પાલનપુરથી ડ્રગ્સ આપવા આવેલા બે લોકો સિંધુભવન રોડ પરથી ઝડપાયા
31 ડિસેમ્બર પહેલા SOGએ શહેરમાં ધોસ બોલાવી દીધી. રોજેરોજ MD ડ્રગ્સ આપવા માટે નીકળેલા એક બાદ એક પેડલરોને ઝડપી પાડાય છે ત્યારે સિંધુ ભવન રોડ પર પાલનપુરથી ડ્રગ્સ આપવા આવેલા બે લોકોને ઝડપી પાડયા. જે બને આરોપીઓ ખાસ કોડવર્ડ નો પણ ઉપયોગ કરતા હતા.296 ગ્રામ ડ્રગ્ઝ ઝડપાયુંબંને આરોપીઓ છે ઇરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામતઅલીખાન નાગોરી. આ બંને આરોપીઓ મૂળ પાલનપુરના રહેવાસી છે. જે બંને આરોપીઓ હાલ ડ્રગ્
Advertisement
31 ડિસેમ્બર પહેલા SOGએ શહેરમાં ધોસ બોલાવી દીધી. રોજેરોજ MD ડ્રગ્સ આપવા માટે નીકળેલા એક બાદ એક પેડલરોને ઝડપી પાડાય છે ત્યારે સિંધુ ભવન રોડ પર પાલનપુરથી ડ્રગ્સ આપવા આવેલા બે લોકોને ઝડપી પાડયા. જે બને આરોપીઓ ખાસ કોડવર્ડ નો પણ ઉપયોગ કરતા હતા.
296 ગ્રામ ડ્રગ્ઝ ઝડપાયું
બંને આરોપીઓ છે ઇરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામતઅલીખાન નાગોરી. આ બંને આરોપીઓ મૂળ પાલનપુરના રહેવાસી છે. જે બંને આરોપીઓ હાલ ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા પહેલા જ SOGના હાથે ઝડપાઇ ગયા. આરોપીઓ પાસેથી પોલીસે 29 લાખનું 296 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કર્યું છે. જે બંને પાલનપુરથી ખાસ અમદાવાદ સિંધુ ભવન રોડ પર આપવા આવ્યા હતા.
ડિલિવરી વખતે કોડવર્ડનો ઉપયોગ
બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ ખાસ MD ડ્રગ્સની ડિલિવરી કરવા જ આવ્યા હતા. આરોપીઓની તપાસમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે તેઓ એક કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જે વ્યક્તિ સાથે ડિલ થાય તેના ભળતા નામ કે અન્ય પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા. જેથી કોઈ ત્રાહિત વ્યક્તિ બોગસ બનીને તેઓનો માલ ન પડાવી શકે અને ડિલ કરનાર વ્યક્તિના હાથમાં જ આ ડ્રગ્સ આપતા હતા. જે વ્યક્તિએ ડિલ કરી હોય તેની સાથે જે કોડવર્ડ નક્કી કરાયો હોય તે જ કોડવર્ડ લેવા ડ્રગ્સ લેવા આવનાર વ્યક્તિ આપે તો જ આ જથ્થો અપાતો હતો.
6 મહિના પહેલા પણ ડ્રગ્ઝ ડિલિવર કર્યું હતું
આરોપીઓ અત્યાર સુધીમાં છેલ્લા છ માસમાં ત્રણ વાર અમદાવાદ આવી એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચુક્યા છે ત્યારે આ ડ્રગ્સ આરોપીઓ કોની પાસેથી લાવ્યા અને કોને આપવાના હતા એ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે તો આરોપી ઇરફાન ઉર્ફે પોપટ અગાઉ મર્ડરના ગુનામાં દોઢેક વર્ષ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો અને તેની સામે અન્ય મારામારી અને ધમકી આપવાનો પણ ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.