Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીનગરવાસીઓ માટે કામના સમાચાર, નેશનલ ગેમ્સને લઈને આ માર્ગો રહેશે બંધ, જાણો

રાજ્યના અનેક શહેરોમાં નેશનલ ગેમ્સનું (National Games 2022) આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે અનેક ગેમ્સનું આયોજન થયું છે. IIT ગાંધીનગર પાલજ તા.જી.ગાંધીનગર ખાતે પણ વિવિધ ગેમ્સનુ યોજાઇ રહી છે. આ નેશનલ ગેમ્સમાં તા. 08 થી 11 મી ઓક્ટોબર દરમ્યાન ટ્રાયથલોન ગેમના ભાગ રૂપે સાયકલ રેસ આવી રહી છે. આ રેસ અંતર્ગત તા. 08 થી 11 ઓક્ટોબર આ રસ્તા પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ કરવા તેમજ વૈકલ્પિક માર્ગ પર ડા
ગાંધીનગરવાસીઓ માટે કામના સમાચાર  નેશનલ ગેમ્સને લઈને આ માર્ગો રહેશે બંધ  જાણો
રાજ્યના અનેક શહેરોમાં નેશનલ ગેમ્સનું (National Games 2022) આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે અનેક ગેમ્સનું આયોજન થયું છે. IIT ગાંધીનગર પાલજ તા.જી.ગાંધીનગર ખાતે પણ વિવિધ ગેમ્સનુ યોજાઇ રહી છે. આ નેશનલ ગેમ્સમાં તા. 08 થી 11 મી ઓક્ટોબર દરમ્યાન ટ્રાયથલોન ગેમના ભાગ રૂપે સાયકલ રેસ આવી રહી છે. આ રેસ અંતર્ગત તા. 08 થી 11 ઓક્ટોબર આ રસ્તા પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ કરવા તેમજ વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવા આથી હુકમ અધિક નિવાસી કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે.
આ સમયે થશે સાયકલ રેસ
તા. 08/10/2022ના કલાક 7 થી કલાક 10 સુધી, તા. 09/10/2022ના  6 કલાક થી 11 કલાક સુધી તથા તા.10/10/2022ના 7 કલાક થી 10 કલાક સુધી, તથા તા.11/10/2022ના 6 કલાકથી 11 કલાક સુધી ટ્રાયથલોન ગેમના ભાગ રૂપે સાયકલ રેસનુ આયોજન કરવામાં આવ્યું છે.
વાહન પ્રવેશબંધી, વૈકલ્પિક ડાયવર્ટ અપાયું
IIT ગાંધીનગર પાલજ ખાતેના ગેટ નંબર 02 થી શરૂ કરીને પાલજ ગામ, લેકાવાડા /પાલજ ત્રણ રસ્તાથી જમણી બાજુ યુ ટર્ન લઈ એરફોર્સ સ્ટેશન જનરલ એન્ટ્રી ગેટ સુધીના રોડ ઉપર સાયકલ રેસ જશે.  IIT ગાંધીનગર પાલજ ખાતેના ગેટ નંબર 02 થી શરૂ કરીને પાલજ ગામ,લેકાવાડા/પાલજ ત્રણ રસ્તાથી જમણી બાજુ યુ ટર્ન લઈ એરફોર્સ સ્ટેશન જનરલ એન્ટ્રીગેટ સુધીના રોડ તરફનો રોડ તમામ વાહન વ્યવહાર માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે. આ માર્ગ પર આવતા વાહન ચાલકો લેકાવાડા/પાલજ પાટીયા થી બાપા સીતારામ ચોકડી શાહપુર થઈ ગાંધીનગર (Gandhinagar) તરફ જતા રોડનો વાહન વ્યવહાર બંધ કરી તેની જગ્યાએ સેક્ટર-30 સર્કલ ગાંધીનગર તરફ ડાયવર્ટ થવાનું રહેશે.બાપા સીતારામ ચોકડી શાહપુર થી લેકાવાડા/પાલજ તરફ આવતા રોડનો વાહન વ્યવહાર બંધ કરી લવારપુર ગામ થઈ નેશનલ હાઈવેને મળતા રોડ ઉપર જવાનું રેહશે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
આ હુકમ/જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર કોઈપણ વ્યકિત સદરહું અધિનિયમની કલમ 135ની પેટા કલમ-3 તથા ભારતીય દંડ સંહિતા-1860ના પ્રકરણ-10ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
Advertisement
Tags :
Advertisement

.