આ વર્ષનું બજેટ અમૃતકાળનું, જેમાં આગામી 25 વર્ષનો રોડમેપ : મનસુખ માંડવિયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસે છે. આરોગ્ય મંત્રીએ કમલમ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં બજેટ, કોરોના, રસીકરણ, ઉદ્યોગ સહિતના વિષયો પર વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે ‘આ વર્ષનું બજેટ અમૃતકાળનું બજેટ છે. અમૃતકાળનું બજેટ એટલે આગામી 25 વર્ષનો રોડમેપ. સામાન્ય કોઇ પણ સરકાર આગામી પાંચ વર્ષ અથવા તો આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરતી હોય છે જ્યારે કેન્દà«
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસે છે. આરોગ્ય મંત્રીએ કમલમ ખાતે મીડિયા
સાથેની વાતચીતમાં બજેટ, કોરોના, રસીકરણ, ઉદ્યોગ સહિતના વિષયો પર વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે ‘આ વર્ષનું બજેટ અમૃતકાળનું બજેટ છે. અમૃતકાળનું બજેટ એટલે આગામી 25 વર્ષનો રોડમેપ. સામાન્ય કોઇ પણ સરકાર આગામી પાંચ વર્ષ અથવા તો આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરતી હોય છે જ્યારે કેન્દ્રની ભાજપ સરકાર લાંબા સમયના વિઝનને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરે છે. આ સિવાય દેશની વર્તમાન સમસ્યાઓ છે તેનાથી મોઢું ફેરવવાના બદલે તેનો સામનો કરવાનમાં આવ્યો છે. ઉદાહરણ તરીકે મેન્ટલ હેલ્થ, વર્ચ્યુઅલ કરન્સી જેવી સમસ્યાને અવગણવાને બદલે તેના સામાધાનનો પ્રયાસ કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ બધી જ જ્ઞાતિ, જાતિ અને વર્ગ સમુદાયને ઉપયોગી બજેટ છે.’
GDP ત્યારે જ વધે જ્યારે ખર્ચ વધે: માંડવિયા
કેન્દ્રિય મંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે-, 'દેશને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા તરફ લઈ જવાનું પીએમ મોદીનું સ્વપ્ન છે અને અર્થતંત્રના વિકાસ માટે દેશનો જીડીપી ગ્રોથ વધે તે જરુરી છે. GDP ત્યારે જ વધે જ્યારે ખર્ચ વધે અને આ માટે કેન્દ્રીય બજેટમાં તમામ જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં 7.5 લાખ કરોડ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ફાળવવામાં આવ્યા છે. દેશના ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ટકાવવા માટે લોજિસ્ટિક ખર્ચ એટલે કે, માલ પરિવહનનો ખર્ચ ઘટે તે જરુરી છે. આ માટે દેશમાં હાઈવે, વોટરવે, સીવે સહિતના તમામ સ્તરે સર્વગ્રાહી રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય તે રીતે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. પરિવહન ખર્ચ ઘટાડવા લોજિસ્ટિક પાર્ક ઊભા કરાશે. પ્રાઈવેટ-પબ્લીક પાર્ટનરશીપના ઘોરણે વિવિધ કામગીરી હાથ ધરાશે. મેડીકલ ક્ષેત્રે પણ વિકાસ માટે ટેલીમેડીસીનને પ્રોત્સાહન અપાશે. દેશનો આર્થિક વિકાસ ઝડપી બનાવવા બજેટનુ કદ માત્ર સાત વર્ષના ગાળામાં જ રુપિયા 16.65 લાખ કરોડથી વધારીને રુપિયા 39.45 લાખ કરોડ કરાયુ છે.’
કોરોનાની ત્રીજી લહેર ડાઉનફોલ તરફ
કોરોના અંગે વાત કરતા મનસુખ માંડવિયાએ કહ્યું કે ‘દેશમાં હવે કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેર હવે ડાઉનફોલ તરફ છે. જે વ્યાપક રસીકરણના કારણે શક્ય બન્યું છે. દેશના 96 ટકા લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ મળી ચુક્યો છે. જ્યારે 77 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. અન્ય દેશોની તુલનામાં આ આંકડા ઘણા વધારે છે. આ સિવાય કોરોના મહામારીની પહેલી, બીજી કે ત્રીજી લહેર દરમિયાન દુનિયાભરના દેશોના અર્થતંત્રને ફટકો પડ્યો છે. જો કે, ભારતમાં આટલું બધું નુકસાન થયું નથી. ’
Advertisement