અમદાવાદમાં થઈ વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી
૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ. વિશ્વ યોગ દિવસની ઉજવણીને સમગ્ર ભારતમાં ઉત્સવ રૂપે રાજ્ય સરકાર અને યોગ સાધકો દ્વારા ઉજવવામાં આવે છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદના રામોલમાં બાઈક યોગાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓમ ધ થર્ડ આઈ યોગા મણિનગર દ્દારા અમદાવાદના ઇતિહાસમાં સૌ પ્રથમવાર યોગ દિવસ નિમિત્તે અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.21 જુને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સવારે 7 થી
Advertisement
૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ. વિશ્વ યોગ દિવસની ઉજવણીને સમગ્ર ભારતમાં ઉત્સવ રૂપે રાજ્ય સરકાર અને યોગ સાધકો દ્વારા ઉજવવામાં આવે છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદના રામોલમાં બાઈક યોગાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓમ ધ થર્ડ આઈ યોગા મણિનગર દ્દારા અમદાવાદના ઇતિહાસમાં સૌ પ્રથમવાર યોગ દિવસ નિમિત્તે અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
21 જુને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન આઠ વર્ષના બાળકોથી લઈને મોટી વયના વ્યક્તિઓ મોટરસાયકલ તેમજ એક્ટિવા પર સવાર થઈને યોગ કર્યા હતા. તેમના દાવા પ્રમાણે ભારતમાં પહેલી વાર મોટરસાઈકલ પર યોગાસન કરવામાં આવ્યા. મણિનગરની થર્ડ આઈ યોગાની ટીમ ના 40 સભ્યોએ બાઈક પર યોગા કર્યા હતા. તેઓના આ પ્રકારે યોગાસનો જોઈને સૌ કોઈ ચકિત થઈ ગયા હતા. બાઈક પર પ્રોપર બેલેન્સ કરીને સૌએ યોગા કર્યા અને સ્થાનિકોના મન મોહી લીધા હતા. રામોલ પાસેના ગતરાળ ગામના રીયલ એકેડેમીના મેદાનમાં આઠ વષઁ થી લઈને ૫૦ વષઁ ના યુવક યુવતીઓ પણ યોગમાં જોડાયા હતા. વહેલી સવારે બાઈકો પર યોગના વિવિધ આસનો કરીને વિશ્વ યોગ દિનની સાર્થક ઉજવણી કરવામાં આવી. માનસિક શાંતિ અને તનની તંદુરસ્તી માટે યોગ જરૂરી હોવાનું આ યોગ ટીમે બાઈક પર વિવિધ યોગ કરીને સાબિત કર્યું હતું.
Advertisement
મણિનગરની થર્ડ આઈ યોગા ની ટીમના કોચ કલ્પના પેનીકરે જણાવ્યુ હતુ કે અમે દર વર્ષે અલગ અલગ થીમ પર યોગા કરતા હોઈએ છીએ ત્યારે આ વખતે ગયા વર્ષે અમે પાણીમાં યોગા કર્યા હતા. તે પહેલા પર્વતની ઉંચાઈ પર યોગ દિનની ઉજવણી યોગ દ્વારા કરી હતી.ત્યારે આ વખતે કઈંક અલગ કરવાનો વિચાર હતો.તો સૌએ સાથે મળી બાઈક પર યોગા કરવાનું નક્કી કર્યું અને અમે 40 સભ્યોએ બાઈક, એક્ટિવા અને વિવિધ ટુ વ્હીલર પર વિવિધ પ્રકારના યોગાસનો કરી યોગ દિનની ઉજવણી કરી.
Advertisement