Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે ગુલાબ જાંબુ ખવડાવ્યા!

સામાન્ય રીતે જ્યારે લોકો ટ્રાફિકના નિયમો તોડે ત્યારે તેમને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. જેથી લોકો બીજી વખત આ પ્રકારની ભૂલ ના કરે. જો કે અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમ તોડનારા લોકો સાથે અલગ જ કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનારા વાહનચાલકોને દંડ ફટકારવાના બદલે પોલીસે તેમનું મોઢું મીઠું કરાવવ્યું હતું. વાંચીને કદાચ તમને આશ્વર્ય થશે, પરàª
અમદાવાદમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે ગુલાબ જાંબુ ખવડાવ્યા
સામાન્ય રીતે જ્યારે લોકો ટ્રાફિકના નિયમો તોડે ત્યારે તેમને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. જેથી લોકો બીજી વખત આ પ્રકારની ભૂલ ના કરે. જો કે અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમ તોડનારા લોકો સાથે અલગ જ કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનારા વાહનચાલકોને દંડ ફટકારવાના બદલે પોલીસે તેમનું મોઢું મીઠું કરાવવ્યું હતું. વાંચીને કદાચ તમને આશ્વર્ય થશે, પરંતુ લોકોને આ રીતે ટ્રાફિક નિયમોનુ ભાન કરાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. 
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે જટિલ બની રહી છે. ખાસ કરીને ટ્રાફિકના નિયમોના ભંગના કારણે આ સમસ્યા વધુ વિકટ બની છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે આજે એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં ખાનગી એનજીઓની મદદથી રોંગ સાઈડ વાહન ચલાવનારા લોકોને મોઢું મીઠું કરાવીને નિયમોનું ભાન કરાવ્યું હતું. શહેરના જોધપુર વિસ્તારમાં JCP મયંક સિંહ ચાવડા અને DCP કક્ષાના અધિકારીઓએ રોંગ સાઈડ વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડી ગુલાબ જાંબુ ખવડાવી નિયમોનું ભાન કરાવ્યું હતું. આ સિવાય બીજી વાર રોંગ સાઈડ વાહન ના ચલાવવા ચેતવણી પણ આપી હતી.
અમદાવાદ શહેરમાં વર્ષ 2021માં ટ્રાંફિક પોલીસે રોંગ સાઈડના 2253 કેસ કરીને 33 લાખ 60 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે 2022ના 4 મહિનામાં 512 કેસ કરીને  7 લાખથી વધારે દંડ વસુલયો છે. સતત કેસો કરવા છતાં રોંગ સાઈડ ડ્રાઈવના કેસો ના ઘડતા હવે મિઠાઈ તેમજ ગુલાબ જાંબુ ખવડાવીને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું હતું. આગામી સમયમાં પણ સીટ બેલ્ડ નહીં બાંધનાર, સિગ્નલ ભંગ સહિતના ટ્રાફિક નિયમના ભંગ માટે પણ ગાંધીગીરી કરીને લોકોને નિયમોનું ભાન કરાવશે.
Advertisement
Tags :
Advertisement

.