Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માર્કશીટમાં ચેડાં કરી યુવાનોને વિદેશ મોકલવાનું કૌભાંડ ચલાવનારા ઝડપાયા

વિદેશ જવાની લાલચમાં બોગસ માર્કશીટ બનાવીને વિઝા એજન્ટ અનેક લોકોને ઠગી ચૂક્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ વિદેશમાં જવાની ઘેલછા લોકોમાં અટકતી નથી. ત્યારે અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસે વધુ એક કૌભાંડ ઝડપી 3 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 31 જેટલી બોગસ માર્કશીટો કબ્જે કરાતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જોકે આ માર્કશીટ કૌભાંડમાં હજી કોણ કોણ સંડોવાયેલું છે તે અંàª
માર્કશીટમાં ચેડાં કરી યુવાનોને વિદેશ મોકલવાનું કૌભાંડ ચલાવનારા ઝડપાયા
વિદેશ જવાની લાલચમાં બોગસ માર્કશીટ બનાવીને વિઝા એજન્ટ અનેક લોકોને ઠગી ચૂક્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ વિદેશમાં જવાની ઘેલછા લોકોમાં અટકતી નથી. ત્યારે અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસે વધુ એક કૌભાંડ ઝડપી 3 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 31 જેટલી બોગસ માર્કશીટો કબ્જે કરાતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જોકે આ માર્કશીટ કૌભાંડમાં હજી કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે વધુ તપાસ પોલીસે શરૂ કરી છે.
એલીસબ્રિજ પોલીસે મનીષ ઝવેરી, જીતેન્દ્ર ઠાકોર અને નીરવ વખારીયા નામના 3 આરોપીઓની આ ગુનામાં ધરપકડ કરી છે.પકડાયેલી ત્રિપુટી વિદેશ મોકલવા માટે બોગસ માર્કશીટ બનાવી આપતી હતી. ફાઈવ સ્ટાર એરકન્ડિશન્ડમાં બેઠા બેઠા માર્કશીટમાં ચેડાં કરી બોગસ માર્કશીટના આધારે UKમાં એડમિશન અપાવાનું કૌભાંડ ચલાવતા હતા. આંબાવાડી વિસ્તારમાં યુનિ. વર્લ્ડ નામની ઓફિસ બનાવીને ભોળા લોકોને છેતરવાનું કામ થતું હતું. ઘણાં સમયથી આ પ્રકારે લોકોને ફસાવીને રૂપિયા રળતા આ સંચાલકો અને તેના મળતીયાઓની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી છે.
આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે વિદેશ વાંછુકોને UK મોકલી આપવાની લાલચે લાખો રૂપિયાનો વેપાર છેલ્લાં ઘણાં સમયથી ચાલતો હતો. વિદેશ જવા ઇચ્છુક વ્યક્તિને ધોરણ 12 માં 70 માર્ક આવ્યા હોય કે તેથી વધુ આવ્યા હોય તેને UK માં એડમિશન મળી જાય પણ જો 70 થી ઓછા માર્ક હોય તો તેને આઈ.એલ.ટી.એસની પરીક્ષા પાસ કરવી પડે છે. પરંતુ જો બંને ન થઈ શકે ત્યારે આવા ભેજાબાજ પોતાનો શેતાની આઈડિયા અજમાવીને લોકોને રૂપિયા પડાવવાનું કાવતરું શરૂ કરે છે.આ ઓફિસના સંચાલક અને તેના મળતીયાઓએ અત્યારે યુકે જવા માટે ધોરણ 12માં જરૂરી માર્ક્સના હોય તો તેમની માર્કશીટમાં ચેડા કરી વિદેશ વિઝા માટે લાયકાત ધરાવતી માર્કશીટ બનાવી આપતા. મહત્વનું છે કે વિદેશ જવા ઇચ્છુકને માર્કશીટની બનાવટી ઝેરોક્ષ કઢાવતા અને વિઝા કંફોર્મ થઈ જતા ડુપ્લીકેટ પણ અસલ જેવી જ હોલોગ્રામ વાળી માર્કશીટ આપતા. યુનિ વર્લ્ડ નામની સંસ્થા પહેલા UK એમ્બેસી અને કોલેજ કે યુનિવર્સિટીમાં આવી બનાવટી માર્કશીટ મોકલી દેતા હતા જેના આધારે એડમિશન લેટર મળી જતા.
હાલ એલિસબ્રિજ પોલીસે માર્કશીટમાં ચેડાં કરી તેની કલર ઝેરોક્ષ બનાવીને વિદેશ મોકલનારા તેમજ તેની સાથે જોડાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી 31 માર્કશીટ કબ્જે કરી છે. ત્યારે અત્યાર સુધી કેટલા લોકોને આ રીતે છેતર્યા છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.