Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વેલેન્ટાઈનથી વેલેન્ટાઈન સુધીનો પ્રેમ આખરે કેવી રીતે પહોંચ્યો પોલીસ સ્ટેશન, જાણો દગાબજ પ્રેમીની કહાની

વાડજમાં (Vadaj) પ્રેમ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર દગાબાજ પ્રેમી વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાઇ. પ્રેમ સંબંધ બનાવીને વેલેન્ટાઈ ડે ના રોજ આરોપીએ સગાઈ કરી અને દુષ્કર્મ આચરીને સંબંધ તોડી દેતા યુવતીની ફરિયાદને લઈને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.ગયા વેલેન્ટાઈનમાં સગાઈવેલેન્ટાઈન દિવસ પ્રેમીઓ માટે યાદગાર દિવસ બનતો હોય છે પરંતુ એક યુવતી માટે આ દિવસ હવે સજા બન્યો છે.. કારણ કે તેà
11:30 AM Feb 14, 2023 IST | Vipul Pandya
વાડજમાં (Vadaj) પ્રેમ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર દગાબાજ પ્રેમી વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાઇ. પ્રેમ સંબંધ બનાવીને વેલેન્ટાઈ ડે ના રોજ આરોપીએ સગાઈ કરી અને દુષ્કર્મ આચરીને સંબંધ તોડી દેતા યુવતીની ફરિયાદને લઈને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ગયા વેલેન્ટાઈનમાં સગાઈ
વેલેન્ટાઈન દિવસ પ્રેમીઓ માટે યાદગાર દિવસ બનતો હોય છે પરંતુ એક યુવતી માટે આ દિવસ હવે સજા બન્યો છે.. કારણ કે તેના પ્રેમીએ પ્રેમના નામે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તરછોડી દીધી.. ઘટના વાડજ વિસ્તારની છે.. એક યુવતીએ તેના પ્રેમી કૃપલ રાવળ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.. યુવતીને પ્રેમજાળમાં ફસાવીને 14 ફેબ્રુઆરી 2022માં સગાઈ કરી.. અને લગ્ન ની લાલચ આપીને દુસકર્મ આચર્યું.. યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે લગ્નનો કરવાનો ઇન્કાર કર્યો.. જેથી યુવતીએ દગાબાજ પ્રેમી વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.
આ રીતે થયો પરિચય
3 વર્ષ પહેલાં યુવતી નોકરી કરતી હતી.. એક મિત્ર દ્વારા યુવતી આરોપી કૃપલ રાવળ ના સંપર્કમાં આવી હતી.. યુવતીને ઘરે મુકવાની મદદ કરવાના બહાને આરોપી કૃપલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.. પહેલા મિત્રતા કરી અને બાઈક પર ઘરે લેવા અને મુકવા આવીને પ્રેમમાં ફસાવી.. યુવતી આરોપીના પ્રેમમાં એટલી અંધ થઈ ગઈ કે એક વર્ષ પહેલા પરિવારને પ્રેમી વિશે જાણ કરી.. અને પરિવારે વેલેન્ટાઈન ના દિવસે બંનેની સગાઈ કરાવી....આરોપી સગાઈનો લાભ લઈને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો.
દગાબાજ પ્રેમીઓથી સાવધાન રહેવું
પરંતુ જ્યારે લગ્ન કરવાનની યુવતીએ વાત કરી તો તેને લગ્નનો ઇન્કાર કરીને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું ખુલ્યું.. જેથી યુવતીએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી. દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપી કૃપલ રાવળ ઘરેથી નાસી ગયો.. વાડજ પોલીસે યુવતીનું મેડિકલ તપાસ કરાવીને આરોપીની ધરપકડ ને લઇને તજવિજ શરૂ કરી છે...પરંતુ વેલેન્ટાઇન ના દિવસે યુવતીઓને આવા દગાબાજ પ્રેમીઓથી સાવધાન રહેવું ખાસ જરૂરી બન્યુ છે.
આ પણ વાંચો - તાલાલામાંથી હથિયાર બનાવવાની મિનિ ફેકટરી ઝડપાઈ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCrimeCrimeNewsGujaratFirstGujaratiNewsGujaratPoliceRapeVadajPoliceStationValentine2022Valentine2023
Next Article