Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સપ્તનદીઓના સંગમ તરીકે ઓળખાતી વૌઠા ગામની સાબરમતી નદી પ્રદૂષણમાં અવ્વલ નંબરે, સ્થાનિક લોકોની હાલત કફોડી

અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદી (Sabarmati River) ભારતની બીજા ક્રમની સૌથી પ્રદૂષિત નદી હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ અનુસાર તમિળનાડુમાં (Tamilnadu) કૂમ નદી પછી કેન્દ્રીય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નવેમ્બર 2022 ના અહેવાલ મુજબ સાબરમતી નદીનું પ્રદૂષણ દેશમાં બીજા નંબરે આવ્યું છે. ત્યારે ધાર્મિક સ્થળ તરીકે જાણીતા સાબરમતી નો છેડો એવો વૌઠા સૌથી વધુ પ્રદૂષિ
સપ્તનદીઓના સંગમ તરીકે ઓળખાતી વૌઠા ગામની સાબરમતી નદી પ્રદૂષણમાં અવ્વલ નંબરે  સ્થાનિક લોકોની હાલત કફોડી
અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદી (Sabarmati River) ભારતની બીજા ક્રમની સૌથી પ્રદૂષિત નદી હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ અનુસાર તમિળનાડુમાં (Tamilnadu) કૂમ નદી પછી કેન્દ્રીય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નવેમ્બર 2022 ના અહેવાલ મુજબ સાબરમતી નદીનું પ્રદૂષણ દેશમાં બીજા નંબરે આવ્યું છે. ત્યારે ધાર્મિક સ્થળ તરીકે જાણીતા સાબરમતી નો છેડો એવો વૌઠા સૌથી વધુ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે.
વૌઠાના કિનારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી
ગાંધીનગરના (Gandhinagar) રાયસણ અને ધોળકાના  વૌઠામાં 292 મિલિગ્રામ પ્રતિ લિટર બીઓડી એટલે કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ હોવાનું સામે આવ્યું છે. એટલે પ્રદૂષિત પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ નહિવત હોવાના કારણે પાણીના જીવો ના જીવ પર મોટી આફત સર્જાઈ શકે છે. એક સમયે ખૂબ જ પવિત્ર ગણાતી સાત નદીઓના સંગમ એવા વૌઠાનો કિનારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી અને અહીં નદીના પાણી સાચી હકીકત જાણવાની કોશિશ કરી હતી. મહત્વનું છે કે ખૂબ જ પવિત્ર ગણાતો સાબરમતી વૌઠા નો કિનારો ખૂબ પવિત્ર ગણાતો આજે પણ તેની માન્યતા છે. પરંતુ અહીં પહોંચથી સાબરમતી નદી ખૂબ જ પ્રદૂષિત થવાને કારણે લોકોના, ઢોરોના જીવ પર ખતરો મંડરાઇ રહ્યો છે. 
સ્થાનિકોની વેદના
લોકોની વેદના અસહનીય બની છે. અસય દુર્ગંધવાળા કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થતા લોકો જોવા મળી રહ્યા છે. પ્રદૂષિત પાણી પિતા ઢોર જોવા મળી રહ્યા છે પક્ષીઓ પણ આ જ પાણી પીતા નજરે પડે છે. બીજી તરફ નદીના કિનારે ઉભું રહેવું પણ મુશ્કેલ થાય તેટલી દુર્ગંધ આવી રહી છે. લોકોનું કહેવું છે કે અમારા ઢોરો પણ આ પાણી પીને મરી જાય છે. પરંતુ નદી કિનારે અમારું ગામ આવેલું છે અમે અહીં વસતા હોય અમારે આ પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. નદીના કાંઠે ખેતરો આવેલા છે બીજા કાંઠે ઘર છે તેથી નદીમાંથી જ પસાર થવાની ફરજ પડે છે. વર્ષો જૂની બ્રિજની માંગણી પણ સંતોષાઈ નથી. ત્યારે અહીંથી નદીમાંથી પસાર થવાને કારણે પગમાં જબરદસ્ત ખંજવાળ આવે છે અને ચામડીના રોગો પણ થઈ રહ્યા હોવાની લોકો જણાવી રહ્યા છે.
વૈઠા સપ્તસંગમ પવિત્ર તીર્થ સ્થળ
સાત નદીઓના સંગમ ગણાતી વૌઠા ગામની આ નદી ખૂબ જ પવિત્ર તીર્થ સ્થળ માનવામાં આવે છે. પરંતુ આ પવિત્ર નદી હવે કેમિકલ માફીઆઓ ના પાપે ભારતની સૌથી પ્રદુષિત નદીઓમાં ગણાતી થઈ જવા પામી છે. તો વૌઠા ગામના સરપંચના મતે સરકારના કાને તેમની રજૂઆત જાણે કે સંભળાતી જ નથી. વૌઠા ગામના સરપંચ રાજેન્દ્ર વસાવા જણાવે છે કે અમારી પવિત્ર નદી અત્યારે કેમિકલ યુક્ત ગંદી નદીઓ માની એક બની છે નવા નવા રજૂઆત પરંતુ પરિણામ કોઈ આવી શક્યું નથી.
30 વર્ષ પહેલા નદીનું તળિયું દેખાય તેટલું શુદ્ધ પાણી હતું
સ્થાનિક લોકોનું કહેવું છે કે સાત નદીઓનું પવિત્ર સંગમ એવી અમારી વૌઠા ગામે આવેલી સાબરમતી નદી આજથી 30 વર્ષ પહેલા રૂપિયાનો સિક્કો નદીમાં નાખો તો તળિયે પડેલો દેખાઈ આવતો એટલી ચોખ્ખી હતી અને હવે પ્રદૂષિત નદીઓમાં તેનો અવલ  નંબર આવે છે તે ખૂબ દુઃખદ બાબત ગણાવી રહ્યા છે. તેમની સરકારને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી વિનંતી કરી હતી કે અમારી 30 વર્ષ પહેલાંની ચોખ્ખી નદી અમને પરત મળે.
સાબરમતી સ્વચ્છ કરવા કરોડો ખર્ચાયા
પરંતુ કદાચ નઘરોળ તંત્ર અને કેમિકલ માફિયાઓના વર્ચસ્વ હેઠળ તેમનું આ સપનું ક્યારેય સાકાર થશે કે કેમ તે હાલની પરિસ્થિતિ પરથી યક્ષ પ્રશ્ન બનીને સામે આવ્યો છે.. સાબરમતી નદીને ચોખ્ખી કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરતી સરકાર માટે આ નદીના પ્રદૂષણની આ પરિસ્થિતિ ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મરવા જેવી છે તેમાં કોઈ બે મત નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.