ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મંદીના માહોલમાં પતંગ દોરીના વેપારીઓ પરેશાન, બીજી તરફ વિવિધ સ્લોગન વાળી પતંગ આકાશમાં ઉડવા છે તૈયાર

એક પતંગ કપાય અને 10ના હાથમાં જાય અને મારા તમામ મેસેજ લોકો સુધી પહોંચે તેવો અનોખો પ્રયાસ  અમદાવાદના વેપારી ઈકબાલભાઈ બેલીમે 15 લાખ પતંગો પર વિવિધ સામાજિક જાગૃતિના સ્લોગન લખ્યા છે અને તે પતંગ આ વખતે આકાશમાં ઉડવાના છે.અમદાવાદના આકાશમાં સામાજિક જાગૃતિવાળા સ્લોગનની પતંગ ઉડશેકોરોના રસીકરણ અભિયાનવાળી પતંગકોરોના ગાઈડલાઇન્સવાળી પતંગકિડની બચાવો જીવન બચાવોવાળી પતંગઆઝાદીના અમૃત મહોત્àª
10:50 AM Jan 12, 2023 IST | Vipul Pandya
એક પતંગ કપાય અને 10ના હાથમાં જાય અને મારા તમામ મેસેજ લોકો સુધી પહોંચે તેવો અનોખો પ્રયાસ  અમદાવાદના વેપારી ઈકબાલભાઈ બેલીમે 15 લાખ પતંગો પર વિવિધ સામાજિક જાગૃતિના સ્લોગન લખ્યા છે અને તે પતંગ આ વખતે આકાશમાં ઉડવાના છે.
અમદાવાદના આકાશમાં સામાજિક જાગૃતિવાળા સ્લોગનની પતંગ ઉડશે
  • કોરોના રસીકરણ અભિયાનવાળી પતંગ
  • કોરોના ગાઈડલાઇન્સવાળી પતંગ
  • કિડની બચાવો જીવન બચાવોવાળી પતંગ
  • આઝાદીના અમૃત મહોત્સવવાળી પતંગ
  • બેટી બચાવોના સ્લોગનવાળી પતંગ
  • વ્યસન મુક્તિના પતંગ
વધુમાં વધુ જાગૃતિ આવે તેવો પ્રયાસ
40 વર્ષથી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ઈકબાલભાઈ બેલીમનું કહેવું છે કે. વધુમાં વધુ લોકોમાં સામાજિક જાગૃતિ આવે તેવો મેં પ્રયાસ કર્યો છે. એક પતંગ ઓછામાં ઓછા દસ લોકોના હાથમાં જાય છે. એટલે વધુમાં વધુ લોકોમાં જાગૃતિનો મેસેજ પહોંચે છે એટલે પતંગ ને માધ્યમ બનાવ્યું છે જેથી મેં સારામાં સારા સૂત્રો પતંગ ઉપર લખાવ્યા છે.
15 લાખ પતંગો પર સ્લોગનો
વધુમાં ઈકબાલભાઈ જણાવે છે કે શરૂઆતમાં મેં 5000 પતંગો પર  સૂત્રો લખવાની શરૂઆત કરી હતી. આજે 15 લાખ પતંગો પર વિવિધ સ્લોગનો મે લખ્યા છે જેના કારણે વિવિધ સંસ્થાઓ પતંગ લઈ જાય છે અને પતંગનું વેચાણ પણ તેના કારણે વધ્યું છે અને લોકોમાં જાગૃતિ પણ આવે છે. એ પતંગ 10ના હાથમાં જાય છે દસમાંથી એક કે બે માણસ પણ સ્લોગન થકી સુધરે તો મારુ લોકજાગૃતિ અભિયાન સફળ થશે.
પતંગ બજારમાં મોટી મંદી
પતંગ બજારમાં મોટી અસર મંદી અને મોંઘવારીની પણ જોવા મળી રહી છે. પતંગ અને દોરીના ભાવમાં આ વર્ષે 15 થી 20%નો વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે રો-મટીરીયલના ભાવમાં વધારો થયો છે સાથે સાથે મજૂરી પણ મોંઘી થઈ છે અને કોરોનાને કારણે તથા મોંઘવારીને કારણે લોકોની ખરીદી પણ ઓછી જોવા મળી રહી છે. ઉત્તરાયણ નજીક આવી ગઈ છે તેમ છતાં હજુ પણ દુકાનમાં ઘરાકી જોવા મળતી નથી. ઉતરાણ નજીક આવી ગઈ છે તેમ છતાં બાળકો પણ પતંગ ઉડાવતા જોવા મળતા નથી ખરીદી થઈ રહી નથી. અગાઉ મહિના પહેલાથી બાળકો પતંગ ચગાવતા હતા. પરિણામે 15 દિવસ પહેલાથી કારીગરે પતંગ બનાવવાનું પણ બંધ કર્યું હતું. ઉતરાયણના છેલ્લા બે દિવસમાં વિશેષ ઘરાકી નીકળશે અને તેમનો ધંધો થશે તેવી આશા હાલ વેપારીઓ રાખી રહ્યા છે.
