Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોદરેજ ગાર્ડન સિટીમાં પહોંચી ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રા

આઝાદીના 75માં વર્ષની દેશભરમાં ઉત્સાહપુર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત દરેક સ્થળોએ તિરંગા યાત્રા યોજાઇ રહી છે.ગુજરાતની જાણીતી ન્યુઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ ગુજરાતના 33 જીલ્લાઓમાં તિરંગા યાત્રા યોજાઇ રહી છે. શનિવારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગાંધીનગરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. રાજ્યના યશસ્વી àª
ગોદરેજ ગાર્ડન સિટીમાં પહોંચી ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રા
આઝાદીના 75માં વર્ષની દેશભરમાં ઉત્સાહપુર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત દરેક સ્થળોએ તિરંગા યાત્રા યોજાઇ રહી છે.
ગુજરાતની જાણીતી ન્યુઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ ગુજરાતના 33 જીલ્લાઓમાં તિરંગા યાત્રા યોજાઇ રહી છે. શનિવારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગાંધીનગરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. રાજ્યના યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન  કરાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રા રવિવારે  ગોદરેજ ગાર્ડન સિટીમાં પહોંચી હતી. ગોદરેજ ગાર્ડન સિટીમાં GGC યુથ ક્લબ અને ગુજરાત ફર્સ્ટનું સહિયારું આયોજન કરાયું હતું અને તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. તિરંગા યાત્રામાં 5 હજારથી વધુ લોકો જોડાયા હતા.
આ તિરંગા યાત્રામાં તિરંગાના રંગે ગોદરેજ ગાર્ડન સિટીના રહીશો રંગાયા હતા અને વિશાળ તિરંગા યાત્રા યોજાઇ હતી. યાત્રામાં ઠેર-ઠેર તિરંગા જોવા મળ્યા હતા.  ગીત-સંગીતના તાલે તિરંગા યાત્રા યોજાઇ હતી. તિરંગા યાત્રામાં બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી હતી. 15 ઊંટગાડી ઉપર સંદેશા સાથેના ટેબ્લો બનાવાયા હતા. યાત્રામાં 5 હજાર રહિશો જોડાયા હતા.
ઉલ્લેખનિય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરુ કરાયું છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા વડાપ્રધાનશ્રીના અભિયાનને સમર્થન કરતી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. 
આ તિરંગા યાત્રા સાંજે 3 કલાકે સુભાષ ચોક પહોંચશે. ઉલ્લેખનિય છે કે રાજ્યના 33 જિલ્લા અને 75 સ્થળે ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રા યોજાશે અને ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રા રાજ્યમાં 7500 કિમી ફરશે. 
Advertisement
Tags :
Advertisement

.