Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક પૃથ્વી, એક કુટુંબ એક ભવિષ્ય થીમ પર યોજાશે U20

G20 અંતર્ગત છઠ્ઠી U20ની યજમાનની અમદાવાદ (Ahmedabad) શહેરને મળી છે ત્યારે અમદાવાદ શહેર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. U20 બેઠક ઉદ્ઘાટન ગુજરાતના (Gujarat) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના (Bhupendra Patel) હસ્તે 9 તારીખે 10.30 કલાકે કરવામાં આવશે. આ બેઠકમાં 35 થી વધુ સિટીના શેરપાઓની ભાગીદારી જોવા મળશે. આ U20 ની થીમએ પૃથ્વી એ કુટુંબ એક ભવિષ્ય રાખવામાં આવી છે.G20 અંતર્ગત આવતીકાલથી U20 બે દિવસીય મીટીંગ અàª
એક પૃથ્વી  એક કુટુંબ એક ભવિષ્ય થીમ પર યોજાશે u20
G20 અંતર્ગત છઠ્ઠી U20ની યજમાનની અમદાવાદ (Ahmedabad) શહેરને મળી છે ત્યારે અમદાવાદ શહેર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. U20 બેઠક ઉદ્ઘાટન ગુજરાતના (Gujarat) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના (Bhupendra Patel) હસ્તે 9 તારીખે 10.30 કલાકે કરવામાં આવશે. આ બેઠકમાં 35 થી વધુ સિટીના શેરપાઓની ભાગીદારી જોવા મળશે. આ U20 ની થીમએ પૃથ્વી એ કુટુંબ એક ભવિષ્ય રાખવામાં આવી છે.
G20 અંતર્ગત આવતીકાલથી U20 બે દિવસીય મીટીંગ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આ U20 એક અલગ જ પ્રકારની પહેલ છે 12 ડિસેમ્બર 2017ના રોજ પેરિસમાં આ સીમિતની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ G-20 અને શહેરો વચ્ચે કાયમી જોડાણ બનાવી શકાય. જે 20ની વાર્તા કાઢો જાણ કરવા માટે સામુહિક સંદેશ અને પરિપ્રેક્ષ્ય વિકસાવવા માટે શહેરો માટે એક મંચ સ્થાપિત કરવાનો છે ત્યારે આ વખતે G20 અને U20 ની યજમાનની અમદાવાદને મળી છે.
ઉદઘાટન મુખ્યપ્રધાન કરશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) કમિશનર એમ.થેન્નારસન જણાવ્યું હતું કે G20 ભારતીય પ્રેસિડેન્સી હેઠળ પ્રથમ U20 શેરપા મીટીંગ 9 અને 10 ફેબ્રુઆરી 2023 ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. જે આ વર્ષે છઠ્ઠા U20નું યસ મનપસંદ અમદાવાદથી મળ્યું છે. આ બેઠકનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે બે દિવસથી આ બેઠક દરમિયાન ચર્ચાઓનું સંચાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને મેયર ઓફિસના સંયુક્તથી થશે.. જેને ભારતમાં U20 સાયકલના ટેકનિકલ સેક્રેટયેટ એવા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ અર્બન ઓફર્સ તથા શહેરી આયોજન અને વિકાસ પરના ભારતના અગ્રણી રાષ્ટ્રીય થીંક ટેન્ક અને U2 0ના C40 શહેરો, યુનાઇટેડ સીટીઝ તથા લોકલ ગવર્ન મેન્ટ દ્વારા જરૂરી સમર્થન આપવામાં આવશે.
35થી વધુ શેરપાઓની ભાગીદારી
U20માં આંતરરાષ્ટ્રીય સહભાગી થવા માટે 35થી વધુ શહેરોની ભાગીદારી જોવા મળશે. જેમાં પાઉલો, બાર્સલોના, બ્યુનોસ આયર્સ,ડરબન, જ્હોનિસબર્ગ, મેડ્રીડ, ટોક્યો, ઈઝમીર, જકાર્તા, લોસ એન્જેલસ, મેક્સિકો સીટી, ન્યૂયોર્ક સિટી, રિયાધ, મિલાન જેવા શહેરોની ભાગીદારી જોવા મળશે. સહભાગી શહેરો મહત્વપૂર્ણ આર્થિક અથવા સાંસ્કૃતિક વસ્તી ધરાવતા કેન્દ્રો છે.જે મુખ્ય C40 અને UCLG સભ્ય તેમજ G20 સભ્ય દેશોના પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક ઓબ્ઝર્વ સીટી અને ભારતીય સ્માર્ટ સિટીને જ આમંત્રિત કરવામાં આવેલા છે.
U20નો મુખ્ય ઉદ્દેશ
આ વર્ષે આયોજિત U20 સમિટમાં દરેક માટે આર્થિક પુનઃપ્રાપ્તિ માટે પાયાના પથ્થર તરીકે આરોગ્ય અને આવશ્યમાં રોકાણ કરવું, ટકા ઉર્જા સંક્રમણમાં વધારો કરવો અને તમામને ટકાઉ ગતિશીલતાનો ઉપયોગ મળે તેને પ્રોત્સાહન આપવું, ભવિષ્યની કામગીરી માટે શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવું જેથી કરી તમામ લોકોને રોજગારની સમાન રીતે તક મળે તે મુખ્ય ઉદ્દેશ છે. અમદાવાદ 2023 U20 અધ્યક્ષે છે. આ વર્ષની થીમ "એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય" પર છ પ્રાધાન્ય ક્ષેત્રોને ઓળખી કાઢ્યા છે.
છ પ્રાધાન્ય ક્ષેત્રો પર ચર્ચા થશે
અમદાવાદ U20ની અધ્યક્ષ સ્થાને છે. શેરપા મિટિંગ દરમિયાન સ્વાભાવી શહેરો અને નિરીક્ષક શહેરો પર્યાવરણ પ્રત્યે જવાબદાર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું, જળ સુરક્ષા સુનિશ્ચિત કરવી, આબોહવા માટે નાણાને વેગવંતી બનાવવા અંગે વિચારણા, સ્થાનિક ઓળખની મહત્વતા દર્શાવી, આયોજન અને શાસન માટે માળખાનું પુનઃ સંશોધન કરવું, ભવિષ્યને માટેના ડિજિટલ અર્બન અને પ્રોત્સાહન આપવું આછો પ્રાધાન્ય ક્ષેત્રો પર ચર્ચા વિચારણા કરીને કોમ્યુનિકનો મુસદ્દો તૈયાર કરી જરૂરી વાટાઘાટો માટે G20 ને જાણ કરવામાં આવશે.
રિવફ્રન્ટ અને કાંકરીયા ડિનરનું આયોજન
U20માં આવનાર તમામ મહેમાનો માટે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (AMC) દ્વારા તમામ તૈયારી જોવા મળી રહી છે. પ્રથમ દિવસે U20 મિટિંગ સાથે સાંજે ખાતે રિવરફ્રન્ટ ખાતે ડિનર આયોજન કરવામાં આવ્યું છે. જયારે બીજા દીવસે અટલબ્રીજની પણ મુલાકાત લેશે. જ્યારે બીજા દિવસની રાત્રે દિનનું આયોજન કાંકરિયા લેક ખાતે કરવામાં આવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.