલની જાણ સુપરિન્ટેન્ડેન્ટને પણ છે : દેવાંગ રાણા

દેવાંગ રાણાએ આગળ લખ્યું કે, આજ સુધી થયેલા તમામ ટ્રાયલની વિગત આપી છે. DCGI ના નિયમ મુજબ તમામ ટ્રાયલ થયેલા છે. તમામ ટ્રાયલની જાણ સુપરિન્ટેન્ડેન્ટને પણ છે. સાઇટ મેનેજિંગ ઓફિસરે રકમની માહિતી આપી હતી. મારા સગા સંબંધીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની વાત ખોટી છે. આ સાથે આ બાબતે ઉપરી અધિકારી તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો પણ દેવાંગ રાણાએ આરોપ કર્યો છે. 22 જાન્યુઆરી 2025 નાં રોજ દેવાંગ રાણાએ (Dr. Devang Rana) માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો  -Gujarat Government દ્વારા બનાવાયેલ UCC ને હાઈકોર્ટમાં પડકરાવામાં આવી, નવી કમિટી રચવા માગ

Tags :
AhmedabadAMCAMC METClinical Trials on PatientsDr. Devang RanaGUJARAT FIRST NEWSNHL Medical CollegePharmaceutical CompaniesRajshree KesariTop Gujarati NewVS Clinical Trial ScamVS Hospital Clinical Trial ScamVS Hospital ScamVS Hospital TrustWhat is a Clinical Trial