અંતિમ દિવસોમાં ધંધો થશે તેવી આશા
છેલ્લા 40 વર્ષથી પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા પીઠ વેપારી ઈકબાલભાઈ બેલીમ જણાવે છે કે, રો-મટીરીયલ ના ભાવમાં તોતીગ વધારો થયો છે સાથે સાથે મજૂરી પણ મોંઘી થઈ છે. તો સામે કોરોનાને કારણે અને મોંઘવારીને કારણે લોકોએ પણ ખરીદી ઘટાડી છે. અંતિમ દિવસો ચાલી રહ્યા હોવા છતાં હજુ પણ વેપારીઓ અને લોકો ખરીદી માટે હોલસેલ બજારમાં આવી રહ્યા નથી હોલસેલ બજાર પણ સૂમસામ ભાસી રહ્યા છે. મોંઘા પતંગ દોરીને કારણે સેલ પણ ઘટ્યો છે અને લોકો ની હજુ ઘરાકી નીકળી નથી આ વર્ષે વેપારીઓ હજુ સુધી કોઈ વેપાર કરી શક્યા નથી. ઉતરાયણના અંતિમ બે દિવસમાં ઘરાકી નીકળશે તેવી આશા છે તેમાં જો વેપાર થશે તો અમારી સીઝન સુધરશે બાકી હજુ સુધી તો કોઈ અણસાર દેખાતા નથી તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.
વેપાર 50% ઘટ્યો
પંતગ દોરીના હોલસેલ વેપારી  બાબુભાઈ જણાવે છે કે  ગયા વર્ષ કરતા 50% ધંધો છે. અડધો-અડધ ધંધો ખલાસ છે. પતંગનુ ઉત્પાદન ગયા વર્ષે 2 હજાર બંડલનુ હતુ જે આ વર્ષે હજાર બારસો પર આવી ગયુ છે. ડીમાંડ પણ ઓછી અને 50 ટકા જેટલો ધંધાને માર વાગ્યો છે એનુ કારણ એક તો વેપારીઓને દબાણ ખાતા વાળા પરેશાન કરે છે એ લોકોને કોઈ દુકાન લગાવવા દેતા નથી. એ લોકોને ધંઘા નથી.. હિરાબજારમાં મંદી છે. કાપડ બજાર માં પણ મંદી છે આ બધા કારણો નડે છે. લોકોની ડીમાંડ ઓછી થઈ ગઈ અને ઘરાકી 50 ટકા થઈ ગઈ. અને ઉતરાયણ પણ લોકો 50 ટકામાં જ મનાવશે એવુ લાગી રહ્યુ છે. જે લોકો હજારનો માલ લઈ જતા હતા તે 400-500 માં જ પતાવે છે. પહેલા
 ઘરાકી 1 મહિના પહેલા થી શરુ થઈ જતી હવે જ્યારે બે દિવસ બાકી છે તેમ છતા દુકાનના બેહાલ છે. આ પરીસ્થીતી સર્જાઈ છે.
ગ્રાહકની પ્રતિક્રિયા
ગ્રાહક ભાવેશ શાહ જણાવે છે કે, પંતગ અને દોરી લેવા માટે આવ્યા છીએ ઉતરાયણ મનાવવા માટે. ટાઈમની લીમીટેશનને કારણે ઉતરાયણ અમે 2-3 દિવસ જ મનાવીએ છીએ. પહેલા સ્કુલ સમય પર દિવાળી પતતા જ ઉતરાયણ શરુ થઈ જતી હતી. ઉતરાયણ પહેલા જ 5-7 હજાર દોરી વપરાઈ જતી હતી. હાલમાં 2-3 હજાર લઈએ. મોંઘવારી અને મંદીનો માર પંતગ દોરી-બજારમાં, વેપાર 50 ટકા થઈ ગયો. દોરી-પંતગ બજારને પણ મંદી અને મોંઘવારીનો માર નડી રહ્યો છે.
1 મહિનાનો ધંધો 1 દિવસનો થઈ ગયો
મોંઘા પંતગો અને દોરીને લીધે લોકો ખરીદી પર કાપ મુક્યો છે તો સામે રો-મટીરીયલ મોંઘુ થતા અમારે પંતગ દોરીમાં ભાવ વધારવામાની ફરજ પડી છે તો લોકો પણ વ્યસ્ત જીવનને કારણે હવે ઉતરાયણના રોજ જ પતંગ ઉડાવવાનુ વલણ દાખવતા થયા છે. જેના કારણે ધંધાને મોટો માર વાગ્યો છે. વેપારીઓ કહી રહ્યા છે કે એક સમયે અમારો વેપાર 1 મહીનો ચાલતો હવે 1 દિવસનો થઈને રહી ગયો છે. હાલમાં પતંગ અને દોરીના ભાવ પણ વધારે છે મોંઘવારી છે. ગ્રાહકોની માનીએ તો સમયબદલાયો છે તેમ જ હવે વયસ્ત જીવનની સાથે સાથે મોંઘવારીને જોતા લોકોએ ખરીદી પણ ઓછી કરી છે. પરીણામે પંતગનો ધંધો પણ આર્થીક સંકડામણ અનુભવી રહ્યો છે.
આ પણ વાંચો - મકરસંક્રાતિના તહેવાર નિમીતે બજારોમાં ચીકી-ખજૂરનું ધૂમ વેચાણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadGujaratGujaratFirstKiteFestivalKiteFestival2023Utrayan2023તહેવારપતંગપતંગોત્સવમકરસંક્રાતિ
Next Article