વૃદ્ધા સહાય અપાવવાની લાલચે યુવકે કરી ઠગાઈ, પોલીસે કરી ધરપકડ તો થયા આ ખુલાસા
અમદાવાદ શહેરમાં વૃદ્ધા સહાય અપાવવાની લાલચે અનેક સિનિયર સિટીઝન સાથે ઠગાઈ આચરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ એક બે નહીં પરંતુ પોળની અનેક વૃદ્ધાઓ સાથે આ જ મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઈ કરી હોવાનો ખુલાસો થયો છે.ખાડિયા વિસ્તારમાં રહેતા મનોરમાબેન પટેલે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓ થોડા દિવસ પહેલા ઘરે હાજર હતા, તે સમયે અજાણ્યો યુવક તેઓના દીકરા ભાવિકનું નામ લઈને તેઓના ઘરà«
અમદાવાદ શહેરમાં વૃદ્ધા સહાય અપાવવાની લાલચે અનેક સિનિયર સિટીઝન સાથે ઠગાઈ આચરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ એક બે નહીં પરંતુ પોળની અનેક વૃદ્ધાઓ સાથે આ જ મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઈ કરી હોવાનો ખુલાસો થયો છે.
ખાડિયા વિસ્તારમાં રહેતા મનોરમાબેન પટેલે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓ થોડા દિવસ પહેલા ઘરે હાજર હતા, તે સમયે અજાણ્યો યુવક તેઓના દીકરા ભાવિકનું નામ લઈને તેઓના ઘરે આવ્યો હતો. યુવકે વૃદ્ધાને તમારું આયુષ્માન કાર્ડ કઢાવવાનું છે, તે હું તમને કઢાવી આપીશ અને મોદી સાહેબ વિધવા પેન્શન આપે છે, તમારો વિધવા પેન્શનનો ચેક મારી પાસે આવી ગયો છે, તે ચેક જમા કરાવવા માટે તમે મારી સાથે બેંકમાં આવો અથવા મને 11,000 રોકડ ભરવાના છે, તે તમે મને આપી દો હું પોતે બેંકમાં ભરી દઈશ અને નવી બે દિવસથી ગોલ્ડ લોન મળે છે. તેથી તમને બીજા 35,000 લોન પેટે મળશે તેવી વાતો કરી હતી.
વૃદ્ધાએ ગોલ્ડ લોન લેવાની ના પાડી યુવકને તે ખોટું બોલે છે, તેવું કહેતા તેણે "માડી ભગવાને મને બધું આપેલું છે અને મારી રતનપોળમાં માણેક જ્વેલર્સ નામની તથા રતન ડ્રેસ નામની બે દુકાનો છે. મારે પૈસાની કોઈ લાલચ નથી તેમ કહીને તમે મારી ઉપર વિશ્વાસ રાખો તેવું કહેતા મીઠી મીઠી વાતોમાં વૃદ્ધાને ફસાવ્યા હતા. વૃદ્ધા યુવકની વાતોમાં આવી જતા પોતાની પાસે રહેલી 40 હજારની કિંમતની 12 ગ્રામ વજનની સોનાની ચેઇન અને 11 હજાર રૂપિયા રોકડ રકમ આપતા યુવક રફુચક્કર થઈ ગયો હતો. સાંજે વૃદ્ધાનો દીકરો આવતાં તેમણે આ બાબતે તેને પૂછતા પોતે આવા કોઈ પણ પ્રકારના વ્યક્તિને ઓળખતો નથી તેવું કહેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.
વૃદ્ધાએ પોળમાં રહેતા અન્ય રહીશોને વાત કરતા આ જ રીતે આયુષ્માન કાર્ડ અને ગોલ્ડ લોન અપાવવાની લાલચ આપી ભાવનાબેન ભાવસાર, ઇલાબેન શાહ, અનિલાબેન શાહ, કુસુમબેન દુધિયા, ભાનુબેન ગોહિલ અને પુષ્પાબેન પંચાલ સાથે છેતરપિંડી થઈ હોવાનું ખુલ્યું હતું. જેથી આ સમગ્ર મામલે તેઓએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.
ખાડિયા પોલીસે આ સમગ્ર મામલે મોહમ્મદ સિરાજ મેમણ નામના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, તેને છ થી સાત જેટલી વૃદ્ધા સાથે આ જ પ્રકારે વિધવા સહાયના નામે છેતરપિંડી આચરી છે, જેથી પોલીસે આરોપી સામે અલગ અલગ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી આરોપીએ સિનિયર સિટીઝનો પાસેથી પડાવેલા દાગીના અને રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Advertisement