Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વટવા GIDCમાં રાંધણ ગેસને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને વેચવાનું કૌભાંડ પકડાયું

અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસના બાટલામાં ગેસ ભરીને ડબલ કિંમતમાં વેચવાનું કૌભાંડ પકડાયું છે. PCBની ટીમે વટવા GIDC વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીના માલિકના ગેરકાયદેસર ગોડાઉનમાંથી રાંધણ ગેસના 104 બાટલા પકડી પાડયા હતા.PCBની ટીમે બાતમીના આધારે રેડ પાડતા સ્થળ પરથી વજન કાંટા, કેપ, હીટ ગન સહિત 3.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સુમિત પ્રજાપતિ નામના યુવકની અટકાયત કરà
વટવા gidcમાં રાંધણ ગેસને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને વેચવાનું કૌભાંડ પકડાયું
અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસના બાટલામાં ગેસ ભરીને ડબલ કિંમતમાં વેચવાનું કૌભાંડ પકડાયું છે. PCBની ટીમે વટવા GIDC વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીના માલિકના ગેરકાયદેસર ગોડાઉનમાંથી રાંધણ ગેસના 104 બાટલા પકડી પાડયા હતા.
PCBની ટીમે બાતમીના આધારે રેડ પાડતા સ્થળ પરથી વજન કાંટા, કેપ, હીટ ગન સહિત 3.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સુમિત પ્રજાપતિ નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ જગ્યા બિપીન રામ નિવાસ બાથમે ભાડે રાખી હતી, જ્યારે વટવા GIDC વિસ્તારમાં જ ઘરેલું ગેસ સપ્લાય કરવાની તેઓ એજન્સી પણ ધરાવે છે. ગેસ ભરવા માટે બિપીને સુમિતકુમાર તેમજ ગુલુ શ્રીનિવાસને નોકરીએ રાખ્યા હતા.
જે પણ ગ્રાહકોએ ગેસની લાઈન લીધી હોય અથવા તો એજન્સી કે કંપની બદલી હોય તે ગ્રાહકોનું કનેકશન બિપીન ભાઈ કેન્સલ કરતા ન હતા અને કંપનીમાંથી તેમના નામે જ બાટલા મંગાવતા હતા. બાટલાનું વજન કરી હીટ ગનથી સીલ કરતા હતા. રાંધણ ગેસના બાટલામાંથી ગેસ કોમર્શિયલ બાટલમાં ભરીને તેનું વજન કરી તેના પર કેપ લગાવીને હીટ ગનની મદદથી સીલ મારી દેવામાં આવતું હતું. ત્યારબાદ તે બાટલા ચા-નાસ્તાની લારીઓ, હોટલો, રેસ્ટોરન્ટ સહિતની જગ્યાએ સપ્લાય કરવામાં આવતા હતા.
Advertisement
Tags :
Advertisement

.