Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

INDvsNZ મેચની ટિકિટ બુક કરેલી છે તેઓ એપ્લિકેશન મારફતે પાર્કિંગ સ્લોટ બુક કરી શકશે, આવી હશે ટ્રાફિક વ્યવસ્થા

1લી ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ (INDvsNZ) વચ્ચે ટી-ટ્વેન્ટી મેચનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ મેચ દરમિયાન ટ્રાફિકને લઈને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અને સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ (Traffic Police) ખડે પગે રહેશે. ખાસ કરીને પાર્કિંગ વ્યવસ્થા ની વાત કરીએ તો જીસીએ (GCA) દ્વારા માય પાર્કિંગ નામની એપ આપવામાં આવી છે જે પણ ક્રિકેટ રસી કે ટિકà
06:18 PM Jan 31, 2023 IST | Vipul Pandya
1લી ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ (INDvsNZ) વચ્ચે ટી-ટ્વેન્ટી મેચનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ મેચ દરમિયાન ટ્રાફિકને લઈને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અને સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ (Traffic Police) ખડે પગે રહેશે. ખાસ કરીને પાર્કિંગ વ્યવસ્થા ની વાત કરીએ તો જીસીએ (GCA) દ્વારા માય પાર્કિંગ નામની એપ આપવામાં આવી છે જે પણ ક્રિકેટ રસી કે ટિકિટ લીધી છે તે આ એપ્લિકેશન પર પાર્કિંગ બુક કરાવી શકે છે.
વ્યવસ્થા
જોકે જેને પાર્કિંગ બુક કરાવેલ નથી તે ક્યુ આર કોડ સ્કેન કરીને તેની પાર્કિંગ માટેની જગ્યાની જાણકારી મેળવી શકે છે.. ક્રિકેટ મેચ દરમિયાન બપોરે 3:00 વાગ્યાથી જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ સુધી નો રસ્તો બંધ રાખવામાં આવશે.જો કે પોલીસ દ્વારા લોકો ને અપીલ કરવા માં આવી છે કે મેચ જોવા માટે જનાર વ્યક્તિ મોટા ભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે...મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમ સુધી લઈ જશે..જ્યારે બી આર ટી એસ અને એ એમ ટી એસ નો પણ ઉપયોગ કરી શકાશે. ક્રિકેટ મેચ દરમિયાન 1300થી વધારે  પોલીસકર્મી બંદોબસ્તમાં ખડે પગે રહેશે.
બંદોબસ્ત
આ અંગે DCP ટ્રાફિક નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, ભારત-ન્યુઝિલેન્ડ વચ્ચેની મેચના અનુસંધાને ટ્રાફિક વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જનપથ ટીથી મોટેરા ટીનો રોડ 3 વાગ્યાથી બંધ રહેશે જેના વિકલ્પમાં તપોવન સર્કલથી વિસત ટી થી જનપથ ટીની અવરજવર કરી શકશે. જીસીએ દ્વારા જેમણે મેચની ટિકિટ બુક કરી છે શૉ માય પાર્કિંગ દ્વારા પોતાનો પાર્કિંગ સ્લોટ બુક કરી શકે છે. શો માય પાર્કિંગમાં બુક ના થયું હોય તો ક્યૂઆર કોડથી નજીકનો પાર્કિંગ પ્લોટ પણ આપવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવવાના છે ત્યારે 1300થી વધારે ટ્રાફિકના જવાનો અને અધિકારીઓનો બંદોબસ્ત છે. તેમાં 3 ડીસીપી અને પાંચ એસીપી સહિત 1300થી વધારેનો બંદોબસ્ત ગોઠવ્યો છે. આ સમગ્ર રૂટમાં ટ્રાફિકનો બંદોબસ્ત રહેશે.
આ પણ વાંચો - કોણ બનશે સિરીઝનો સિકંદર ? અમદાવાદમાં નિર્ણય લેવાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabadTrafficPoliceCricketGujaratFirstIndiavsNewZealandINDvsNZSportsNewsT20matchઅમદાવાદક્રિકેટમેચનરેન્દ્રમોદીસ્ટેડિયમ
Next Article