Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં બે અંગદાન, બે વર્ષમાં 99 અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો  અંગદાનનો  સેવાયજ્ઞ અવિરત પણે આગળ વધી રહ્યો છે. ડિસેમ્બર-2020માં શરૂ થયેલ અંગદાન આજે 99એ પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને 8 જરૂરિયાતમંદોના અંધકામય જીવનમાં અજવાસ પાથર્યો છે.98મું અંગદાનસિવિલ હોસ્પિટલમાં થયેલ 98માં અંગદાનમાં મૂળ ઉત્તરપ્રદેશના 26 વર્ષીય દિપુભાઇ બચુલાલ ઉંચાઇ પરથી à
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં બે અંગદાન  બે વર્ષમાં 99 અંગદાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો  અંગદાનનો  સેવાયજ્ઞ અવિરત પણે આગળ વધી રહ્યો છે. ડિસેમ્બર-2020માં શરૂ થયેલ અંગદાન આજે 99એ પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને 8 જરૂરિયાતમંદોના અંધકામય જીવનમાં અજવાસ પાથર્યો છે.
98મું અંગદાન
સિવિલ હોસ્પિટલમાં થયેલ 98માં અંગદાનમાં મૂળ ઉત્તરપ્રદેશના 26 વર્ષીય દિપુભાઇ બચુલાલ ઉંચાઇ પરથી પડી જવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સધન સારવાર અર્થે  દાખલ  હતા. તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે શરૂઆત થી જ સ્થિતિ ગંભીર હતી. 4 દિવસની  સઘન સારવાર બાદ 11મી જાન્યુઆરીના દિવસે તેઓને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા કાઉન્સેલર્સ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો દ્વારા બ્રેઇનડેડ દિપુભાઇના અંગોનું દાન કરતા બે કિડની, એક લીવર અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી છે.
99મું અંગદાન
તેવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં થયેલ 99માં અંગદાનની વિગતો જોઇએ તો સાબરકાંઠાના ૨૮ વર્ષના ભરતભાઇ સેનવા છાપરા પરથી પડી જતા તેઓને પણ માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા હતા. જેઓને પણ 12મી જાન્યુઆરીની વહેલી સવારે તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. બ્રેઇનડેડ ભરતભાઇના અંગદાનમાં બે કિડની,એક લીવર અને હ્રદયનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ સિવિલ મેડિસીટીને વિકસાવવાના જોયેલા સ્વપ્નના ફળ આજે મળતા થયા છે.
સુવિધાથી સરળતા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતા અંગદાન બાદ તેમાંથી મળતા અંગોના પ્રત્યારોપણ મેડિસીટી કેમ્પસની જ કિડની અને હાર્ટ હોસ્પિટલમાં થતા શક્ય બન્યા છે. જેના પરિણામે સરકારી હોસ્પિટલમાં થતા પ્રત્યારોપણ નિ:શુલ્ક અથવા તો ખુબ જ નજીવા દરે થઇ રહ્યા છે.
292 વ્યક્તિઓને નવું જીવન મળ્યું
આર્થિક ભીંસના કારણે અંગોની ખોડખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્ન સમુ બની ગયું હતુ તે આજે પુર્ણ થતું જોવા મળી રહ્યું છે. મેડિસીટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા બે મહિનાના ટુંકાગાળામાં 5 (પાંચ)હ્રદયનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે છેલ્લા 2 વર્ષમાં અંગદાતા પરિવારોના સેવાભાવી નિર્ણયના પરિણામે 99 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન મેળવ્યા છે. જેમાંથી મળેલા 315 અંગોથી 292 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. 
ગઈકાલે થયું હતું 98મું અંગદાન
રાયબરેલી ઉત્તરપ્રદેશના રહેવાસી અને અમદાવાદમાં કામ ધંધા અર્થે રહેતા 28 વર્ષના દીપુ બચુલાલ ઓઢવ ખાતે પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરોએ  દીપુ ભાઈને બ્રેઈન ડેડ જાહેર કર્યાં હતાં. દિપુભાઈ ના માતા પિતા ઉત્તર પ્રદેશ હોવાથી તેમને જાણ કરી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર પુંજીકા  તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણવભાઈ મોદીએ દીપુભાઈના માતા પિતાને સમજાવતા તેઓ તેમના વહાલસોયા દીકરા ના અંગોનું દાન કરવા તૈયાર થયા હતા. તા. 11 જાન્યુઆરી 2023 ના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે દીપુભાઈના અંગદાન થકી એક હૃદય બે કિડની તેમજ એક લીવરનું દાન મળ્યું જે પૈકી હૃદય યુએન મહેતા હોસ્પિટલમાં 36 વર્ષના  જરૂરિયાતમંદ યુવાન દર્દીને તેમજ લીવર તથા બે કિડની સિવિલ કેમ્પસમાં આવેલ કિડની હોસ્પિટલ ને ફાળવવામાં આવી હતી.
અંગદાન પ્રત્યે લોકો જાગૃત થાય
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે બે વર્ષના ખૂબ જ ટૂંકા ગાળામાં 98 અંગદાન થકી કુલ 311અંગોનું દાન મેળવી એ થકી 288 લોકોને નવજીવન બક્ષવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. દીપુભાઈના માતા પિતાની જેમ સમાજના દરેક વર્ગ, જાતિના લોકો અંગદાન પ્રત્યે જાગૃત થાય અને ઓર્ગન ફેલિયરથી પીડાતા દર્દીઓને નવજીવન આપવાના ભગીરથ કાર્યમાં જોડાય તો કોઈપણ જીવિત વ્યક્તિને ક્યારે પણ પોતાના સ્વજનોને પ્રત્યારોપણ માટે અંગોનું દાન આપવું ન પડે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.