Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉંચા મોજ શોખ પુરા કરવા દુધની ચોરી, આવી રીતે આપતા હતા ચોરીને અંજામ, જુઓ Video

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દૂધ અને તેના કેરેટની ચોરી તથા લૂંટ થતી હોવાના બનાવો સામે આવ્યા હતા, લગભગ જો વાત કરવામાં આવે તો 45 જેટલા બનાવો બન્યા હતા. જેમાં અલગ અલગ જગ્યા ઉપર આ જ રીતે દૂધ અને દૂધના કેરેટની લૂંટ તથા ચોરી ના બનાવો બન્યા હતા જેમાં આજે ઓઢવ પોલીસે આજે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.મોજશોખ પુરા કરવા ચોરીઅમદાવાદ શહેરમાં ઓઢવ પોલીસે આરોપીઓની ધરપકડ કરી à
ઉંચા મોજ શોખ પુરા કરવા દુધની ચોરી  આવી રીતે આપતા હતા ચોરીને અંજામ  જુઓ video
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દૂધ અને તેના કેરેટની ચોરી તથા લૂંટ થતી હોવાના બનાવો સામે આવ્યા હતા, લગભગ જો વાત કરવામાં આવે તો 45 જેટલા બનાવો બન્યા હતા. જેમાં અલગ અલગ જગ્યા ઉપર આ જ રીતે દૂધ અને દૂધના કેરેટની લૂંટ તથા ચોરી ના બનાવો બન્યા હતા જેમાં આજે ઓઢવ પોલીસે આજે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
મોજશોખ પુરા કરવા ચોરી
અમદાવાદ શહેરમાં ઓઢવ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે જેમની ગુનાહિત પ્રવૃત્તિ જાણીને સૌ કોઈને નવાઈ લાગશે દિપક ઠાકોર તથા દશરથ ઠાકોર
આ બંને આરોપીઓ સામાન્ય નોકરી કરે છે અને ઊંચા મોજ શોખ માટે ગુનાહિત પ્રવૃત્તિ શરૂઆત કરી દીધી અને વહેલી સવારે બાઇક ઉપર નીકળીને દૂધ અને તેના કેરેટની ચોરી કરવાની કેટલીક જગ્યાઓ પર તો છરી બતાડી ને પણ લૂંટ કરી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે
આવી રીતે કરતા ચોરી
જો તમે દૂધનો ધંધો કરતા હોવ અને વહેલી સવારે તમારી દુકાનની બહાર કોઈ બાઈક ચાલકો આટા ફેરા મારતા હોય તો સાવધાન થઈ જજો કારણ કે આ પ્રકારના વ્યક્તિઓ તમારી દુકાનની બહાર રહેલા દૂધ અને તેના કેરેટની ચોરી પણ કરી શકે છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવા બનાવો સામે આવ્યા છે. જેમાં સવારે 04:00 વાગ્યાથી 6:00 વાગ્યાના અરસામાં એક બાઈક પર આવેલા બે લોકો દૂધની દુકાનની બહાર મૂકવામાં આવેલા દૂધ અને તેના કેરેટની ચોરી કરતા આબેહુબ CCTV કેમેરામાં ઝડપાઈ ગયા છે.
પોલીસ સામે કબુલાત
ઓઢવ પોલીસની ગિરફતમાં આવેલા દીપક ઠાકોર અને દશરથ ઠાકોર આ બંને આરોપીઓ દૂધના કેરેટ તથા ચલાવતા હતા આ બંને આરોપીનીની મોડેસ ઓપરેન્ડીની જો વાત કરવામાં આવે તો આ બંને આરોપીઓ પોતાની મોટર સાયકલ ઉપર સ્ટીકર લગાવીને લૂંટ કરવા માટે નીકળતા હતા તો ક્યારેક નંબર પ્લેટની અંદર ટેમ્પરરીંગ કરીને લૂંટ કરવા જતા હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી છે.
અત્યાર સુધીમાં 45 ચોરી
આરોપીઓએ અત્યારે સુધીમાં કુલ 45 જેટલી લૂંટ તથા ચોરી ઘટનાને અંજામ આપી ચૂક્યા હોવાની કરે છે ત્યારે 60 જેટલા આ પ્રકારના ગુનાઓ આરોપીઓએ આચર્યા હોવાનું પોલીસને અનુમાન સેવી રહી છે ત્યારે પોલીસે વેપારીઓને આહવાન કર્યું છે કે જો આ પ્રકારના બનાવો પોતાની સાથે બન્યા હોય તો તાત્કાલિક અસરથી જે તે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો જેથી કરીને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી શકાય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.