Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મતગણતરી દરમિયાન અમદાવાદના આ રસ્તા રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

ગાંધીનગરમાં 144 લાગૂમતગણતરી ચાલતી હશે ત્યાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધઆમ જનતા માટે વૈકલ્પિક માર્ગ ખુલો રહેશેગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections) બે તબક્કામાં પૂર્ણ થઈ ચુકી છે અને ગુરૂવારે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે ચૂંટણીપંચે મતગણતરીને લઈને બધી જ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગુરૂવારે સવારે મતગણતરી શરૂ થશે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા કુલ 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલà«
મતગણતરી દરમિયાન અમદાવાદના આ રસ્તા રહેશે બંધ  જાણો વૈકલ્પિક રૂટ
  • ગાંધીનગરમાં 144 લાગૂ
  • મતગણતરી ચાલતી હશે ત્યાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
  • આમ જનતા માટે વૈકલ્પિક માર્ગ ખુલો રહેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections) બે તબક્કામાં પૂર્ણ થઈ ચુકી છે અને ગુરૂવારે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે ચૂંટણીપંચે મતગણતરીને લઈને બધી જ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગુરૂવારે સવારે મતગણતરી શરૂ થશે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા કુલ 1621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે.
આ માર્ગો રહેશે બંધ
વિધાનસભાની ચૂંટણીની મતગણતરીને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક પ્રવાહને સરળ બનાવવા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. ગુજરાત કોલેજ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી થવાની છે અને આ વિસ્તારમાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું ટ્રાફિક પોલીસે બહાર પાડ્યું છે.
વૈકલ્પિક માર્ગ
ગુજરાત કોલેજના વૈકલ્પિક માર્ગ તરીકે ટાઉનહોલ ચાર રસ્તા થઈ, કલગી ચાર રસ્તા તેમજ નગરી હોસ્પિટલનો વાહનોની અવરજવરનો ઉપયોગ કરી શકાશે તો એલડી એન્જિનિયરિંગ કોલેજમાં દાદા સાહેબ પગલાંથી સુધીનો માર્ગનો વાહન વ્યવહાર બંધ જેના વૈકલ્પિક માર્ગ તરીકે પાસપોર્ટ ઓફિસ તરફ જવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. જ્યારે પોલિટેકનિક કોલેજ માટે પાંજરાપોળ ચાર રસ્તા થી નેહરુનગર સર્કલ સુધીનો માટે ઉપયોગ કરી શકાશે.
ગાંધીનગરમાં 144
વિધાનસભાની મત ગણતરીને લઈ ગાંધીનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ગુરૂવારે સવારે 5 વાગ્યા થી મત ગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી કલમ 144 લાગુ રહેશે અને મત ગણતરી કેન્દ્રની 200 મીટર પર ચારથી વધુ લોકો એકત્ર થઈ શકશે નહી. તેમજ મત ગણતરી દરમિયાન સરઘસ કે સભા ભરી શકશે નહી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.