Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરમતીમાં પાણી છોડાતા રિવરફ્રન્ટ વોક વે બંધ કરાયો

સાબરકાંઠા જીલ્લામાં ભારે વરસાદ થવાના કારણે ધરોઇ ડેમમાં નવા નિર આવ્યા છે અને તંત્રને પાણી છોડવાની ફરજ પડી છે જેના પગલે સાબરમતી નદી પણ બે કાંઠે વહેતી થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે ધરોઈ ડેમમાંથી 66215 ક્યુસેક પાણી છોડાયું છે જ્યારે  સંત સરોવરમાંથી 12,000 ક્યુસેક પાણી છોડાયું છે જેના પગલે સાબરમતી નદીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.  સંત સરોવર અને ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરàª
સાબરમતીમાં પાણી છોડાતા રિવરફ્રન્ટ વોક વે બંધ કરાયો
સાબરકાંઠા જીલ્લામાં ભારે વરસાદ થવાના કારણે ધરોઇ ડેમમાં નવા નિર આવ્યા છે અને તંત્રને પાણી છોડવાની ફરજ પડી છે જેના પગલે સાબરમતી નદી પણ બે કાંઠે વહેતી થઇ છે. 
ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે ધરોઈ ડેમમાંથી 66215 ક્યુસેક પાણી છોડાયું છે જ્યારે  સંત સરોવરમાંથી 12,000 ક્યુસેક પાણી છોડાયું છે જેના પગલે સાબરમતી નદીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.  સંત સરોવર અને ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. 
પાણી છોડાતા અમદાવાદ જીલ્લાના 21 ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ વાસણા બેરેજના 24 ગેટ ખોલાયા છે અને વાસણા બેરેજમાંથી 21630 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે,.
સાબરમતીમાં પાણી છોડવામાં આવતાં અમદાવાદમાં રિવરફ્રન્ટ વોક-વે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને તંત્ર દ્વારા  વોક-વે પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે AMC દ્વારા આ  નિર્ણય લેવામાં આવ્યો છે.  હાલમાં સાબરમતીમાં 127 લેવલ જાળવી રખાયું છે. 
સાબરમતી નદીમાં પાણી છોડાતા તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રખાઇ રહી છે અને પાલડી કન્ટ્રોલ રુમમાંથી મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. 
સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરકાંઠા અને ગાંધીનગર જીલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.