Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીસ ડિપાર્ટમેન્ટ જ મારા માટે સર્વોપરી રહેલું છે, પોલીસની નોકરી એક સેવાયજ્ઞ છે

નિવૃત્ત થયાના એક દિવસ બાદ રથાયાત્રાના બંદોબસ્તમાં હાજર રહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એક પોલીસકર્મીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જેઓ વયમર્યાદાના લીધે રથયાત્રાના એક દિવસ અગાઉ પોતે નિવૃત થતા હતા તેમ છતાંય તેમણે પોતાનું નામ રથયાત્રાના બંદોબસ્તમાં લખાવ્યું હતું. લગભગ 30 જેટલી રથયાત્રાના બંદોબસ્તમાં રહેલા આ પોલીસકર્મી પોલીસ વિભાગની સર્વિસને જ સર્વોપરી માને છે. આ અધિકારીનું માનà
પોલીસ ડિપાર્ટમેન્ટ જ મારા માટે સર્વોપરી રહેલું છે  પોલીસની નોકરી એક સેવાયજ્ઞ છે
નિવૃત્ત થયાના એક દિવસ બાદ રથાયાત્રાના બંદોબસ્તમાં હાજર રહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એક પોલીસકર્મીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જેઓ વયમર્યાદાના લીધે રથયાત્રાના એક દિવસ અગાઉ પોતે નિવૃત થતા હતા તેમ છતાંય તેમણે પોતાનું નામ રથયાત્રાના બંદોબસ્તમાં લખાવ્યું હતું. લગભગ 30 જેટલી રથયાત્રાના બંદોબસ્તમાં રહેલા આ પોલીસકર્મી પોલીસ વિભાગની સર્વિસને જ સર્વોપરી માને છે. 
આ અધિકારીનું માનવું છે કે,  અત્યાર સુધી તેમને અને તેમના પરિવારને જે કંઈ પણ મળ્યું છે તે માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટે જ આપ્યું છે. આ ઋણને તેઓ ક્યારેય ચૂકવી શકશે નહિ, 1992થી ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા ભરતસિંહ વાઘેલાએ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ, ગોધરાકાંડ, અક્ષરધામ હુમલાની તપાસ હોય કે પછી બીજી અન્ય કોઈપણ મહત્ત્વની તપાસ હોય તેમાં ભરતસિંહ વાઘેલાએ ખૂબ જ ઉમદા કામગીરી કરેલી છે. 
વયમર્યાદાને કારણે આ અધિકારીની ક્રાઈમ બ્રાંચમાંથી નિવૃત્તિ એ એવી ખોટ છે જે ક્યારેય પુરાશે નહિ. છેલ્લા 25 વર્ષથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં સતત ફરજ બજાવી ચૂકેલા આ અધિકારીએ પોતાની આખીય જિંદગી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સમર્પણ કરી દીધી એવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ ન લાગે. કારણકે ગુનો ગંભીર હોય એટલી તેની ઝીણવટપૂર્વકની તપાસ કરવાની વાત આવે એટલે ક્રાઈમ બ્રાંચના સિનિયર અધિકારીઓના મોઢે ભરતસિંહ વાઘેલાને સાથે રાખજો આવા શબ્દો અચૂક નીકળતા જ હતા. 
અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાંથી જયારે તેમની વિદાય થવાની હતી ત્યારે સમગ્ર ક્રાઈમ બ્રાંચના પરિસરમાં એક ઉદાસિનતાવાળો માહોલ વ્યાપી ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચને આવા પીઢ પોલીસકર્મીની ખોટ હંમેશાં વર્તાતી રહેશે. ગુજરાત પોલીસ વિભાગ ટેકનોલોજીના સહારે હાલ ચાલી રહ્યો છે એ વાત ખરી. પરંતુ વિશ્વસનીય બાતમીદારોનું નેટવર્ક જે પહેલાના પોલીસકર્મીઓ પાસે હતું તેમાં ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે
સિરિયલ બોમ્બ બ્લાસ્ટના એ દિવસે મને હચમચાવી દીધો હતો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કચેરીમાં એક સાયરન મૂકવામાં આવેલી છે. સાયરન વર્ષોથી લગાવેલી છે જયારે પણ આ સાયરન વગાડવામાં આવે તો તમામ ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓએ સમજી જવાનું હોય છે કે કોઈ મોટો બનાવ શહેરમાં બન્યો છે. તમામ કર્મચારીઓએ ક્રાઈમ બ્રાંચના પ્રાંગણમાં ભેગા થઇ જવાનું છે. તે દિવસે પણ આજ રીતે અચાનક એ સાયરન વાગી અને થોડી જ મિનિટોમાં ક્રાઈમ બ્રાંચના તમામ અધિકારી પોલીસકર્મીઓ ક્રાઈમ બ્રાંચના પ્રાંગણમાં હાજર થઇ ગયા હતા. 
એ ગોઝારો દિવસ યાદ કરતા ભરતસિંહ કહે છે, સાયરન સાંભળીને હું પણ આવી ગયો હતો. અમને જણાવવામાં આવ્યું કે અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા છે અને હું જેમની સ્ક્વોડમાં હતો તેમણે સિવિલ હોસ્પિટલ જવાનું છે. ક્રાઈમ બ્રાંચના ગેટમાંથી અમે લોકો નીકળ્યા અને જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે લોહીના ખાબોચિયા ભરાયેલા હતા. લોકોની ચિચિયારીઓ સંભળાતી હતી. સતત વાગી રહેલી એમ્બ્યુલન્સની સાયરન વાતાવરણને વધુ ખોફનાક બનાવી રહી હતી. 
થોડીવાર આ બધું જોઈને સ્તબ્ધ થઇ ગયો.
બાદમાં એકાએક મારી નજર ફાયર બ્રિગેડના જવાનો પર પડી જેમાં એક ફાયર વિભાગનો જવાન લોહીના ખાબોચિયામાં હાથ નાખીને કશું બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મને થયું કે લાવો હું તેણે મદદ કરું અને મદદ કરવા માટે આગળ વધ્યો એટલામાં ફાયર વિભાગના જવાને એક નાની દીકરીના વાળ પકડીને તેનું મોઢું બહાર કાઢ્યું. તેજ સમયે મનમાં એકાએક અવાજ ઉઠ્યો હતો કે કોઈ માણસ આટલી હદે ક્રૂર કેવી રીતે હોઈ શકે. 
ભરતસિંહ કહે છે, આજે પણ મને ઘણી વખત આ દ્રશ્યો મારી આંખ સામે આવી જાય ત્યારે મને કમકમાટી ઉપજી જાય છે. બાદમાં આ જ બોમ્બ બ્લાસ્ટની તપાસની કમિટી સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હતી જેમાં મારો સમાવેશ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. કેટલીક વાતોને તો હું ક્યારેય ભૂલી શકું એમ નથી. 
 
