Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સહકર્મીને ઘરે બોલાવી મહિલાએ વિડીયો બનાવ્યો, બ્લેકમેલ કરી યુવકે ગુજાર્યું દુષ્કર્મ

અમદાવાદનાં નારોલમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં કાપડની ફેક્ટરીમાં કામ કરતી મહિલાની સાથે સુરેશભાઈ કોરી નામના વ્યક્તિની સાથે મિત્રતા  થઈ હતી. 9 મહિના પહેલા ફરિયાદી મહિલાના ઘરે પ્રિતીબેન આવ્યા હતા અને તેઓને પોતાના ઘરે આવવા જણાવતા મહિલા તેઓનાં દિકરા સાથે નારોલમાં પ્રિતીબેનના ઘરે ગયા હતા..મહિલાના ખાટલે બેસી યુવકે કરી ગંદી હરકતમહિલા સહકર્મીનાં ઘરે પહોંચતા ત્યાં
સહકર્મીને ઘરે બોલાવી મહિલાએ વિડીયો બનાવ્યો  બ્લેકમેલ કરી યુવકે ગુજાર્યું દુષ્કર્મ
અમદાવાદનાં નારોલમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં કાપડની ફેક્ટરીમાં કામ કરતી મહિલાની સાથે સુરેશભાઈ કોરી નામના વ્યક્તિની સાથે મિત્રતા  થઈ હતી. 9 મહિના પહેલા ફરિયાદી મહિલાના ઘરે પ્રિતીબેન આવ્યા હતા અને તેઓને પોતાના ઘરે આવવા જણાવતા મહિલા તેઓનાં દિકરા સાથે નારોલમાં પ્રિતીબેનના ઘરે ગયા હતા..

મહિલાના ખાટલે બેસી યુવકે કરી ગંદી હરકત
મહિલા સહકર્મીનાં ઘરે પહોંચતા ત્યાં નરેશ ઉર્ફે રામનરેશ ઘરમાં હાજર હતો જેણે ફરિયાદી મહિલાનાં દિકરાને ઠંડુ લેવા માટે બહાર મોકલ્યો હતો, જે દરમિયાન નરેશ મહિલા જે ખાટલા પર બેઠી હતી ત્યાં બાજુમાં આવીને બેસી ગયો હતો અને મહિલાનાં શરીરે હાથ ફેરવી અડપલાં કર્યા હતા. જોકે તે સમયે મહિલાની સહકર્મી પ્રિતીબેને આ ઘટના જોઈ જતા તેણે તેના વતી માફી માંગતા મહિલા ત્યાંથી જતા રહ્યા હતા.

વિડીયો બતાવી ધમકી આપી વારંવાર ગુજાર્યું દુષ્કર્મ
આશરે 7 મહિના પહેલા ફરિયાદી મહિલાનાં ઘરે નરેશ આવ્યો હતો અને પોતાના ફોનમાં ફરિયાદી સાથે પોતાના ઘરે કરેલી હરકતનો વિડીયો પત્નિ પ્રિતીબેને બનાવ્યો હતો .તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.  મહિલાનાં પતિની ગેરહાજરીમાં ત્રણ વખત આરોપીઓ દુષ્કર્મ ગુજારી આ વાત કોઈને કહીશ તો બાળકને તથા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જોકે અંતે મહિલાએ આ ઘટનાની જાણ પતિને કરતા નારોલ પોલીસ સ્ટેશનમાં પ્રિતીબેન કોરી અને નરેશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.