જેલમાં થઇ મિત્રતા અને ચોરીના કારનામાની શરુઆત, વાંચો સમગ્ર મામલો
અહેવાલ----પ્રદિપ કચીયા, અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 90 લાખના I PHONEની ચોરી કરનારા શખ્સોને ઝડપી લીધા હતા. હાલ ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપી અમિત ઉર્ફે શ્યામ દરજી અને અશોલ ઉર્ફે અજય મકવાણાએ પાંજરાપોળની વાયબલ રી કોમર્સ ઇન્ડિયા પ્રા. લી ના શો...
અહેવાલ----પ્રદિપ કચીયા, અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 90 લાખના I PHONEની ચોરી કરનારા શખ્સોને ઝડપી લીધા હતા. હાલ ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપી અમિત ઉર્ફે શ્યામ દરજી અને અશોલ ઉર્ફે અજય મકવાણાએ પાંજરાપોળની વાયબલ રી કોમર્સ ઇન્ડિયા પ્રા. લી ના શો રૂમમાં 119 જેટલા આઈફોનની ચોરી કરી હતી.ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં 57 મિનિટ સુધી આરોપી અમિત માસ્ક પહેરીને ઓફિસમાં ચોરી કરવા ગયો હતો.જ્યારે આરોપી અશોક બાઇક પાર્ક કરીને રાહ જોઈ રહ્યો હતો.ચોરીને અંજામ આપ્યા બાદ બંને આરોપી ગીતામંદિર નજીક મોબાઇલ બજારમાં ફોન વેચવા ફિરાકમાં હતા પરંતુ ક્રાઇમ બ્રાંચને બાતમી મળતા આઈફોન કોઈને વેચે તે પહેલાં જ ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી 119 આઈફોન,ચોરીનું બાઇક ,લોખડનું ખાતરીયું મળી કુલ 90 લાખની કિંમતનો મુદ્દમાલ જપ્ત કર્યો છે.
પૈસાની જરૂર હોય જેથી ચોરીનું ષડ્યંત્ર રચ્યું
ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ACP એમ. એન. ચાવડાએ જણાવ્યુ હતું કે પકડાયેલ આરોપી અમિત દરજી અને અશોક મકવાણા રીઢા ગુનેગાર છે અને ચોરી કરવાની ટેવ વાળા છે.આરોપીઓને મકાન બનાવવાનું હોવાથી પૈસાની જરૂર હોય જેથી ચોરીનું ષડ્યંત્ર રચ્યું હતું.આરોપી અશોક મકવાણા અગિયાર વર્ષ સુધી નારોલ ચાર રસ્તા પદ મોબાઇલની દુકાન ધરાવતો હતો અને છેલ્લા 5 વર્ષથી ગીતા મંદિર પાસે મોબાઇલ રીપેરીંગ કામ કરતો હતો.આરોપી અશોક મુંબઈ અને દિલ્હી મોબાઇલના હોલસેલના વેપારી સંપર્ક હતો જેથી તેઓ મોબાઇલ શો રૂમમાં ચોરી કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
બંનેએ એક દિવસના 9 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો
બંને આરોપીએ 4 જૂનના રોજ સાંજે આનંદ નગર રોડ પર બાઇકની ચોરી કરી અને સોલામાં આવેલ મેરેડિયન કોમ્પ્લેક્ષ બે દુકાન તાળાં તોડ્યા અને ત્યાર બાદ નવરંગપુરા બે દુકાનમાં ચોરી કરી અને પાંજરાપોળ પાસે આવેલી 3 આઇ વિઝન કોમ્પ્લેક્ષ માં મોબાઈલના શો રૂમ ઉપરાંત સાતમા માળ અને ચોથા માળની ઓફિસમાં તાળાં તોડી ચોરી કરી. મુખ્ય આરોપી અમિત દરજી દુકાન તાળાં તોડવા સ્પેશિયલ ખાતરીયું બનાવ્યું હતું. જો કે બંનેએ એક દિવસના 9 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.પકડાયેલ ઘરફોડ ચોર 1996માં વડોદરા જેલમાં એકબીજાના પરિચયમાં આવ્યા અને બંનેએ એક સાથે ચોરી કરવાનું શરૂ કર્યું જેમાં આરોપી અમિત તાળાં તોડવાનું કરતો અને અશોક બાઇક ચલાવતો હોય છે ત્યારે આરોપી અમિત વિરુદ્ધ 20 જેટલા ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.
આ પણ વાંચો----સવા કરોડ લોકો ‘યોગમય ગુજરાત’માં સામેલ થશે : હર્ષ સંઘવી
Advertisement