ફરિયાદીને ક્યારેય પોલીસ માટે અણગમો ન થાય તેનું ધ્યાન ખાસ રાખ્યું
પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રવેશો ત્યારથી ચોક્કસ સિદ્ધાંતો સાથે ફરજ બજાવનારા પોલીસકર્મીઓ ઘણાં ઓછા હોય છે. પરંતુ વર્ષ 1984 ની સાલમાં ગુજરાત પોલીસ વિભાગમાં એક એવા નવયુવાનની ભરતી થઇ કે જેમણે નિવૃત્તિ સુધી પોતાના સિદ્ધાંતોને વળગીને પોતાની ફરજ બજાવતા રહ્યા. અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં વર્ષ 1997ની સાલથી 2022 સુધી ક્રાઈમ બ્રાંચમાં ફરજ નિભાવનારા ભરતસિંહ વાઘેલાનો મૂળ મંત્ર એ છે કે, પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢેલા વ્યક્તિને કયારેય પોલીસ ડિપાર્ટમેન્ટ માટે અણગમો પેદા થવો જોઈએ નહીં. આ જ મૂળભૂત મંત્રને વળગી રહીને ભરતસિંહ વાઘેલાએ પોતાની આખીય જિંદગી ગુજરાત પોલીસને સમર્પિત કરી દીધી છે. તેમનું એમ પણ માનવું છે કે સરકાર પોલીસને સુરક્ષા કરવાનો પગાર આપે છે. આપણે એટલે કે પોલીસે પણ લોકોની સેવા કરવી જોઈએ. ત્યારે હાલના નવી પેઢીના પોલીસકર્મીઓને એવી સલાહ આપવા માગે છે કે, અત્યારની પોલીસને કોમ્યુનલ રાયોટ્સને કેવી રીતે હેન્ડલ કરવા અને સાથેસાથે તેની ઊંડાણપૂર્વક તપાસ કેવી રીતે કરવી તેનો અનુભવ નથી. જેથી પોલીસ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા જો આગામી સમયમાં આવા વિષયો પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો આવનારી પોલીસની નવી પેઢી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ બની રહેશે.
Advertisement
Tags :
Advertisement

.