Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Crime News : બાપુનગરમાં યુવકની હત્યા કરનારા ઝડપાયા, આ કારણે કરી હતી હત્યા

શહેરના બાપુનગરમાં 1 સપ્તાહ પહેલા તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરવામાં આવી હતી. યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયેલા હતા. જેમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. આરોપી જમાલ અહેમદ શેખ, છોટુ જમાલ અને અલતમસ જમાલ છે.. આ પિતા પુત્રએ...
crime news   બાપુનગરમાં યુવકની હત્યા કરનારા ઝડપાયા  આ કારણે કરી હતી હત્યા

શહેરના બાપુનગરમાં 1 સપ્તાહ પહેલા તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરવામાં આવી હતી. યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયેલા હતા. જેમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. આરોપી જમાલ અહેમદ શેખ, છોટુ જમાલ અને અલતમસ જમાલ છે.. આ પિતા પુત્રએ ઝઘડાની અદાવતમાં બાપુનગરમાં રહેતા મોહમદ શાહિદ ઉર્ફે ટીટોડીની હત્યા કરી છે. જેમાં પિતા અને ત્રણ પુત્રોએ ભેગા મળી યુવકને છરી અને લાકડીના ફટકા મારી હત્યા કરી હતી.

Advertisement

જુની અદાવતે હત્યા

મૃતક શાહિદ ઉર્ફે ટીટોડી અને આરોપીઓ બાપુનગરની મણિલાલ મધુરદાસની ચાલીમાં રહે છે. મૃતક મોહમદ શાહિદ એ આરોપી જમાલ એહમદના પુત્ર છોટુ અહેમદને સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં શાહિદએ છોટુને લાફો માર્યો હતો. જેની અદાવત રાખીને આરોપી પિતા જમાલ અહેમદ અને ત્રણ પુત્રોએ ભેગા મળીને મોહમદ શાહિદને રોડ પર તેની સાથે ઝઘડો કરી છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી.

Advertisement

આરોપી અને ફરિયાદીઓ ધરાવે છે ગુનાહિત ઈતિહાસ

આરોપી જમાલ અહેમદ શેખ અને તેના ત્રણ પુત્રો છોટુ જમાલ અને અલ્તમસ જમાલએ તેમજ સગીર દીકરાની પોલીસે ધરપકડ કરી છે. જેમાં આરોપી અલતમસ વિરુદ્ધ એક ગુનો નોંધાયો છે. બાપુનગર PI જે એચ સિંધવે જણાવ્યુ હતું કે, મૃતક શાહિદ હિસ્ટ્રીશીટર છે. તેની વિરુદ્ધ મારામારી, ચોરી નાર્કોટિક્સ સહિતના 16 જેટલા ગુના નોંધાયા છે. આ કેસના ફરિયાદી પણ ગુનાહિત ઇતિહાસ ઘરાવે છે અને તેની વિરુદ્ધ પણ 9 ગુના નોંધાયા છે.

Advertisement

પોલીસ તપાસ શરૂ

તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ બાપુનગર રોડ પર મોહમદ શાહિદની હત્યા કરવા રાહ જોઇને બેઠા હતા. તેવામાં જ મૃતક શાહિદ ઘર પાસેથી પસાર થયો અને આરોપી પિતા-પુત્રોએ બીભત્સ ગાળો બોલી ઝપાઝપી કરવાની શરૂ કરી હતી. જે બાદ આરોપી પિતા જમાલ અહેમદ તેનો પુત્ર છોટુ જમાલ પોતાની પાસેના લાકડાના દંડાથી મોહમદ સાહિદ માથામાં એક એક ફટકો મારી નીચે પાડી દઈ આરોપી અલ્તમસ જમાલ અને સગીર બન્ને જણાએ પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી મોહમદ સાહિદ ઉપરા છાપરી છરીના ધા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. બાપુનગર પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા મૃતક શાહિદની હત્યા પાછળ સામાન્ય ઝઘડાની અદાવત છે કે અન્ય કોઈ કારણ છે જે મુદ્દે તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.

અહેવાલ - પ્રદિપ કચીયા, અમદાવાદ

આ પણ વાંચો : પાલનપુર : મુસ્લિમ દંપતિએ હિંદુ દીકરીનું કન્યાદાન કર્યુ, દિકરીની માતાએ કહ્યું – પરભવનો સબંધ પુરો કર્યો

Tags :
Advertisement

.