Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોલીસ કમિશનરની ટી મીટીંગ હવે પછીની ટી મીટીંગ પોલીસ સ્ટેશન દીઠ યોજવામાં આવશે

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં અઠવાડિયાના દર મંગળવારે શહેરના કોઈપણ એક પોલીસ સ્ટેશનમાં ટી મીટીંગ યોજવામાં આવશે. આ ટી મિટિંગમાં જાહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારી જે તે પોલીસ સ્ટેશનમાં વિઝીટ ગોઠવશે અને આ દરમિયાન પોલીસ કમિશનર દ્વારા પોલીસ સ્ટેશનની અંદર ચાલતી કામગીરીનો તાગ મેળવવામાં આવશે. ઉપરાંત પોલીસ કર્મચારીઓને પડતી નાની-મોટી તકલીà
01:51 PM Jan 03, 2023 IST | Vipul Pandya
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં અઠવાડિયાના દર મંગળવારે શહેરના કોઈપણ એક પોલીસ સ્ટેશનમાં ટી મીટીંગ યોજવામાં આવશે. આ ટી મિટિંગમાં જાહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારી જે તે પોલીસ સ્ટેશનમાં વિઝીટ ગોઠવશે અને આ દરમિયાન પોલીસ કમિશનર દ્વારા પોલીસ સ્ટેશનની અંદર ચાલતી કામગીરીનો તાગ મેળવવામાં આવશે. ઉપરાંત પોલીસ કર્મચારીઓને પડતી નાની-મોટી તકલીફોનું નિરાકરણ કેવી રીતે લાવવું એનું આયોજન કરવામાં આવશે.
નવો અભિગમ
અત્યાર સુધી શહેર દ્વારા લેવામાં આવતી ટી મીટીંગ પોલીસ કમિશનર કચેરીની ઓફિસ અથવા તો હેક્વાટર ખાતે યોજાવામાં આવતી હતી. પરંતુ અમદાવાદ શહેર પોલીસ કમિશનરી એક નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં અઠવાડિયાના દર મંગળવારે આકસ્મિક કોઈપણ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની મીટીંગ યોજવામાં આવશે, આ પ્રકારના અભિગમ પાછળ મુખ્ય હેતુ એ છુપાયેલો છે કે અંદર કામ કરતો સ્ટાફ કેટલી જાગૃત અવસ્થામાં કરી રહ્યો છે.
નરોડા પોલીસ સ્ટેશનની મુલાકાત
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અગાઉ પોલીસ સ્ટેશનમાં ટી મીટીંગ અંતર્ગત નરોડા પોલીસ સ્ટેશનમાં મુલાકાત લીધી હતી. પોલીસ સ્ટેશનમાં માળખાગે સુવિધા રેકોર્ડ મેન્ટેન થાય છે કે કેમ વાહનોની પરિસ્થિતિ હથિયારોની પરિસ્થિતિ વગેરે લગતી બાબતો જાતે જઈને તપાસી ઉપરાંત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ સાથે ચર્ચા પણ કરી આ બેઠકમાં ડિવિઝન ,ઝોન , ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ અધિકારીઓ હાજર રહ્યા.
શહેરના 50થી વધુ પોલીસ મથકોની મુલાકાત
શહેર પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલ સાથે વાત કરીને બંને તરફી સંવાદ એટલે કે લોકોનું પોલીસ પ્રત્યે અભિગમ અને પોલીસને લોકોની સુરક્ષા વ્યવસ્થા દરમિયાન ઉદ્ભવતા પડકારો અંગે જાણકારી મેળવી. સાથે સાથે જે તે પોલીસ સ્ટેશનમાં બનતા ગુના અને તે અંગેની તપાસ ની પદ્ધતિ અંગે પણ જાણકારી મેળવી. આગામી દિવસોમાં આ જ પ્રકારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શહેરના 50 વધારે પોલીસ સ્ટેશનની મંગળવારે મુલાકાત કરશે.
આ પણ વાંચો - ચાઇનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું, બે હજારથી વધુ ચાઇનીઝ દોરીના ટેલરો કબજે કર્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCPTeaMeetingGujaratFirstPoliceStationWiseTuesday
Next Article