Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વરસાદની સિઝન શરૂ અને અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

એક તરફ વરસાદી સિઝન શરૂ થઈ છે ત્યારે બીજી તરફ પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. જુન મહિનામાં પાણીના લેવાયેલા સેમ્પલ પૈકી 39 સેમ્પલ અનફીટ જાહેર થયા છે તો અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના 738 અને કમળાના 252 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં પ્રદૂષિત પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. લોકોને થઇ રહેલી તકલીફો વચ્ચે શહેરમાં જૂન મહીનામાં ઝાડા ઉલટીના 739 અને કમળાના 252 કેસ નોંધાયા. તેમજ જà
10:14 AM Jul 06, 2022 IST | Vipul Pandya
એક તરફ વરસાદી સિઝન શરૂ થઈ છે ત્યારે બીજી તરફ પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. જુન મહિનામાં પાણીના લેવાયેલા સેમ્પલ પૈકી 39 સેમ્પલ અનફીટ જાહેર થયા છે તો અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના 738 અને કમળાના 252 કેસ નોંધાયા છે. 
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં પ્રદૂષિત પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. લોકોને થઇ રહેલી તકલીફો વચ્ચે શહેરમાં જૂન મહીનામાં ઝાડા ઉલટીના 739 અને કમળાના 252 કેસ નોંધાયા. તેમજ જૂન મહિનામાં પાણીના લેવામાં આવેલા સેમ્પલમાંથી 39 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પ્રદૂષિત પાણીની સમસ્યા વચ્ચે રોગચાળાની વધતી સમસ્યા લોકો માટે માથાનો દુખાવો તો તંત્ર માટે ચેલેંજ બની રહી છે. જૂન મહિનાની શરૂઆતથી જ શહેરના વિવિધ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાઓ વચ્ચે ઝાડા ઉલટીના કેસની સંખ્યામાં સતત વધારો થવા પામ્યો છે. પાણીજન્ય રોગના કેસ વધવાની સાથે ટાઈફોઈડના પણ જૂન માસમાં 209 કેસ નોંધાયા છે. 30 જૂન સુધીમાં 16752 રેસિડેન્શિયલ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 
જૂન મહિનામાં 346 સેમ્પલનો ક્લોરિન રિપોર્ટ નીલ આવ્યો છે. એક તરફ પાણીજન્ય રોગચાળો તો બીજી તરફ પ્રદૂષિત પાણીની સમસ્યાને લીધે મચ્છરજન્ય રોગચાળાનો પણ આંક સામે આવ્યો છે. જેમા મેલેરિયાના જૂન માસમાં 77, ડેન્ગ્યુના 27 તથા ચિકનગુનિયાના 10 કેસ નોંધાયા છે. હવે જ્યારે ચોમાસાની સીઝનની શરૂઆત થવા પામી છે ત્યારે આગળ જતા ચોમાસું જામશે અને પ્રદૂષિત પાણીની સમસ્યા નીવારવામાં નહીં આવે તો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
આ પણ વાંચો - સોશિયલ મીડિયાની મિત્રતા વેપારીને ભારે પડી, યુવતીએ દુષ્કર્મ કર્યાની ધમકી આપી પૈસા ખંખેર્યા
Tags :
AhmedabadEpidemicGujaratGujaratFirstMonsoonrainyseasonwaterborne
Next Article