મહિલા પોલીસકર્મીએ નોંધાવી પતિ સામે ફરિયાદ, IB ઓફિસર પતિ પૈસાની માંગ કરી આપતો હતો ત્રાસ
અમદાવાદમાં મહિલાઓ સાથે ઘરેલુ હિંસાની ધટનાઓ તો દરરોજ પોલીસ ચોંપડે નોંધાતી જ હોય છે, જેમાં મહિલાઓની મદદ માટે પોલીસે શી ટીમની પણ રચના કરી છે. જોકે મહિલાઓની મદદ કરતી મહિલા પોલીસ જ ઘરેલુ હિંસાનો શિકાર બની હોય તેવી ધટના સામે આવી છે. પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ મહિલાએ ઈન્ટેલીજન્સ બ્યુરોમાં ઓફિસર એવા પતિ સામે ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ મથકમાં નોંધાવતા ચકચાર મચી છે.શાહી
01:45 PM Jul 12, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદમાં મહિલાઓ સાથે ઘરેલુ હિંસાની ધટનાઓ તો દરરોજ પોલીસ ચોંપડે નોંધાતી જ હોય છે, જેમાં મહિલાઓની મદદ માટે પોલીસે શી ટીમની પણ રચના કરી છે. જોકે મહિલાઓની મદદ કરતી મહિલા પોલીસ જ ઘરેલુ હિંસાનો શિકાર બની હોય તેવી ધટના સામે આવી છે. પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ મહિલાએ ઈન્ટેલીજન્સ બ્યુરોમાં ઓફિસર એવા પતિ સામે ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ મથકમાં નોંધાવતા ચકચાર મચી છે.
શાહીબાગ વિસ્તારમાં રહેતા શાહપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સોનલબેન ભુરીયાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિ નરેશભાઈ બચુભાઈ ભુરીયા હાલ દાહોદ જિલ્લાનાં લીમખેડામાં આઈબીમાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીનાં લગ્ન 2018માં નરેશભાઈ ભુરીયા સાથે થયા હતા અને શરૂઆતમાં ફરિયાદીની નોકરી અમદાવાદમાં હોવાથી તે માતાપિતા સાથે રહેતા હતા અને બાદમાં પતિની બદલી અમદાવાદમાં થતા પતિ સાથે આંબાવાડી વિસ્તારમાં સરકારી ક્વાટર્સમાં રહેતા હતા.
પતિ નરેશ ભુરીયાએ સાસુ સસરાનાં કહેવાથી વારંવાર પૈસાની માંગણી કરી હતી, જોકે ફરિયાદી મહિલાએ પૈસા આપવાની ના પાડતા તેની સાથે ગાળાગાળી કરી માર મારી જાનથી મારી નાખવાની તેમજ ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવી હતી.
ફરિયાદી મહિલા અવારનવાર પોતાની સાસરીમાં જતી ત્યારે પતિ દ્વારા ઝધડો કરીને ઘરનો દરવાજો બંધ કરી લાકડીથી માર મારતો હતો.આ અંગે તે સાસુ સસરાને વાત કરે તો તે પણ દીકરાનું ઉપરાણું લઈને ઝધડો કરવામાં આવતો હતો.ફરિયાદી મહિલાને પિતા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. જેઓના મૃત્યુ બાદ સરકાર તરફથી મળેલા રૂપિયા પતિ અને સાસુ સસરાએ માંગી તે રૂપિયા નહી આપે તો છુટાછેડા આપી બીજા લગ્ન કરી નવી પત્નિ લાવવાની ધમકી આપવામાં આવતી હતી.જે બાદ ફરિયાદી મહિલાનાં પતિએ તેની જાણ બહાર પોતાની દાહોદ ખાતે બદલી કરાવી તેઓને અને બે બાળકોનો તરછોડી દેતા અંતે અમદાવાદમાં મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં મારમારી, દહેજની માંગ કરી શારિરીક માનસિક ત્રાસ અંગે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Next Article