IPL ક્વાર્ટર ફાઈનલ અને ફાઈનલ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુસ્ત બંદોબસ્ત
IPL 2022 ની ક્વાર્ટર ફાઈનલ અને પાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેને લઇને તંત્રએ તૈયારીઓ કરી દીધી છે. ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે જિલ્લાના તમામ પોલીસકર્મીઓની રજા પણ રદ્દ કરવામાં આવી છે. આ પણ વાંચો - ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને મળી શકે છે ટીમ ઈન્ડિયાની કમાનવિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 29 તારીખના રોજ IPL ની કવોટર ફાઈનલ મેàª
03:49 AM May 26, 2022 IST
|
Vipul Pandya
IPL 2022 ની ક્વાર્ટર ફાઈનલ અને પાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેને લઇને તંત્રએ તૈયારીઓ કરી દીધી છે. ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે જિલ્લાના તમામ પોલીસકર્મીઓની રજા પણ રદ્દ કરવામાં આવી છે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 29 તારીખના રોજ IPL ની કવોટર ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહ સહિત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તદઉપરાંત બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ હાજર રહેવાના હોય જેને પગલે સ્ટેડિયમમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષામાં કોઈ ચૂક રહી ન જાય તેના માટે થઈને રાજ્ય પોલીસ વિભાગ હાલ એલર્ટ મોડ પર છે. બીજી તરફ વાત કરીશું કે, વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમમાં આ વખતે રમાનારી ક્રિકેટ મેચ પર દેશના તમમાં લોકોની નજર રહેવાની છે જેના લીધે પણ તંત્ર તરફથી તમામ કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં 1.25 લાખ લોકોની કેપેસિટીવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની મેચ યોજાવવા જઈ રહી છે. જેના પગલે બોલિવૂડ સિતારોઓ પણ સ્ટેડિયમમાં હાજરી આપવાના છે. સ્માર્ટ એનર્જેટિક રણવીર સિંગ સ્ટેજ પરફોર્મન્સ કરશે. આ સહિત સંગીતની દુનીયાના બેતાજ બાદશાહ ગણાતા એવા એ.આર.રહેમાનનું લાઈવ શો પણ સ્ટેડિયમમાં યોજાવવાનું છે. આવા સંજોગોમાં સુરક્ષા અને વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ચૂક રહી ન જાય તેના માટે સ્ટેડિયમમાં સુરક્ષા બંદોબસ્ત પણ લોખંડી ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજ્ય પોલીસ વડા દ્વારા રાજ્યની તમામ પોલીસને એલર્ટ મોડ પર રહેવાનો આદેશ રાજ્ય પોલીસ વડા તરફથી આપી દેવામાં આવ્યો છે. આ સહિત અમદાવાદ શહેરના તમામ પોલીસકર્મીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. પોલીસ વિભાગ તો એલર્ટ મોડ પર આવી જ ગયું છે સાથે સાથે ફાયર વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. ફાયર વિભાગ દ્વારા કુલ ચાર ફાયર ફાઈટરની ટીમો સ્ટેડિયમમાં તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં બે સ્ટેડિયમના પાર્કિંગ બે ફાયર ફાઈટરની ટીમ અને બે ફાયર ફાઈટરની ટીમ ગ્રાઉન્ડની અંદર રહેશે.
ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો સ્ટેડિયમમાં હાજરી આપશે તો વધુ એક ફાયર ફાઈટરની ટીમ સ્ટેડિયમ ખાતે મોકલી આપવાની તૈયારી ફાયર વિભાગે બતાવી છે. ઉપરાંત ફાયર વિભાગ દ્વારા સ્ટેડિયમની અંદરની ફાયર સિસ્ટમની પણ ચકાસણી કરી લેવામાં આવી છે. એટલે અશંતઃ તમામ તૈયારીને આખરી ઓપ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 હજારથી વધુ પોલીસ કર્મીઓ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઈટન્સની મેચને જીતશે તેવી વાતને લઈને સટ્ટા બજાર પણ હાલ ગરમાઈ ગયું છે. જેથી શહેર પોલીસ વિભાગ દ્વારા સટોડીયાઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને તમામ એવા અસમાજિક તત્વોનું સર્વેલન્સ પણ રાખવામાં આવી રહ્યું છે જેથી કરીને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ સમસ્યા સર્જાય નહીં, તેના માટે થઈને રાજ્ય પોલીસ અને શહેર પોલીસ હાલ સ્ટેન્ડ બાય મોડ પર જોવા મળી રહી છે.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સે પહેલા પ્લેઓફમાં જગ્યા બનાવી અને હવે રાજ્સ્થાનને પ્લેઓફમાં હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્વાર્ટર ફાઈનલ મેચ રમાવાની છે. જે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ પૂર્વે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લાના તમામ પોલીસકર્મીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે.
મેચમાં દરમિયાન કોઇ પ્રોબ્લમ ન આવે તે માટે 47 SP, 84 DSP, 3 QRT, 28 SRPF તૈનાત કરવામાં આવ્યા છે. વળી 28 બોમ્બ સ્ક્વોડ, 22 PI, 686 PSIનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 3346 કોન્સ્ટેબલ, 824 મહિલા પોલીસ તૈનાત કરવામાં આવી છે. કુલ 10 હજારથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ 30 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, ઓનલાઈન ટિકિટ લેતી વખતે જ પાર્કિંગનો ચાર્જ ભરવાનો રહેશે.
આ પણ વાંચો - રોમાંચક મુકાબલામાં બેંગ્લોરે લખનૌને 14 રને હરાવ્યું, બેંગ્લોર ક્વોલિફાયર-2માં પહોંચી, લખનૌ OUT
ઉલ્લેખનીય છે કે, IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર મંગળવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે રાજસ્થાનને 7 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે, હાર બાદ રાજસ્થાન પાસે ફાઇનલમાં પહોંચવાની હજુ વધુ એક તક છે. રાજસ્થાનને હવે ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલિફાયર 2માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાવું પડશે.
વળી ગઈકાલે બુધવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઇ હતી જેમા RCB ટીમને 14 રને જીત મળી છે અને હારનારી ટીમ લખનૌ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઇ છે. મહત્વનું છે કે, ક્વોલિફાયર 2 27 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને આ મેચની વિજેતા ટીમ 29 મેના રોજ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.
ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022 ના ક્વોલિફાયર 2 માં સ્થાન મેળવવા માટે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 14 રને હરાવ્યું છે. આ સાથે જ લખનૌ હાર બાદ હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. IPL 2022ના ક્વોલિફાયર 2માં બેંગ્લોરનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે અને આ મેચની વિજેતા ટીમ 29મી મેના રોજ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.
Next Article