Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં ભાજપના કાર્યકરની હત્યા કરનારો મુખ્ય આરોપી ઝડપાયો

ખાડીયામાં કુખ્યાત મોન્ટુ નામદારે તેના સાગરીતો સાથે મળીને ભાજપના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબીની બેઝબોલ મારીને હત્યા કરી હતી. આ બનાવમાં મોન્ટુ સિંઘની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 12 કલાકમાં જ ધરપકડ કરી છે.અમદાવાદના ખાડીયામાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા કરી દેવાઇ છે. અમદાવાદના કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 5 વ્યક્તિઓએ રાકેશ ઉર્ફે બોબી પર બેઝ બોલના દંડા અને લાકડીના ફટકા મારી હત
અમદાવાદમાં ભાજપના કાર્યકરની હત્યા કરનારો મુખ્ય આરોપી ઝડપાયો
ખાડીયામાં કુખ્યાત મોન્ટુ નામદારે તેના સાગરીતો સાથે મળીને ભાજપના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબીની બેઝબોલ મારીને હત્યા કરી હતી. આ બનાવમાં મોન્ટુ સિંઘની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 12 કલાકમાં જ ધરપકડ કરી છે.
અમદાવાદના ખાડીયામાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા કરી દેવાઇ છે. અમદાવાદના કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 5 વ્યક્તિઓએ રાકેશ ઉર્ફે બોબી પર બેઝ બોલના દંડા અને લાકડીના ફટકા મારી હત્યા કરી હતી.આરોપી મોન્ટુ નામદાર ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 12 કલાકની અંદર જ ઇસનપુરથી ધરપકડ કરી છે.
મોન્ટુ નામદારે ૧૯૯૨ માં  સચીન ઉર્ફે પવન તથા જુગનુ ગાંધીની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હત્યા  જેથી આ બંનેને ગમતું નહોતું. તેઓ અવાર નવાર આરોપીને મારવા માટેના પ્લાન બનાવતા હતા. આ દરમ્યાનમાં થોડા સમય અગાઉ સચીન ઉર્ફે પવન તથા જુગનુ ગાંધી તથા તેમનો મિત્ર રાકેશ ઉર્ફે બોબી મહેતા તેમના મળતીયા માણસો સાથે મોન્ટુ નામદારના દિકરા પ્રીન્સનું મર્ડર કરવા માટે માઉન્ટ આબુ તથા રતનપુર ખાતે મીટીંગ કરી હોવાનું  જાણવા મળતા તેના મિત્રો સાથે મળી રાકેશ ઉર્ફે બોબી સુરેશભાઇ મહેતાનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું.
 પ્લાન અનુસાર રાકેશ ઉર્ફે બોબી પોતાની ઓફિસથી નિકળી રાબેતા મુજબ સાંજના ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે જુગનુની ઓફિસે નિયમીત જતો હતો ત્યારે  આરોપી મોન્ટુ નામદાર પોતાના મિત્ર વિશ્વા ઉર્ફે વિસુ જીજ્ઞેશકુમાર રામી તથા જયરામ રબારીએ  ભેગા મળી રાકેશ ઉર્ફે બોબી પોતાની ઓફિસ આગળથી પસાર થતા તેને રોકી લઇ બેઝબોલના દંડાથી તેના બંને પગના ઢીંચણો તથા શરીરના ભાગે માર મારી પોતાની ગાડીમાં ભાગી ગયા હતા. આ બનાવમાં મુખ્ય આરોપી ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે..
Advertisement
Tags :
Advertisement

.