ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અજાણ્યા વ્યક્તિ પર મુકેલો વિશ્વાસ હમેશાં ભારે પડતો હોય છે, સુરતના ફોટોગ્રાફર સાથે થઇ લાખો રૂપિયાની ઠગાઈ

 રાજયમાં ઠગાઇના કેસો સતત  વધતા જોવા મળી રહયા છે ત્યારે વધુ એક કેસ સામે આવ્યો છે શહેરમાં સુરતના એક ફોટોગ્રાફર સાથે અજુગતો બનાવ બન્યો.જેમાં સુરતના એક ફોટોગ્રાફરને ડાકોર બાબરીમાં જવાનું છે તેમ કહીને અમદાવાદ બોલાવવામાં આવ્યો અને અમદાવાદથી ડાકોર જવાનું છે તેવી વાતચીત ફોન ઉપર થયેલી હતી જેથી સુરતનો ફોટોગ્રાફર અમદાવાદ આવ્યો અને જાહેર  સૌચાલયમાં કપડા બદલવા ગયો અને લાખો રૂપિયાના કેમà«
10:15 AM Jul 03, 2022 IST | Vipul Pandya
 રાજયમાં ઠગાઇના કેસો સતત  વધતા જોવા મળી રહયા છે ત્યારે વધુ એક કેસ સામે આવ્યો છે શહેરમાં સુરતના એક ફોટોગ્રાફર સાથે અજુગતો બનાવ બન્યો.જેમાં સુરતના એક ફોટોગ્રાફરને ડાકોર બાબરીમાં જવાનું છે તેમ કહીને અમદાવાદ બોલાવવામાં આવ્યો અને અમદાવાદથી ડાકોર જવાનું છે તેવી વાતચીત ફોન ઉપર થયેલી હતી જેથી સુરતનો ફોટોગ્રાફર અમદાવાદ આવ્યો અને જાહેર  સૌચાલયમાં કપડા બદલવા ગયો અને લાખો રૂપિયાના કેમેરા લઈને ગઠીયો  ફરાર થઇ ગયો જેના પગલે સુરતના ફોટોગ્રાફરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતથી પાર્થ શાહ નામનો શખ્શ બસમાં બેઠો હતો
 
સુરતમાં રહેતા નિકુંજ સરવૈયા જે પોતે ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે તેને ફોટોગ્રાફીના એક ગ્રુપમાં ઘનશ્યામ ભાઈ નામના વ્યક્તિએ નિકુંજ સરવૈયાને ડાકોરમાં બાબરીનો ઓર્ડર આપ્યો હતો અને કહ્યું હતું કે પાર્થ શાહ બસમાં ડાયરેક્ટ જ મળશે જેથી નિકુંજ સરવૈયા અને પાર્થ શાહ બંને બસમાં સુરતથી અમદાવાદ આવ્યા હતા અને બાદમાં ડાકોર જવાના હતા પરંતુ અમદાવાદ પોહ્ચ્યા બાદ પાર્થ શાહે નિકુંજ સરવૈયાને જાહેર સૌચાલયના ફ્રેશ થવાનું કીધું અને બાદમાં પાર્થ શાહ નિકુંજ સરવૈયાના કેમેરાનો સામન લઈને ફરાર  થઇ ગયો.

અજાણ્યા વ્યક્તિ પર મુકેલો વિશ્વાસ ભારે પડ્યો

નિકુંજ સરવૈયા નાહવા માટે 10 મિનિટ માટે જાહેર સૌચાલયમાં ગયો તે સમય દરમ્યાન પાર્થ શાહને પોતાનો કેમેરો અને અન્ય બીજો કેમેરાનો સામાન આપીને ગયો હતો અને દસ મિનિટમાં પાછા આવ્યા બાદ જોયું તો પાર્થ શાહ પણ દેખાતો  નહતો.જેથી સુરતથી આવેલલા ફોટોગ્રાફરે પાર્થ શાહને ફોન કર્યો પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં.જેથી ખ્યાલ આવી ગયો કે તેણે મુકેલા ભરોસાનો ફાયદો ઉઠાવીને પાર્થ શાહ ફરાર થઇ ગયો છે આખરે નિકુંજ સરવૈયાએ ૧૦૦ નંબર ડાયલ કરીને કાયદેસરની ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
       
Tags :
GujaratFirstoverwhelmingphotographerfromSuratstranger
Next Article